________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૬). પેઠે કામ પુરુષને ચિંતાઓ બાળે છે, તેમ દુર્ગુણેને શેયરૂપ ધારીને તેઓનું અવગ્રહ, ઈહા, અપાય, અને ધારણારૂપે જ્ઞાન કરીને, તેઓને મનમાં રમાવ્યાથી નિરપેક્ષ બુદ્ધિવાળાને તે દુર્ગુણોની વાસના પ્રકટ થઈને બીજના વૃક્ષની પેઠે દારૂણ વિપાક દેખાડે છે, માટે દુર્ગણેનું
સ્મરણું મૂકીને સગુણાનું જ મનન-સ્મરણ કરવું જોઈએ. આત્માને પણ વસ્તુતઃ સ્વભાવ (નેચરલ) એ છે કે, એકલા સદ્ગણોના મનન અને સ્મરણથી તેને આનન્દ મળે છે. જ્ઞાનાદિ સગુણેનું મનન અને સ્મરણ કરવાથી આત્મિકવીર્ય શુદ્ધવિર્યપણે પરિણમે છે અને તેથી દુર્ગણેના રસ મેળા પડે છે, અને અને દુર્ગણોની વાસનાઓને પણું ક્ષય થઈ જાય છે. કેઈના પણ દર્ગનેને જોવાની ટેવ પડવાથી–દેખનારના મનમાં દુર્ગાનું મનન મરણ થવાથી–તેના આત્મામાં દુર્ગાની વાસનાઓ પ્રગટે છે અને તેથી–અન્યના દા દેખવાથી અને તેનું મનન કરવાથી–તે તે ગુણે, જેનારમાં પ્રકટી નીકળે છે. અનુભવીઓ આ બાબતને સમ્યગરીત્યા અનુભવથી અવબધી શકે છે. મનુષ્યોએ સગુણ થવું હોય તો દુર્ગુણની ભાવના છેડીને સગુણેની ભાવના ભાવવી જોઈએ. જેઓ શુકલધ્યાનને ધ્યાવનારાઓ હોય છે, તેઓ પણ દુર્ગા સંબંધી વિચાર કરતા નથી. તેઓ આત્માના દ્રવ્યગુણ અને પર્યાયનો વિચાર કરે છે. ઉત્તમ સ્થાન ધરનારાએ ઉપર્યુક્ત દુર્ગણેનું સ્મરણ ભૂલી જઈને સિદ્ધપરમાત્માનું ધ્યાન ધરે છે, અથવા સંગ્રહનયની અપેક્ષાએ પિતાના આત્માને સિદ્ધસમાન ભાવીને સત્તામાં રહેલા જ્ઞાનાદિ સદ્ગુણેને આવિર્ભાવે (પ્રગટભાવે) કરે છે. જે જે ગુણેનું મનન-સ્મરણ કરવામાં આવે છે, તે તે ગુણોની પ્રકટતા કરવામાં આત્મવીર્યનું પરિણમન થાય છે. આત્માના જે ગુણનું આત્મબળથી મનન-મરણ અને નિદિધ્યાસન થાય છે તે તે ગુણને દરરોજ આ પ્રમાણે અભ્યાસ થવાથી–તે તે ગુણની અન્ય ગુણ કરતાં વિશેષ પ્રકારે પ્રકટતા દેખવામાં આવે છે. પ્રથમ સત્ય, પ્રમાણિકતા, આદિ નીતિના ગુણે પ્રકટાવીને આત્માના શુદ્ધગુણેની વૃદ્ધિ કરવામાં ધારણા, ધ્યાન અને સમાધિનો ઉપગ કરવો. ધારણા, ધ્યાન અને સમાધવડે શુદ્ધગુણેમાં અહર્નિશ પરિણમવાથી આત્મવીર્યથી તે તે ગુણોને અ૫કાલમાં પ્રગટાવી શકાય છે; આ બાબતમાં જ્ઞાનીઓનો અનુભવ પ્રમાણભૂત છે અને તે બાબતમાં આગમે પણ સાક્ષી પૂરે છે. આત્માના ગુણેને શુદ્ધગુણરૂપે પ્રકટાવવા તેમાં ગુણેજ ઉપાદાનકારણરૂપે પરિ
મે છે અને દેવ-ગુરૂ અને આગમનું અવલંબન તે નિમિત્તરૂપે પરિણમે છે. નિમિત્ત કારણની પ્રમાદદશામાં ઘણું જરૂર છે. છત્રીથી
For Private And Personal Use Only