________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૬) કોઈનામાં દોષ દેખે છે, વા સાંભળે છે. તે પણ તે દોષીના ઉપર અરૂચિ ધારણ કરતો નથી અને તેની નિન્દા પણ કરતો નથી; ફક્ત તેનામાં રહેલા જે જે સદ્દગુણો હોય છે તેના પ્રતિજ લક્ષ રાખે છે. ગુણદષ્ટિવાલે લાખ કરડે મનુષ્યના સમાગમમાં આવે છે તોપણ, તે સર્વમાં જે જે અંશે ગુણે ખીલ્યા હોય છે તેનેજ દેખે છે, તેથી તે પિતાના આત્માની ઉચદશા કરે છે અને અન્યના આત્માનું પણું ભલું કરવા સમર્થ બને છે. સર્વત્ર ગુણની દૃષ્ટિ ધારણ કરનારાના હૃદયથી પરમાત્મા દૂર રહેતા નથી. ત્રીજી દૃષ્ટિધારકે, પોતાના શુભ મનથી જગતમાં શાન્તિ ફેલાવી શકે છે અને તેમના મનની ઉચદશા થવાથી કોઈના તે શત્રુ બનતા નથી; તેવા પ્રકારના મનુ, સનત વા મહાત્માની કેટીમાં ગણાય છે. ત્રીજી દષ્ટિ ધારણ કરનારાઓ મન, વાણું અને કાયાથી જગતના ઉપર જે ઉપકાર કરે છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. આવી-ત્રીજી દષ્ટિને ધારણ કરનારાની સંખ્યા અલ્પ હોય છે.
અધ્યાત્મજ્ઞાનની રહેણીથી, ઉત્તમ એવી ત્રીજી દષ્ટિની પ્રાપ્તિ થાય છે, માટે પ્રત્યેક મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનનાં પુસ્તકે વાંચવામાત્રથી કંઈ અધ્યાત્મતત્ત્વ પ્રગટી નીકળતું નથી, પણ વારંવાર અધ્યાત્મજ્ઞાનની હૃદયમાં ભાવના રાખવાથી અધ્યાત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે અને તેથી સર્વ મનુષ્યના આત્માઓને સમભાવની દષ્ટિથી દેખી શકાય છે. અધ્યાત્મભાવનાથી સર્વ જીવોને સમાનદષ્ટિથી દેખી શકાય છે.
ચારે ખંડના મનુ, સમાનદષ્ટિથી એકબીજાને દેખે તે ખરેખર દુનિયાની શાન્તિ સારી રીતે રહી શકે. સર્વ દેશના મનુષ્યોમાં જે સમભાવની દષ્ટિ વધે તે વૈરઝેર અને ખૂનખાર યુદ્ધો નષ્ટ થઈ જાય અને પરસ્પર સાત્વિક પ્રેમ પ્રગટવાથી એકબીજાને સારી રીતે કલ્યાણ કરી શકાય. દુનિયામાં સર્વ જીવોનું ભલું કરવું હોય તો સમાન દષ્ટિ ધારણ કરવી જોઈએ. સમાન દષ્ટિથી સમતાની વૃદ્ધિ થયા કરે છે અને તેથી મહાત્માઓની કેટીમાં પ્રવેશાય છે. સમતાથી પિતાના આત્માની ઉચ્ચતાની સાથે જગતના જીવોની ઉન્નતિ કરી શકાય છે, માટે સંસારને સુધારે અને સંસારમાં સહજસુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે, સમતાને પ્રાપ્ત કરવાની ખાસ જરૂર છે.
સમતાના પરિણામથી ઘરસંસારમાં પણ સર્વની સાથે પ્રેમ જળવાઈ રહે છે અને સર્વ જી ની સાથે એકસરખે સમાનભાવ વર્ત
For Private And Personal Use Only