________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯ )
જે
આગમાનું ઉપરચોટીયું જ્ઞાન પ્રાપ્ત કરીને અસંયતિપામાં પેાતાને વંદાવે છે, પૂજવે છે અને અસંયતિના આશ્ચર્યને પ્રવર્તાવે છે, તે આગમામાંથી છાશ જેવા અસારભાગને ગ્રહણ કરનારા નવા. જે ઉત્સૂત્ર ભાષણ કરે છે અને વિપરીત પ્રવૃત્તિને આદરે છે તે છાશ જેવા અસાર ભાગને ગ્રહણ કરનારા જાણવા. આગમાના આશ્રય લઇને જે સાંસારિક ભાગોમાં તેઓના ઉપયોગ કરે છે, તે પણ ઘણા કાળ પર્યન્ત સંસારમાં પરિભ્રમણ કરનારા જાણવા. મેક્ષના હેતુભૂત આગમાને જે આશ્રયના હેતુરૂપે પરિણુમાવે છે તે પણ અસારભાગ ગ્રહણ કરનારા જાણવા. જે સિદ્ધાન્તાના આશ્રય કરીને નામ કીર્તિની લાલસાએ તેના દુરૂપયોગ કરીને કામભોગમાં પ્રવૃત્તિ કરે છે, તેઓ પણ અસારભાગને ગ્રહણ કરનારા અવબેાધવા. જે આગમા વાંચીને તેવડે લક્ષ્મી ઉપાર્જન કરીને અનેક પ્રકારના પાપના આરબ આદરે છે, તેઓ પણ અસારભાગને ગ્રહણ કરનારા અવધવા.
આગમાનું વા સિદ્ધાન્તાનું શ્રવણ તથા મનન કરીને તેમાંથી સદ્ગુણા ગ્રહણ કરવા જોઇએ. સમ્યકત્વ, દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ત્યાગ, વૈરાગ્ય, શુદ્ધપ્રેમ, પૂજા, ભક્તિ, સદાચાર, પરોપકાર, પ્રમાણિકતા, અને મૈત્રીભાવના, આદિ ગુણાને પ્રાપ્ત કરવા એજ સિદ્ધાન્તાના સાર છે. સિદ્ધાન્તનું શ્રવણુ કરીને મનુષ્યોએ, આદેય તત્ત્વાનું ગ્રહણ કરવું. જે લોકો પોતાના તુચ્છ સ્વાર્થીની પૂર્તિનેમાટે ધર્મના આચાર સેવે છે, તે પણ અસારભાગને ગ્રહણ કરનારા જાણવા. જેએ પેાતાના ગુજરાનનેમાટે ધર્મના નામે મનઃકપિત ગ્રન્થાની રચના કરીનેકપિત પાખંડ પન્થા ઉભા કરીને-ભક્તોના ઘરમાંથી ધન કઢાવીને, પોતે ધનપતિ એવા ગુરૂ અની બેસે છે, તેઓ કાચના કકડાની પેઠે ધર્મની કિંમત આંકે છે. જેઓ સદ્ગુણેના ત્યાગ કરીને દુર્ગુણાના સ્વીકાર કરે છે, તે કાકની પેઠે અસારભાગ ગ્રહણ કરનારા જાણવા. જેઆ ચાલણીની પેઠે ગુરૂના ઉપદેશમાંથી અસારભાગને ગ્રહણ કરે છે, તે અમૃતા ત્યાગ કરે છે અને છાશને ગ્રહણ કરે છે, એમ અવબેાધવું. આગમાની માન્યતામાં નિરપેક્ષ બુદ્ધિથી પ્રવતૅનારાઓ સમ્યક્ પ્રકારે પદાર્થનો નિશ્ચય કરી શક્તા નથી અને નયાની અપેક્ષાવણ એકાન્તે મનમાન્યા અર્થ ઉભા કરીને-પરસ્પર તકરારો કરીને, તેમાં ઘણુંખરૂં જીવન વ્યતીત કરનારાએ આત્માનું કલ્યાણુ કરવાને સમર્થ થતા નથી, અર્થાત્ આત્માની શુદ્ધિ કરીને સહજ સુખરૂપ અમૃત પ્રાપ્ત કરવાને શક્તિમાત્ બનતા નથી. નયાની સાપેક્ષાએ આગમામાં પ્રતિપાદિત પદાર્થોનું સ્વરૂપ જે સમજે છે, તેઓ અનેકાન્તવાદી હોવાથી કદા
For Private And Personal Use Only