________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૯) ગુણસ્થાનકથી પાંચમા ગુણસ્થાનકમાં ગમન કરીને અવિરતિપણાને ત્યાગ કરે છે. એકદેશથી આત્મા પિતાને ઉત્સર્ગ ધર્મ પ્રગટાવવાને પ્રયત્ન કરે છે અને દેશથકી પરભાવથી વિરામ પામે છે. આત્મા જે જે અંશે રાગદ્વેષરૂપ પરમતાથી વિરામ પામે છે, તે તે અંશે પોતાના ગુણમાં રમણતા ધારણ કરે છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં સ્થલ-બા ભાવથી આત્મા સર્વ પ્રકારે વિરામ પામે છે અને તેથી છ સર્વવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં જેટલી પરંભાવથી વિરામતા પામી શકાય છે તેટલી જ આત્માના ઉત્સર્ગ ધર્મમાં રમણતા થાય છે. ચોથા ગુણસ્થાનકની મતિ કરતાં પાંચમાં ગુણસ્થાનકની મતિમાં વિશેષ શુદ્ધિ હોય છે. પાંચમા ગુણસ્થાનકની સમ્પમતિની શુદ્ધિ કરતાં, છઠ્ઠા ગુણસ્થાનકની સમ્યગૂમતિની અનન્તગુણવિશેષ શુદ્ધિ, ખરેખર–ચારિત્ર ગુણની અપેક્ષા હોય છે. ચેથા ગુણસ્થાનકથી ઉપ
માદિ નિશ્ચય સમ્યકત્વ હોય છે. વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્ષિાના કાલે, જે મતિ હોય છે તેના કરતાં ઉપશમાદિ સમ્યકત્વ અને છઠ્ઠા ગુણસ્થાનકના ચારિત્રને સ્પર્શ કરનારી મતિ અથવા બુદ્ધિ અનંતગુણી શુદ્ધતાવાળી હોય છે. તેવી સમ્યગુમતિ પોતાની સ્થિતિ જણાવીને અતરાત્મસ્વામિની સાથે આતરિક ચારિત્રરૂપ રમણતાને ધારણ કરતી હતી, પિતે નીચે પ્રમાણે કથે છે. नहीं जाउ सासरीये ने नहीं जाउ पीयरीये, पीयुजीकी छेज बिछाई। आनन्दघन कहे सुनो भाइ साधुतो, ज्योतसेज्योत मिलाई ।।
શ૦ || ૬ | ભાવાર્થ-સમ્યગુમતિ કથે છે કે, હવે હું અપ્રમત્ત દેશાની આવસ્થા પ્રાપ્ત કરી નિશ્ચય સમ્યકત્વનું કારણ એવા વ્યવહાર સમ્યકત્વ શ્વસુર અને બાહ્ય ધર્મક્રિયારૂપ થશ્નરની પાસે જવા માટે ઇચ્છતી નથી, તેમજ હવે હું બહિરાત્મભાવરૂપ વા મેહભાવરૂપ પિયરીયામાં જવાની નથી; હવે તે હું મારા અન્તરાત્મપતિની શુદ્ધ સમતારૂપ શવ્યા બિછાવીને પ્રિય એવા આત્મસ્વામિની સાથે સદાકાલ આનન્દમાં રમણતા કરીશ. આનન્દઘન એવા આનન્દઘનજી કથે છે કે, સમ્યક્રમતિ અથવા પશમ ભાવની શુદ્ધચેતના આ પ્રમાણે પોતાના આત્મ સ્વામિની સાથે રમણતા કરે છે તે, હે સાધુઓ ! અન્તરાત્મા પરમાત્મારૂ બનીને સિદ્ધમાં અનેક સિદ્ધોની સાથે સાદિઅનન્તમાં ભાગે મળે છે અને ત્યાં સમયે સમયે અનન્ત સુખને ભાગ લે છે.
ઉચ્ચ ગુણસ્થાનકપર અપ્રમત્ત દશામાં ચઢેલી સમ્પમતિ ખરેખર સાતમા ગુણસ્થાનકના અપ્રમત્ત ભાવને પામી, નીચેના ગુણસ્થા
ભ. ૬૨
For Private And Personal Use Only