________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) નકમાં ગમન કરવાને સ્પષ્ટ ના કહે છે. અમૃતનો આસ્વાદ કરીને કેણ વિષના પ્યાલા પીવાની ઈચ્છા કરે ? શ્રીમદ્ આનન્દઘનજીએ સાતમા ગુણસ્થાનકનો–શુદ્ધોપયોગની ધારાએ વખતો વખત અનુભવ કર્યો હોય ! એવો આ ઉપરથી ભાવાર્થ અનુમાનવડે ખેંચી શકાય છે. આ કલમાં સાતમા ગુણસ્થાનકથી ઉપરનાં ગુણસ્થાનક પ્રાપ્ત થતાં નથી. શ્રીમદે સમ્પમતિનો ચિતાર આપીને પશ્ચાત્ એ પ્રમાણે સમ્યક્રમતિનો અન્તરાત્માની સાથે રમતારૂપ સંબધ રહે, તે અતે કેઈ ભવમાં સિદ્ધસ્થાનમાં સિદ્ધ પરમાત્માઓની સાથે પોતાનો આત્મા પણ પરમાત્મારૂપ થઈને રહે એ ઉલ્લેખ કર્યો છે. માને કે તેમણે પોતાનામાટે તેમ લખ્યું નથી ! કિન્તુ સમ્યગુમતિ અને અન્તરાત્માની દશાપરત્વે તે લખ્યું છે, એમ હોય તોપણ આત્માની પરમાત્મદશા થાય છે અને તે સિદ્ધ સ્થાનમાં એક સમયમાં ગમન કરીને અનન્ત સિદ્ધોની સાથે વાસ કરે છે; એ ભાવાર્થ સહેજે તરી આવે છે. સાતમા ગુણસ્થાકમાં આત્માની અપ્રમત્ત દશા રહે છે એમ છ3 ગુણસ્થાનકની અપેક્ષાએ અવબોધવું. અન્તરાત્માના સ્વરૂપમાં રમણતા કરતી એવી સમ્યકમતિને બાહ્ય વ્યાવહારિક સ્થલ ક્યિા વગેરેમાં રમતા કરવાનું ગમતું નથી. આન્તરિક શુદ્ધ ધર્મમાં રમણતા કરવી એજ સમ્યક્રમતિને ગમે છે અને તેને તેવી દશામાં વ્યવહારની-સ્કૂલ નિમિત્ત હેતુઓની કડાકૂટ ગમતી નથી. જેમ જેમ અન્તરમાં ઊંડા ઉતરવાનું થાય છે અને તેમાં અત્યન્ત આનન્દરસ અનુભવાય છે, તેમ તેમ પૂર્વે આરભાયેલી સ્થલ ક્રિયાઓમાં અપ્રમત્ત દશાવાળાને રૂચિ પડતી નથી. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં જ્યાં સુધી સ્થિતિ થાય છે, ત્યાં સુધી પ્રતિકમણ વા પ્રતિલેખના વગેરે બાહ્ય ધર્મક્રિયાઓ નથી; એમ ગુણસ્થાનકમારેહ નામના રતશેખરસૂરિ કૃત ગ્રન્થમાં દર્શાવ્યું છે. અપ્રમત્ત દશારૂપ ધ્યાન સમાધિમાં નિમગ્ન થએલા મહાત્માઓને છઠ્ઠા ગુ
સ્થાનકમાં પણ આવવાનું ગમતું નથી, તેમજ પ્રતિલેખનાદિ કિયાઓ ઉપર તે વખતે લક્ષ્ય હેતું નથી. સાતમા ગુણસ્થાનકની પરિણતિ ટળતાં ધ્યાન સમાધિનો ઉપયોગ ટળે છે અને તેથી છઠ્ઠા ગુણસ્થાનકમાં આવતાં તે ગુણસ્થાનકના વ્યવહાર અધિકારગે પ્રતિ લેખનાદિ ક્રિયાઓ કરવામાં આવે છે. પ્રમત્તદશા કરતાં અપ્રમત્તદશામાં અનતગુણવિશેષ અધ્યવસાયની શુદ્ધિ હોય છે, અને જ્યારે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું ઐકય થાય છે ત્યારે, આત્મા પિતાની સહજ સમાધિદશાને પ્રાપ્ત કરે છે. અન્તરમાં શુદ્ધોપગભાવે વર્તતી એવી સહજ સમાધિદશાને પામીને આનન્દરૂપ અમૃતરસનું પાન કરી શકાય છે અને તેથી આત્માનું
For Private And Personal Use Only