________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૭) જેમ વર્ષીકાલમાં વૃષ્ટિથી બચી શકાય છે, તેમ પ્રમાદદશાના હેતુઓની સામગ્રીના કાલમાં ખરેખર આત્મગુણોની શુદ્ધિ કરવા ગુદિ પુષ્ટ નિમિત્તહેતુઓની આવશ્યકતા છે. આત્માના ગુણેની સદાકાલ ભાવના કરવી જોઈએ. ઉંઘમાં પણ આત્માના શુદ્ધગુણેનું સ્વપ્ર આવે અને બાહ્યપદાર્થોનું સ્વમ પણું ન આવે એવી ઉત્તમ ભાવનાને અનુભવ આવે તે પણ,–પુષ્ટ હેતુઓનું અવલંબન ન ત્યજવું જોઈએ. મનુષ્ય, આત્માની શુદ્ધ ભાવના સદાકાલ રાખવાને માટે પોતાની ચારે બાજુએ શુદ્ધ ભાવનાના હેતુઓને રચીને અને અશુદ્ધ ભાવનાના હેતુ ઓને પણ શુદ્ધ ભાવનાના હેતુઓ તરીકે પરિણુમાવવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. પિતાની આત્મશુદ્ધતાની પ્રાપ્તિ માટે ઉત્તમ ગુણેની વાસનાઓ એવી દઢ રીતે કરવી છે, જેથી પરભવમાં કેઈ ઠેકાણે જન્મ થતાં તુર્ત શુદ્ધભાવનાના હેતુઓ આવીને મળે. આ ભવમાં જેઓને અધ્યાત્મ–શુદ્ધભાવની સામગ્રી મળી હોય છે, તેઓએ પૂર્વભવમાં આત્માના શુદ્ધધર્મના હેતુઓનું અવલંબન કરેલું હોવું જોઈએ. આત્માના શુદ્ધધર્મની રમણતા આભવમાં અપ્રમત્તદશાથી કરવામાં આવશે તો ભવિષ્યમાં જે ભવ પ્રાપ્ત થશે તેમાં જરૂર આત્માના શુદ્ધ જ્ઞાનાદિ ધર્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન થવાનો; આ ભવમાં જ્યાંથી શુદ્ધ ધર્મને અભ્યાસ અધુરે રહ્યો હશે ત્યાંથી, પરભવમાં તે અભ્યાસ શરૂ કરી શકાશે. આ ભવમાં અમૃતસમાન એ પ્રભુવાણુને સાર ખરેખર શુદ્ધાત્મ ધર્મરમણુતા છે; એમ હૃદયમાં દઢ વિશ્વાસ ધારણ કરીને સાધ્યની સિદ્ધિ કરવા આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગમાં સદાકાલ રમણુતા કરવી. રાગ દ્વેષની પરિણતિ ક્ષણે ક્ષણે ટળે એવો આત્માને શુદ્ધ ઉપયોગ આદરવો જોઈએ.
શ્રીમદ્ આનન્દઘનજીને કહેવાનો આશય પણ એજ પ્રતિભાસે છે. નિજ ગુણ સ્થિરતામાં ઉત્કટ પ્રેમ ધારણ કરનાર શ્રી મને, આગના સારભૂત શુદ્ધાત્મસ્વરૂપમાં રમણતા કરવાનું ગમતું હતું. આપણે તે માર્ગના અભિલાષી છીએ. પ્રત્યાહાર, ધારણું ધ્યાન અને સમાધિવડે આત્માને શુદ્ધ ગુણોમાં રમણતા કરીને, સહજ આત્યંતિક અખંડ એવું નિત્ય સુખરૂપ-અમૃતનું પાન કરવું તેજ પ્રાપ્તવ્યમાં પ્રાપ્તવ્ય કાર્ય છે. શ્રીમદ્ આનન્દઘનનું સાધ્ય બિન્દુ અને આપણું સાધ્યબિન્દુ એ જ છે. વિશેષતઃ કથીએ તે સકલ જ્ઞાનીઓનું સાધ્યબિન્દુ એકજ છે. આત્માના શુદ્ધ પર્યાય કરવામાટે સંગ્રહાયની દષ્ટિવડે આ ભાનું ધ્યાન ધરવું. નૈગમનયની કલ્પનાયોગે રાગદ્વેષવડે જે જે કર્મ બાંધ્યાં હાય! તેને નાશ કરવાને માટે, સંગ્રહનયવડે આત્માની સત્તાનું
For Private And Personal Use Only