________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૧ ).
તંતે નથી. આત્માના શુદ્ધસ્વરૂપના ઉપગમાં, મન, વાણી અને કાયાની મમતાનો વિકલ્પ રહેતું નથી. આત્માના શુદ્ધસ્વરૂપના ઉપ
ગમાં રાગદ્વેષની મલીનતાને ભાવ રહેતો નથી. આત્માના શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં આધિ, વ્યાધિ અને ઉપાધિની ફુરણું રહેતી નથી. આત્માના શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં સ્થિર રહેતા નાના અને મેટાનો ભેદ વર્તતે નથી. આત્માને શુદ્ધોપયોગમાં સ્થિરતા થતાં વિકલ્પ સંકલ્પની પરંપરાઓનું ઉત્થાન થતું નથી. આત્માના શુદ્ધધર્મના ઉપયોગમાં સ્થિર થઈ જતાં દયેય, ધ્યાન અને ધ્યાતાનું ઐયા થઈ જાય છે. આત્માના શુદ્ધધર્મોપગે રમણુતા કરતાં આત્માના અનન્ત વીર્યગુણને પરભાવથી દૂર કરીને આત્માના શુદ્ધધર્મમાં પરિ. માવી શકાય છે. આત્માના શુદ્ધોપગમાં સ્થિર રહેવાથી આત્માને અચલ ગુણ પ્રાપ્ત કરી શકાય છે. પુદ્ગલના અનેક પ્રકારના પર્યાય તે હું નથી અને તેમાં જરા માત્ર પણ સુખ નથી; એમ આમાથી નિશ્ચય કરીને આત્માના ધર્મમાં ઉપયોગ ધારણ કરીને શુદ્ધસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. અધ્યાત્મ અને યોગના માર્ગવડે આત્માના ઉપશમાદિભાવને પ્રાપ્ત કરે છે. અનાદિકાલથી ઔદયિકભાવમાં પરિણમન થયું છે તેને પરિહાર કરવાને આમાથી જીવ પોતાના સહજ શુદ્ધગુણની રમણુતામાં તન્મયપણે પ્રવર્તે છે. આમાથી જીવ જાણે છે કે, આગમોનો સાર એ જ છે કે આત્માના સહજ ગુણેને પ્રકટ કરવા. આત્માને આત્મભાવે પરિણુમાવીને આત્મામાં રહેલી પરમામતા પ્રગટ કરવી એજ આગને વલોવીને શુદ્ધ અમૃત કાઢવાનું છે. વિવેકી આત્માથી મનુષ્ય પોતાના શુદ્ધધર્મથી વિરૂદ્ધ એવા રાગ, દ્વેષ, ઈષ્ય, કામગ વગેરેમાં અંશમાત્ર પણ રૂચિ ધારણ કરતે નથી. શ્રુતજ્ઞાની આત્માથી છવ, પિતાના શુદ્ધધર્મના ઉપયોગબળે રમણતા કરે છે. આત્માથી જ્ઞાની, પોતાના અસંખ્ય પ્રદેશને ઘર માને છે અને પ્રતિ પ્રદેશે રહેલા અનંત ગુણેને ખરી રૂદ્ધિ માની તેના ઉપગરૂપ અન્તદૃષ્ટિને ધારણ કરે છે. પોતાના આત્માને સત્તાએ પરમાત્મરૂપ માનીને તેનું ધ્યાન ધરે છે. તે જાણે છે કે, મારે આત્મા શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ દેવ છે. મારો આત્માજ નિશ્ચયનયની અપેક્ષાએ ભારે ગુરૂ છે. મારે આત્મા તે નિશ્ચયનયની અપેક્ષાએ ધર્મરૂપ છે; મારા આત્માને છેડીને-જડ વસ્તુમાં ધર્મ રહેતો નથી. મારે આત્માજ જ્ઞાનમય હાવાથી બ્રહ્મા છે. મારે આત્મા જ પિતાના જ્ઞાનાદિ અનંત ગુણરૂપ સૃષ્ટિને કર્તા અને કર્મસૃષ્ટિને હર્તા છે. ભારે આત્મા જ લોકાલેકને જ્ઞાનગુણુવડે પ્રકાશ કરનાર હોવાથી વિષ્ણુ છે. સર્વ શેયપદાર્થોને
ભ. ૬૧
For Private And Personal Use Only