________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૪ )
કસ્તુરીની ચારી પકડવા માટે અમરકોષ વનસ્પતિના ધુમાડો કરે છે. ગમે તેટલા સામે વાયરા વાયા છતાં અમરકોષના ધુમાડો જેના ઘરમાં વનસ્પતિ હોય છે તેના ઘરમાં પ્રવેશ કરીને જ્યાં કસ્તુરી રાખામાં આવી હોય છે ત્યાંજ ચારે તરફ પરિભ્રમણ કર્યાં કરે છે; તેથી રાજાના મનુષ્યા જેણે ચારી કરી હાય છે તેના ઘરમાં પ્રવેશીને કસ્તુરીના ગેટાને ગ્રહણ કરી લે છે. તે પ્રમાણે જ્ઞાનાદિ સદ્ગુણેાની વાસના પણ આવતા ભવમાં આત્મામાં તે તે ગુણાને પ્રગટાવવા સમર્થ થાય છે. તે ઉપર રજત્ત્વનામના કવિએ એક નીચે પ્રમાણે દુહા કથ્યા છે. અમરકોષકા ધૂમ્ર જ્યું, મૃગમદ ઢુંઢન જાય, રજવભક્તિ આદિકી, આલેઆલ મિલાય || ૧ ||
જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ સદ્ગુણાના અભ્યાસ પણ ભવિષ્યના ભવમાં પુનઃ પ્રગટ થાય છે અને તે તે ગુણેાની વૃદ્ધિના અભ્યાસ કરી શકાય છે. આત્માના કોઈપણ ગુણને અભ્યાસ કરેલા નકામા જતા નથી. ક્ષયાપશમભાવવડે જે જે ગુણાની આરાધના કરવામાં આવે છે, તે તે ગુણેાની આત્માની સાથે વાસના રહે છે અને તે ભવિષ્યભવમાં સંસ્કારોના બળથી તે તે ગુણેાના પ્રકાશ વધતા જાય છે. લાખા વા કરોડો ઉપાયો સેવીને પણ આત્માના શુદ્ધ સદ્ગુણાને પ્રકટાવવા પ્રયત્ન કરવા જોઈએ.
દુર્ગુણ્ણાના અભ્યાસથી દુર્ગુણ્ણાના સંસ્કારો પડે છે અને તેના સંયોગા મળતાં તે તે પ્રકારના દુર્ગુણો પુનઃ પ્રકટી નીકળે છે. દુર્ગુણાની વાસના પૂર્વભવામાંથી આત્માની સાથે આવે છે. આ ભવમાં જે જે દુર્ગુણાની વાસનાઓને પ્રકટાવનારી સામગ્રી ભેગી થાય છે, તે તે દુર્ગુણ્ણા પ્રકટી નીકળે છે, તેથી એમ નહિ અવબેાધવું કે મારામાં અન્ય દુર્ગુણા નથી. દુર્ગુણેના અભ્યાસથી મતિના ચાર ભેદ પણ, તે તે દુર્ગુણાને જ્ઞેયરૂપધારીને રાગદ્વેષ યોગે અશુદ્ધતાને પ્રાપ્ત કરે છે. આત્માનું વીર્ય પણ દુર્ગુણેામાં ભળી જઇને દુર્ગુણામાં બળ અર્પે છે અને તેથી તે તે દુર્ગુણાના નાશ કરવા માટે અને તે તે દુર્ગુણાના વા સંસ્કારોના ક્ષય કરવા માટે, દુર્ગુણાના ખળ કરતાં લાખ વા કરોડ ઘણા ઉદ્યમ કરવામાં આવે છે ત્યારે, તે તે દુર્ગુણાના નાશ થાય છે. અશુભ નિમિત્ત સંયોગા મળતાં દુર્ગુણ્ણાની વૃદ્ધિ થતી જાય છે. દુર્ગુણાની પરિણતિની વૃદ્ધિ ન થાય તેવા ઉપાયે। આદરવા જોઈએ. આગમેાનું પરિશીલન અને સદ્ગુરૂ સમાગમવિના દુર્ગુણાની વાસનાઓને ક્ષય થતા નથી. માહાદિ પ્રકૃતિયાના ક્ષય કરવાની ઇચ્છાવાળા મનુષ્યે, શ્રી સદ્ગુરૂ આદિ શુભ નિમિત્તોનું અવલંબન સદાકાલ કરવું જોઇએ. પ્રથમ તે વ્યવહારનય
For Private And Personal Use Only