Book Title: Anandghanpad Sangraha Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 749
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯ર) પરીક્ષા કરે! તેવી પરીક્ષા ખરેખર ઉત્તમ જ્ઞાનયોગીના આત્માની બાહ્ય દષ્ટિધારક દુનિયા કરી શકે ! અધ્યાત્મ યોગીએ આત્માના ધ્યાનમાં એટલાબધા ઉંડા ઉતરી જાય છે કે, તેથી બાહ્ય ષ્ટિના વિચારે સાથે તેના વિચારોનું મહાત્ અન્તર દેખાય છે. દુનિયા પ્રવૃત્તિમાર્ગની ઉપાસક હોય છે ત્યારે, તેઓ નિવૃત્તિમાર્ગના ઉપાસક હોય છે. દુનિયાની ક્રિયા કરતાં તેઓની મન, વાણી અને કાયાથી થતી ક્યિા અનન્તગુણ શુદ્ધ અને ઉત્તમ હોય છે. અધ્યાત્મ યોગીઓના હૃદયમાં ઉત્તમ વેશ્યા હેય છે; તેઓ દુનિયાને સહજ સુખને રાજમાર્ગ દેખાડે છે અને દુનિયાને ઉપરના ગુણસ્થાનકપર ચઢાવવા પ્રયત્ન કરે છે, ઉત્તમ જ્ઞાનના અનુભવવડે મુનિવરે મેહની વાસનાઓને હઠાવે છે. તેઓ મનમાં પ્રગટ થતા વિકલ્પ સંક૯પને છેદવા પ્રયત્ન કર્યા કરે છે. દુનિયાના પદાર્થોની મહવાસનાઓને ક્ષય કરવા તેઓ આન્તરિક પ્રયતને સેવ્યા કરે છે. ઉત્તમ મુનિવરો અન્તરથી અલિપ્ત રહીને જૈનધર્મની સેવા કરે છે અને કેઈ વખત તે પ. દેશિક કૃત્યથી પણ નિવૃત્ત થઈને આત્મધ્યાનમાંજ નિમગ્ન થઈ જાય છે. આખી દુનિયામાં તેઓને કેઈપણુ જડ પદાર્થ ઉપર પ્રેમ લાગત નથી, તેમ છતાં તેઓ નિષ્કામ આત્માના શુદ્ધ પ્રેમસાગરમાં ઝીલતા હોય છે. મિષ્ટાન્નપાકનાં શાસ્ત્રોને વાંચવાથી વા મનન કરવાથી મિષ્ટાન્નરસને અનુભવ આવતા નથી, પણ મિષ્ટ ભેજનને જમવામાં આવે છે તો મિણરસને સ્વાદ ખરેખર આસ્વાદી શકાય છે. જગતમાં કેટલાક અધ્યાત્મ શાસ્ત્રો અને યોગશાસ્ત્ર દ્વારા આત્માના સુખનું જ્ઞાન કરે છે, તેઓ આધ્યાત્મિક શાસ્ત્રોના પઠનમાત્રથી અધ્યાત્મજ્ઞાનીઓ કથાય છે, પણ વસ્તુતઃ તેઓ અધ્યાત્મ શાસ્ત્રો દ્વારા અન્તરમાં ઉપગભાવે રહીને અધ્યાત્મરસને અનુભવ લેઈ શક્તા નથી તેથી તેઓ દ્રવ્યતઃ અધ્યાત્મજ્ઞાનીઓની ગણનામાં ગણું શકાય છે. જેઓ અધ્યાત્મ શાસ્ત્રોનું વાંચન કરીને અન્તરમાં તે પ્રમાણે ઉંડા ઉતરીને, ખરેખર આત્મસુખનો અનુભવ લેવા સમર્થ થાય છે, તેઓ ભાવની અપેક્ષાએ અધ્યાત્મજ્ઞાનીઓ ગણાય છે. દ્રવ્ય તે ભાવના કારણભૂત થાય છે. જેઓ અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણું વાચન અને મનન કરતા નથી તેઓ આત્માના શુદ્ધાનંદના ભગી બની શકતા નથી. અધ્યાત્મ શાસ્ત્રો વા યોગશાસ્ત્રોનું અધ્યયન કરનારાઓ એકદમ ભાવથકી અધ્યાત્મગુણને પ્રાપ્ત કરી શક્તા નથી. પાકશાસ્ત્રોનો અભ્યાસ કરીને પાકને આસ્વાદવાથી શાન્તિ વળે છે, તેમ અધ્યાત્મ શાસ્ત્રોનો અભ્યાસ કર્યા બાદ પણ અધ્યાત્મસુખ પ્રાપ્ત કર્યાથી ખરી શાન્તિ મળે છે. મુનિવર થઈને ઉત્તમ એવું અધ્યાત્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812