________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૦) ગ્રહ, કલેશરૂપ છાશનો ત્યાગ કરીને અનુભવરૂપ અમૃતનું આસ્વાદન કરે છે. જેઓ સાત નય, સપ્તભંગી, ચાર પ્રમાણ અને નિક્ષેપવડે પદાથનું સ્વરૂપ સમજીને તેને સ્યાદ્વાદપણે નિર્ધાર કરે છે, તેઓના હદયમાં સમ્યકત્વ બુદ્ધિને ઉત્પાદ થાય છે અને તેથી તેઓ આગમન સાર (આત્મામાં રમણુતા કરવી ઇત્યાદિ)ને પ્રાપ્ત કરે છે. અનેકાન્તવાદીઓ સિદ્ધાતોનું દહન કરીને–આત્માને શાન, દર્શન અને ચારિત્ર ધર્મ આદરવા યોગ્ય છે, એ, અમૃતરસ ખેંચી કાઢે છે; તેમજ તેઓ સંવર અને નિર્જરાભાવનું દ્રવ્ય અને ભાવ એ બે ભેદે સેવન કરે છે. આત્માના અસંખ્યાતા પ્રદેશમાં અનcરૂદ્ધિ રહી છે એવું આગમથી શોધીને આત્માની ઋદ્ધિ પ્રગટાવવા પ્રયત્ન કરે છે. આગામે આત્માના સ્વરૂપને દેખાડનાર છે. હેય, શેય અને ઉપાદેય તત્ત્વનો બેધ કરવાને માટે આગની આવશ્યકતા છે. આગામોમાં કચ્યા પ્રમાણે આત્માના જ્ઞાનાદિ સદ્દગુણ પ્રાપ્ત કરવા મુમુક્ષુઓ અન્તરમાં ઊંડા ઉતરીને પ્રયત્ન કરે છે, અર્થાત્ રાગદ્વેષની વિભાવદશાને પરિહાર કરવાને માટે સદાકાળ પ્રયત્ન કરે છે. સંગ્રહનયની સત્તાની અપેક્ષાએ આત્મા તે પરમાત્મરૂપ છે. જેવી સિદ્ધ પરમાત્માની શક્તિ છે તેવી સર્વના આત્માની શક્તિ છે. આત્માથી વિચારે છે કે, આત્માના એકેક પ્રદેશે લાગેલી અનન્ત કર્મવાઓથી હું ત્યારે છું. પરભાવમાં ઉપયોગ દેઈને તેમાં રમતા કરવી એ મારે શુદ્ધ ધર્મ નથી. જે જે જડ પદાર્થો છે તેમાં હું નથી અને જડ પદાર્થો તે હું નથી. મારું અર્થાત ચેતનનું શુદ્ધસ્વરૂપ ન્યારું છે. સત્ય-અખંડ સુખ ખરેખર આત્મામાં રહ્યું છે. પરવસ્તુએના સંબધેથી અહેવ કરવું એ મારે શુદ્ધ ધર્મ નથી. મારા આત્માના એકેક પ્રદેશ અનન્તગણું સુખ રહ્યું છે. મારા શુદ્ધસ્વરૂપમાં ઉપગ ધારણ કરીને રમણતા કરું તો મારા શુદ્ધ સુખને ભક્તા બનું. મારા શુદ્ધસ્વરૂપને જોતા હું આત્મા પોતે છું. સહજ સ્થિર સમાધિવડે સહજ સુખના સાગરમાં ઝીલનાર હું પિતે છું. મારા શુદ્ધસ્વરૂપમાં બાહ્યનું ખંડન કે મંડન કંઈ નથી. મારા શુદ્ધસ્વરૂપમાં બાહ્યની ચર્ચા નથી. મારા શુદ્ધસ્વરૂપમાં હું તેને ભેદ નથી. મારા આત્માના શુદ્ધસ્વરૂપમાં કર્મનું આવાગમન નથી. મારા શુદ્ધસ્વરૂપમાં નર-નારી વા નાન્યતરજાતિ વગેરે કંઈ નથી. આત્માના શુદ્ધસ્વરૂપમાં દેવ, મનુષ્ય, તિર્યંચ વા નારકીપણું નથી. આત્માના શુદ્ધસ્વરૂપમાં બાહ્ય પરભાવના-પકારકની પ્રવૃત્તિ નથી. આત્માના શુદ્ધસ્વરૂપમાં નાકના મેલસમાન બાહના ત્રેવીશ વિષયોનો ભોગ નથી. આત્માના શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં નયવાદનો શાસ્ત્રાર્થ પ્રવ
For Private And Personal Use Only