________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૩ )
રમણુતા કરતાં આત્માના ગુણાનેજ જ્ઞેયરૂપે ધારવામાં આવે છે અને તેથી પરોક્ષ બુદ્ધિદ્વારા સંસ્કાર પણ અહર્નિશ આત્માના શુદ્ધસ્વરૂપના પડવાથી, પરભવમાં તુર્ત આત્મધર્મની પ્રાપ્તિ થાય છે અને સંયેાગા પણ આત્મધર્મની શુદ્ધિ થાય તેવા મળી આવે છે. મતિ જ્ઞાનના ચાર ભેદ પણ આત્મારૂપ જ્ઞેયમાં પરિણમવાથી રાગ દ્વેષની પરિણતિ બહુ લુખી પડતી જાય છે અને અન્તે તેનેા સર્વથા પ્રકારે ક્ષય થાય છે. કમ્મપયડી નામના ગ્રન્થમાં આત્માના અધ્યવસાયાનું બહુ સૂક્ષ્મરીતિથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આત્માને શેયરૂપ ધારીને વારંવાર આત્માનું ધ્યાન ધરવાથી અનંતિ કર્મની વર્ગાએ ખરવા માંડે છે અને આત્માનુંજ પરભવમાં વિશેષત: આરાધન કરવામાં આવે છે. યાતા-ધ્યેય અને ધ્યાનનું એકય જેટલા કાલસુધી-પરોક્ષ દશામાં પણ—રહે છે તેટલા કાલ પર્યન્ત આત્માના સહજ સુખની ખુમારીના અનુભવ આવે છે. આત્મધર્મની પ્રાપ્તિમાટે નિમિત્ત કારણેાનું અવલંઅન કરવામાં આવે છે; આત્માનેજ સાધ્ય માનીને અવર નિમિત્તોનું અવલંબન કરવું એજ જૈનાગમાના ઉદ્દેશ છે. આગમરૂપ ભગવાનની વાણીને દેહીને આત્માના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરવી, એજ અમૃતરસ કાઢવાના છે. આત્મદ્રવ્યના ગુણુપર્યાયની શુદ્ધિ કરવી એજ આગમાના સાર છે. આત્માની શક્તિયાને ખીલવવામાટે રૂપસ્થાદિક મ્યાન ક્રિયાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
.
આત્માના જ્ઞાનાદિ ગુણાના અભ્યાસ કરવામાં પ્રમાદદશાના પરિહાર કરવા જોઇએ. આત્માના ગુણેાની શ્રદ્ધા ધારણ કરીને તે તે ગુણાને ચિત્તમાં રમાવવાથી, પરભવમાં પણ તે તે ગુણેાની રૂચિ ચિત્તમાં ઉત્પન્ન થાય છે. પૂર્વભવની વાસનાથી આ ભવમાં જે જે આખતની વાસના પ્રગટી હોય છે, તે તે બાબતમાં રૂચિ અને પ્રવૃત્તિ થાય છે. આ ભવમાં વ્યવહાર અને નિશ્ચયથી જ્ઞાન-દર્શન અને ચારિત્રરત્નનું અત્યંત પ્રેમથી આરાધન કરવામાં આવશે તે, પરભવમાં પણ તેના સંસ્કારોના ચગે જ્ઞાનદર્શન અને ચારિત્રનીજ આરાધના ઉપર પ્રેમ પ્રગટવાના અને તેનેાજ અભ્યાસ થવાને; એમ હૃદયમાં પરિપૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી. આ સિદ્ધાન્ત ઉપર અમરકોષ વનસ્પતિના ધુમાડાનું દૃષ્ટાન્ત નીચે મુજમ થવામાં આવે છે.
નેપાલદેશમાં કસ્તુરિયામૃગા ઉત્પન્ન થાય છે. અમરકોષ નામની એ વનસ્પતિનું ભક્ષણ કરવાથી મૃગેની ડુંટીમાં કસ્તુરીના ગેટા ઉત્પન્ન થાય છે. કેટલાક લોકો કસ્તુરીયામૃગની કસ્તુરીના ગોટાને ચારી જાય છે. રાજાને ત્યાં ફરીયાદ કરવામાં આવે છે ત્યારે, રાજા
For Private And Personal Use Only