________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) નથી અને નીચે પ્રવૃત્તિમાં વહ્યા કરે છે. સમતાએ જાણ્યું કે મારા કથનની અશુદ્ધ ચેતનાને અસર થતી નથી, માટે હું કેઈને આ વાત જણાવું કે જેથી અન્ય કે ઈ-નાની વધૂને સ્વશક્તિથી ઠેકાણે લાવે. સમતા ખરેખર આત્માની માટી વધૂ છે અને અશુદ્ધ ચેતના નાની વધૂ (વહુ) છે. ઉપર્યુક્ત એકાદશ વિચાર કરીને તે, લેકેને આ પ્રમાણે જણાવે છે કે, અરે કઈ ઉપકારી પુરૂષ ! નાની વધૂને પરઘર રમવાને ચાલ પડી ગયો છે તેને વાર-હઠાવો. રાગ અને દ્વેષોગે પરભાવરૂપ ઘરમાં રમતાં તે જૂઠાબેલી બની છે. સત્ય તત્ત્વને અસત્ય કથે છે અને અસત્ય તત્ત્વને સત્ય કથે છે. ધર્મને અધર્મ કથે છે અને અધર્મને ધર્મ કળે છે. જડધર્મને ચેતનધર્મ તરીકે કહે છે અને આત્મવામિ ઉપર અનેક પ્રકારનાં આળ ચઢાવે છે. આત્મજ્ઞાન, દર્શન અને ચારિત્રધર્મને વગોવે છે. ધર્મોનો આત્મા પર આરોપ કરે છે. આત્માનાં જે જે કૃત્ય ન હોય તેને આત્માનાં કહે છે. વિભાવિક ધર્મને આત્માનો કહીને ખરેખર તે આત્માના ઉપર આળ ચઢાવે છે. અશુદ્ધ ચેતના આવા ચાળા કરીને પ્રવૃત્તિ કરે છે, તેથી લકે તેને છીનાલ કથે છે. આત્માની શુદ્ધ સંગતિને ત્યાગ કરીને રાગ દ્વેષરૂપ પરપુરૂષની સાથે રમતા કરવાથી જ્ઞાની લેકે અશુદ્ધ ચેતનાને છીનાલ કહે, તો તેમાં કંઈ ખોટું નથી. અશુદ્ધ ચેતના પ્રત્યેક મનુષ્યના ઉપાલને પામે છે, કારણકે પ્રત્યેક મનુષ્ય સાથે તે દ્વેષ, પરિતાપ વગેરે કરે છે, તેથી લોકોમાં તેનું માન ઘટયું છે. “અશુદ્ધતાથી કેને ઠપકે ન મળે અને કોણ માનની હાનિ ન કરે?” અશુદ્ધ ચેતનાથી મન, વચન અને કાયાની પણ વિપરીત પ્રવૃત્તિ થાય છે. કેઈ પણ મનુષ્ય અશુદ્ધ ચેતનાની અનીતિમય ચેષ્ટાને દેખ્યા પછી, ઠપકે આયાવિના રહેતું નથી; આવી તેની પ્રવૃત્તિથી તે હૃદયમાં શલ્ય ઉત્પન્ન કરે છે.
સમતા, સુમતિ અને શ્રદ્ધા વગેરે પાડોસણને કથે છે કે –તમે લગારેક અર્થાત્ અલ્પ પણ દેખો; અને અશુદ્ધ ચેતનાને ઠેકાણે લાવો, નહિ તે એ ફેકટ ગાળ ખાશે. જે તે પરભાવરૂપ અશુદ્ધતાનો ત્યાગ કરીને આનન્દના ઘનભૂત એવા આત્માની સાથે રમતા કરે છે, તેના સ્વસ્વભાવરૂપ ગોરા ગાલ ઉપર ઉપગરૂપ ઝાલ ઝબુકે, અર્થાત્ ઝાલ નામનું આભૂષણ તેના કાનમાં ઘાલવાથી તેના ગાલ ઉપર પ્રકાશ પડે. સમતાના આ કથનને સારાંશ એ છે કે, જે અશુદ્ધચેતના પોતાની ભૂલ સમજીને હવેથી આત્માની સંગતિ કરે અને પરપુગલ વસ્તુના ઘરમાં ન જાય તો તેના ઉપર આત્મપતિની કૃપા થાય અને તેથી તે અનુભવ
For Private And Personal Use Only