________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪ )
કથે છે કે, હું મનુષ્યા! મનુષ્યભવન અવસર પુનઃ પુનઃ આવનાર નથી. દશ દૃષ્ટાન્ત દુર્લભ મનુષ્યજન્મ પામીને ધર્મરૂપ પરમાર્થનાં કાર્ય કરવાં જોઇએ. જેમ જેમ તમારામાં જ્ઞાન પ્રગટે તેમ તેમ તમારે ભલાઇનાં કાર્ય કરવાં જોઈએ. પરમાર્થનાં કાર્ય કરીશ તા ભવિષ્યમાં થનારા જન્મામાં સુખ પામીશ. દેવતા વગેરેની ગતિમાં શાતાવેદનીયને ભેાક્તા બનીશ. હું મનુષ્ય, તું માઘવસ્તુઓમાં ઇષ્ટત્વ કલ્પીને મુંઝાઈરા નહીં, તેમજ તારા મનમાં અહંકારથી કુલીશ નહીં, જે તન, ધન અને યૌવન અવસ્થાને પામી હે મનુષ્ય ! તું અહંકારી બને છે, તે તન, ધન અને યૌવન તેા જૂઠાં છે. રાવણસરખા અભિમાની નૃપતિયા પણ પ્રાણ છેડીને પલકમાં અન્યભવમાં ગયા. તન, ધન અને યૌવનાવસ્થાદિમાં મૂર્ખ મનુષ્યા મારાપણાની બુદ્ધિ ક૨ે છે. કરોડો ઉપાય કરવામાં આવે તેાપણુ રેતીમાંથી ધૃત નીકળતું નથી, તદ્ભુત કોટી ઉપાયો કરે છતે પણ તન, ધન અને યૌવનમાંથી સહજ નિત્યસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. શ્રીમદ્ કથે છે કે, અરે મનુષ્ય! તું ધનની મમતામાં શત્રીદિવસ કેમ તન્મય અનેં છે? ધન જડ વસ્તુ છે; ધનને મૂકીને અસંખ્ય મનુષ્યા ગયા, પણ ધન કોઈની સાથે ગયું નહીં. શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાય ભગવાનૂ કથે છે કે
परिग्रह ममता परिहरो, परिग्रह दोषनुं मूल सलुणे ॥
परिग्रह जेह धरे घणो, तस तप जप प्रतिकूल सलुणे ॥ परिग्रह. ॥ १ ॥ परिग्रह मद गरुअत्तणे, भवमांहि पडे जंत सलुणे ॥
ચાન પાત્ર નિમ સાયરે, મારાઝાંત અત્યંત સહુને ! રિપ્રદ. ॥ ૨ ॥ ધનાદિકને પરિગ્રહ પરિહર્તવ્ય છે. પરિગ્રહ ખરેખર સર્વ દોષનું મૂળ છે, જે મનુષ્યો અત્યન્ત પરિગ્રહ અને તેની મૂર્છાને ધારણ કરે છે તેનાં તપ, જપ, પશુ પ્રતિકૂલતાને ભજે છે. પરિગ્રહના મદથી પેાતાની મહત્તા માનનારા, ભારાક્રાંત વહાણ જેમ સમુદ્રમાં બુડે છે તેમ સંસારસમુદ્રમાં ખુડે છે. લક્ષ્મીની લાલચથી અનેકપ્રકારનાં કુકર્મો થાય છે, તે લક્ષ્મીની અસ્થિરતા છે. હે મનુષ્ય ! જે લક્ષ્મીને તું ભેગી કરે છે તે તારામાટે થવાની નથી. લક્ષ્મીના માહથી જગમાં અદ્યાપિપર્યંત કોઇ પણ મનુષ્યે સત્યસુખ પ્રાપ્ત કર્યું નથી. ભવિષ્યમાં કોઈ પણ સત્યસુખ પ્રાપ્ત કરનાર નથી. દારૂના નિશા કરતાં લક્ષ્મીના નિશા અદ્ભુત છે. લક્ષ્મીના નિશે રાત્રી અને દિવસ લક્ષ્મીવંતના હૃદયમાં વ્યાપી રહે છે. મનુષ્યે લક્ષ્મીની ચિન્તા કરે છે, પણ લક્ષ્મી, મનુષ્યેાની ચિન્તા કરતી નથી. હું મનુષ્ય ! હવે તું જાગ્રત થા!! અને લક્ષ્મીની મમતા પરિહર !! શરીરમાં વિદ્યમાન છતાં લક્ષ્મીના સદુપયોગ કર! !
For Private And Personal Use Only