________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૫ ). વડે શુદ્ધ ગુણેની ભૂમિકાના હેતુઓનું સારી રીતે અવલંબન કરવું જોઈએ. નિમિત્તવાસી આતમા છે-શુભાશુભ જેવાં નિમિત્તે મળે છે તેવો આત્મા થઈ જાય છે. સારાં નિમિત્તરૂપ વ્યવહારમાર્ગને કદી ન ત્યજ જોઈએ. શુભ નિમિત્તવિના આત્મા દુર્ગુણે તરફ પ્રવૃત્તિ કરી શકે છે. મનુષ્ય, પિતાની આગળ પાછળ-ચારે તરફ ઉત્તમ વિચારેના હેતુઓ એટલાબધા રચવા જોઈએ કે, જેથી દુર્ગણોની વાસનાઓને પ્રગટ થવાને વખત પણ મળે નહિ, અને સગુણના વિચારોમાં જ આત્મા રમણુતા કર્યા કરે. પ્રથમ અભ્યાસદશામાં તો વિશેષતઃ શુભાદિ નિમિત્તનું અવલંબન કરવું જોઈએ. સતપુરૂષને સમાગમ એક ક્ષણમાત્ર પણ ન છોડે જોઈએ.
- કબુતરી પ્રથમ ઈડ મૂકે છે ત્યારે તે ઈંડાની ઉપર બેસીને તેને સેવ્યા કરે છે, અર્થાત્ એક ઘડી પણ તે ઇંડાથી દૂર ગમન કરતી નથી. ઠંડું કુટીને બચ્ચે નીકળે છે તે પણ તેને સેવ્યા કરે છે. બચું મોટું થઈને પોતાની મેળે ચારે ચરવા ગમન કરે છે તેપણ, કેટલાક દિવસ કબુતર અને કબુતરી તે બચ્ચાને પિતાની સાથે ફેરવે છે. મનુષ્ય ધર્મની પ્રથમાવસ્થામાં ઈંડા જેવા હોય છે; તેઓ તેવી દશામાં જે ગુરૂઆદિના અવલંબનને મૂકી દેતો તેમની ખરાબ દશા થાય. શ્રી સદગુરૂના તાબામાં રહીને શિષ્યોએ ઇંડાની અવસ્થા અને બચ્ચાની અવસ્થા પૂર્ણ કરવી જોઈએ. શુભ નિમિત્તોવિના આત્માના ગુણોના સંસ્કાર પડતા નથી. આત્મજ્ઞાન પામીને ગુરૂ આદિ પુષ્ટ હેતુઓને ત્યાગ ન કરવો જોઈએ; એમ ઉત્સર્ગમાર્ગથી અવધવું. જ્યાં સુધી બકરાંની દશા છે ત્યાં સુધી વાડામાં રહેવામાં લાભ છે. સિંહ થયાબાદ વાડામાં રહેવાની જરૂર નથી. બકરાની અવસ્થા છતાં અભિમાનથી પોતાને સિંહ માની લેઈને જેઓ શુભ નિમિત્તરૂપ વ્યવહારવાડાને ત્યાગ કરે છે, તેઓ કેઈપણ દુર્નિમિત્તમાં ફસાઈ જાય છે અને દુર્ગુણેના તાબામાં રહે છે. આ કાલમાં કેઈનામાં દુર્ગણે છે એમ જાણવાથી વા સાંભળવાથી આશ્રયે માનવાનું નથી, પણ કેઇનામાં અમુક સગુણ છે એમ સાંભળવાથી વા જાણવાથી આશ્ચર્ય માનવાનું છે! અર્થાત દુર્ગુણોની ખોટ નથી, સગુણેની બેટ છે. અનાદિકાલથી દુર્ગુણેના સંબધુમાં આત્મા આવ્યો છે. પિતાના આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ભૂમિને, દુર્ગુણરૂપ કુવૃક્ષની ભૂમિ તરીકે બનાવી દીધી છે અને દુર્ગણવૃક્ષનાં બીજેને પુનઃ અસંખ્ય પ્રદેશરૂપ ભૂમિએ રહેવાનો આશ્રય આપ્યાથી દુગુણેની પરંપરા વૃદ્ધિ પામી છે, અને તે કેટલી બધી પુષ્ટ થઈને પિતાનું ફળ દેખાડે છે, તેને અનુભવ કંઈ વિદ્વાનોથી દૂર નથી. સ્ત્રીનું સ્મરણ કરવાથી ચિતાની
For Private And Personal Use Only