________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૪) દાને ત્યાગ કરીને, સર્વ સંગતિ–ત્યાગરૂપ ભાગવતી દીક્ષાને ગ્રહી હતી. શ્રી વીરપ્રભુના સર્વાનુભૂતિ અને સુનક્ષત્રમુનિએ પ્રભુના ઉપર પ્રગટેલા શુદ્ધપ્રેમથી જ પોતાના પ્રભુની ભક્તિના ગે ગેરશાલાની સાથે ભાષણ કર્યું હતું અને શુદ્ધપ્રેમથી જ કાયાની મમતા ટાળી હતી. મનુષ્યના ઉપર શુદ્ધપ્રેમ ધારણ કરનાર મુનિવર, અન્ય મનુષ્યોને પ્રતિબંધ દેવામાટે ગામોગામ વિચરે છે અને અનેક સુધાદિ પરિસિહોને વેઠે છે; તેમાં પણ શુદ્ધપ્રેમનુંજ પ્રાબલ્ય અવબોધાય છે. ત્રિશલા રાણીના ગર્ભમાં શ્રી વીરપ્રભુ હતા ત્યારે, પ્રભુ પોતાની માતાની ભક્તિથી કંપાયમાન થયા નહિ, તે વખતે ત્રિશલા માતાની જે અવસ્થા થઈ હતી તેમાં પણ પ્રેમની પ્રબલતા હતી. રાજુલે શ્રી નેમિનાથને સ્વામી તરીકે સ્વીકારીને અન્ને દીક્ષા અંગીકાર કરી હતી, તેમાં પણ પ્રેમનું પ્રાબલ્ય અવબોધાય છે. શ્રી વીરપ્રભુએ ચંડશિયા સપેપર દયાની વૃષ્ટિ વર્ષવીને બોધ દીધું હતું, તેમાં પણ શુક્રપ્રેમનું આકર્ષણ હતું એમ અવબોધાય છે. શુક્રપ્રેમરૂપ લેહચુંબકથીજ પૂર્વકાલના શિષ્ય, પિતાના સગુરૂના હદયની વિદ્યાઓને આકર્ષવા શક્તિમાન્ થતા હતા. જેના ઉપર આપણે પ્રેમ હોય છે, તેના માટે આપણે પ્રાણ સમર્પવાને શક્તિમાન થઈએ છીએ, તેમાં પણ પ્રેમ જ કારણભૂત છે. જેના ઉપર પ્રેમ છે એ પુરૂષ બળતા ઘરમાં ઉંઘેલ હોય તો તેને ખેંચી કાઢવાને માટે પ્રેમીના તનમાં જુઓ પ્રગટે છે. પ્રેમને યોગે માતા પિતાના પુત્રને અગ્નિમાં બળતે દેખીને પિતે અગ્નિમાં પ્રવેશ કરે છે અને પોતાના પ્રાણના ભોગે તેને બહાર કાઢવા પ્રયત્ન કરે છે.
પોતાના મિત્રને નદીમાં તણાતો દેખીને તેને ખરે મિત્ર નદીમાં પડતું મૂકીને, પિતાના મિત્રને બહાર ખેંચી કાઢે છે, તેમાં પણ પ્રેમની પ્રબલતા અવાધાય છે. સ્વદેશ પ્રેમના બળથી સ્વદેશીના તનમાં જુસ પ્રગટે છે અને તે પિતાના પ્રાણુ વગેરેનું સ્વાર્પણ કરવા જરા માત્ર અને ચકાતું નથી. શુદ્ધપ્રેમથી અન્યનું અશુભ કરવાની પ્રવૃત્તિ થતી નથી. અશુદ્ધ અને એકદેશીય પ્રેમથી પોતાના પ્રેમીઓનુંજ ઈષ્ટ કરવાની પ્રવૃત્તિ થયા કરે છે, પણ પિતાના પ્રેમીઓના જે પ્રતિકૂળ હોય તેનું તે અનિષ્ટ કરવાની પ્રવૃત્તિ રહે છે. એક મનુષ્ય ઉપર પ્રેમ હોય છે તે તેનું શ્રેય: ઈછાય છે અને તેની રક્ષા કરી શકાય છે. બે મનુષ્ય ઉપર પ્રેમ હોય છે તે બે મનુષ્યનું શ્રેય કરી શકાય છે અને બેની દયા પાળી શકાય છે. એમ કરતાં કરતાં સર્વ મનુષ્યો પર પ્રેમ થાય છે તે સર્વ મનુષ્યનું ભલું કરી શકાય છે, અર્થાત્ સર્વ મનુષ્ય માટે તન, મન અને ધનનું સ્વાર્પણ કરાય છે. સર્વ જીવોપર શુદ્ધ પ્રેમ પ્રગટતાં સર્વ જીવોપર મૈત્રીભાવના ખીલે છે અને સર્વ જીવોની દયા
For Private And Personal Use Only