________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૭ ) અવધો . સિદ્ધાન્તમાંથી સાર ખેંચ તે-દહીંમાંથી માખણ અથવા ઘીને કાઢવાની ઉપમાને ધારણ કરે છે. અનેક મનુ આગમ વાંચે છે, પણ વિરલ મનુષ્યો તેમાંથી સાર ખેંચી શકે છે. કેટલાક મનુષ્ય આગમોને વાંચે છે વા સાંભળે છે પણ તેને સાર શું છે? તે સમ્યક રીત્યા અવબોધી શકતા નથી. કેટલાક મનુ મિથ્યાત્વબુદ્ધિના યોગે આગમન ભાવાર્થને પણ મિથ્યાત્વરૂપે પરિણુમાવે છે. નંદીસૂત્રમાં લખ્યું છે કે, મિથ્યાદષ્ટિ જીવો કારણ સામગ્રી પામીને આગમોને વાંચે છે વા સાંભળે છે, પણ તેમને તે મિથ્થારૂપે પરિણમે છે અને સમ્ય દષ્ટિ છે મિથ્યાદષ્ટિજીવોનાં બનાવેલાં પુસ્તક વાંચે છે વા સાંભળે છે, તે પણ તેઓને-મિથ્યાત પણ સમ્યક્ શ્રુતરૂપે પરિણમે છે. ચાર પ્રકારના અનુગમાં આગમને સમાવેશ થાય છે. દ્રવ્યાનુયેગ, ચરણકરણાનુગ, ધર્મકથાનુગ અને ગણિતાનુગ, એ ચાર અનુયેગને જાણીને પણ કેટલાક છે, વસ્તુતઃ સિદ્ધાન્તોમાંથી વિવેકદષ્ટિથી સાર ભાગને ખેંચી શકતા નથી. કેટલાક વિદ્વાનો આગને જાણે છે પણ તેની શ્રદ્ધા કરતા નથી. સામવિત વળ ના પૂવવી અજ્ઞાની કહેવાય. એ વચનથી વિચારતાં ભવ્ય મનુષ્યોને સમજાશે કે, નવપૂર્વને અભ્યાસ કરનારાઓ પણ કેટલાક શ્રદ્ધાવિના અજ્ઞાનીઓ હોય છે, કેમકે આગમને વાંચીને પણ કેટલાક મનુષ્યો તેની શ્રદ્ધાને ધારણ કરી શકતા નથી, અર્થાત્ આગની શ્રદ્ધા વિના સમ્યકત્વની ઉત્પત્તિ થઈ શકતી નથી. આગમોને વાંચીને જે મનુષ્યો,-હેય, રેય અને ઉપાદેયની બુદ્ધિથી આદેય તત્વને ગ્રહણ કરે છે, તેઓ વિવેકી જાણવા. ભગવાનૂની વાણુથી નવતત્ત્વનું કથન કરવામાં આવે છે. આગમાં અનેક પ્રકારની કથાઓનો સમાવેશ કરવામાં આવ્યું છે. પુણ્ય અને પાપરૂપ આશ્રવ તત્ત્વનું સિદ્ધાન્તમાં કથન આવે છે. આગમમાં પદ્રવ્યની પ્રરૂપણું કરવામાં આવી છે. હેય, રેય અને ઉપાદેય બાબતેના અનેક પ્રકારના વિચારને સમાવેશ–ખરેખર શ્રી સિદ્ધાન્તોમાં કરવામાં આવ્યું છે, તેવા આગમરૂપ સમુદ્રને પાર પામે મહાદુર્લભ છે. આગમરૂપ સમુદ્રમાં સુયુક્તિ અને યુક્તિનું સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. આગમરૂપ સાગરમાં જે આદેયતો છે તે અમૃત સમાન છે. આગમરૂપ સાગરમાં અનેક રત્નો ભરેલાં છે. જે જ્ઞાનીઓ આગમરૂપ સાગરને વલવીને તેમાં જે રસરૂપ સારભાગ ખેંચી લે છે, તેઓ ખરા વિવેકી જાણવા. જેઓ આગમરૂપ સાગરને વલવીને તેમાંથી શુદ્ધાત્મસ્વરૂપરૂપ અમૃતને પ્રાપ્ત કરે છે, તેઓ સત્ય વિવેકી અવબોધવા.
For Private And Personal Use Only