________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
પ્રકાશ કરનારું જ્ઞાન હોવાથી, જ્ઞાનવડે સર્વ શેયનો જ્ઞાતા આત્મ વિણરૂપ છે. સર્વ કર્મને હરનારો એ ભારે અસંખ્ય પ્રદેશી આત્મા હરિ છે. જ્ઞાનાદિ અનંત ગુણેને પરભાવમાંથી ખેંચીને પોતાના યુદ્ધ સ્વરૂપે પરિણુમાવનાર માટે અસંખ્ય પ્રદેશી આત્માન કૃષ્ણ છે. સર્વ પ્રકારનાં કર્મોનો નાશ કરીને પિતાનો શુદ્ધ ધર્મ પ્રગટાવવાની શક્તિ ધારણ કરનાર, ભારે આત્મા જ મહાદેવ છે. સર્વ પ્રકારે બાહ્ય સુખની ભ્રાન્તિનો ત્યાગ કરીને ક્ષાયિક ભાવનું સુખ પ્રકટ કરનાર, મારો આત્મા શંકર કહેવાય છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કદાપિ નહિ ઉત્પન્ન થનાર એ મારો આત્માજ અજ કહેવાય છે. બાહ્યપુરૂષ કરતાં અન્તરના પુરૂષાર્થથી ઉત્તમ એ મારે આમાજ પુરૂષોત્તમ કહેવાય છે. સર્વ બાહ્ય જગત્ પણ જેની યાચના કરે છે અને જેમાં રહેલું સુખ પ્રાપ્ત કરવા યાચના કર્યા કરે છે, તેવું સહજ સુખ મારામાં હોવાથી, મારે આમાજ જગન્નાથ છે. આધિ વ્યાધિ અને ઉપાધિનાં ત્રણ પુર છે, તેનો નાશ કરનાર મારો આત્માજ ત્રિપુરારિ કહેવાય છે. નિર્મલ-શુદ્ધ સનાતન–અરૂપી-જ્ઞાનતિમય-એવો મારો આત્મા જ ખુદા કહેવાય છે. રાગદ્વેષની શક્તિને ક્ષય કરવાની સત્તાવાળો મારે આત્મા જ વીતરાગ છે. અહે! હું ત્રણ ભુવનમાં ઉત્તમ અને સિદ્ધાન્તોમાં કહેલા શુદ્ધાત્મધર્મરૂપ અમૃતને ધારણ કરનાર, આત્મા અમર-અવિનાશી છું. મારું અસંખ્ય પ્રદેશનું સ્વરૂપ ત્રણ કાલમાં એકરૂપ રહેવાથી હું ધ્રુવ છું. સમયે સમયે ક્ષતિ અને સામર્થ્ય એવા બે પ્રકારના અનત પર્યાયને ધારણું કરનાર હોવાથી હું ઉત્પાદ વ્યયરૂપ છું. દ્રવ્યની અપેક્ષાએ હું એકરૂપ છું અને પર્યાયની અપેક્ષાએ અનેકરૂપ છું. હું સચિદાનંદ શુદ્ધસ્વરૂપમય છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ઉપયોગમય હું છું. શુદ્ધ નિશ્ચયનયકથિત આત્મારૂપ પરમાત્મા તેજ હું છું. ઔદયિક ભાવને જે અશુદ્ધ ધર્મ છે તે આત્માને શુદ્ધ ધર્મ નથી. સકલ પરભાવથી રહિત એ શુદ્ધ પર્યાયરૂપ આત્માને ધર્મ ભોગવતાં અનંત આનંદરૂપ અમૃત રસની પ્રાપ્તિ થાય છે. પુદ્ગલ વસ્તુઓને અનંતવાર ભેગવી જોગવીને છેડી, અને પુનઃ તે પુદ્ગલ એકનું ગ્રહણ કર્યું, પણ સદાકાલને સન્તોષ પ્રાપ્ત થયો નહિ. આમાના શુદ્ધસ્વરૂપમાં રમણુતા કરતાં અશુદ્ધતા પોતાની મેળે ટળવા માંડે છે. આત્માની આનંદ પરિણતિને રસ વસ્તુતઃ આત્મામાં રેડાય છે ત્યારે, પરભાવમાં શુષ્કતા લાગે છે અને ત્યાં રૂચિ પડતી નથી. ઔદારિકાદિક યુગમાં પરિણમેલું આત્માનું વીર્ય ખરેખર આત્મામાં રમણતા કરતાં આત્માના શુદ્ધવિર્યરૂપ બને છે અને તેથી શુદ્ધધર્મની પુષ્ટિ થાય છે. આત્માના શુદ્ધ ધર્મમાં
For Private And Personal Use Only