________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૭) પારણમાં આત્મસ્વામી પોઢ્યા છે, તેને હું અધ્યવસાયરૂપ દેરીવડે ઝુલાવું છું.
ત્રણ પક્ષના ભાવાર્થમાં પ્રથમ ભાવાર્થ, વિશેષ પ્રકારે અનુભવ ગમ્ય થાય છે. માર્ગાનુસારી ગુણ તથા દેવ-ગુરૂની ભક્તિ, દયા, પ્રેમ, ભાતૃભાવ, મધ્યસ્થભાવ, સત્યતત્ત્વની જિજ્ઞાસા, અને અહિંસાદિ વ્રતોની ધમોચરણાવિના, ઉપશમાદિ સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી અને તે વિના ચોથા વગેરે ઉપરના ગુણસ્થાનકમાં પ્રવેશ થતો નથી. વ્યવહાર ધર્માચરણવિના મિથ્યાત્વગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થઈ શકતી નથી;-વ્યવહારથી ધર્મની રૂચિ થતાં સગુરૂના ઉપદેશને લાભ લઈ શકાય છે. નિષ્પક્ષપાત બુદ્ધિથી જે મનુષ્ય, જિનવાણીને ઉપદેશ સાંભળે છે તેઓને સમ્યકત્વ થાય છે. દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વની શ્રદ્ધા ધારણ કરવી તેને, વ્યવહાર સમ્યકત્વ કહેવામાં આવે છે. શિષ્યને પંચ મહાવ્રત ઉચરાવવાં હોય છે ત્યારે –ગુરૂ તે શિષ્યને-નૈગામ નયની અપેક્ષાએ રામ્યકત્વને આરોપ કરીને, સાધુના પંચ મહાવ્રત ઉચરાવે છે. વ્યવહાર કથિત વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્માચરણ, તે બે નિશ્ચય રામ્યકત્વ અને નિશ્ચય ચારિત્રનાં કારણ છે. કારણે તે વ્યવહાર છે અને કાર્ય તે નિશ્ચય છે. અનેક જીવો વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્ષિાઓનું આસેવન કરી, નિશ્ચય સમ્યકત્વ તથા નિશ્ચય ચારિત્ર પામીને મુક્તિ પામ્યા છે; વ્યવહાર સમકત્વ અને વ્યવહાર ધર્મક્રિયાથી બહિરાત્મ, પિતાનું રૂપ બદલીને અન્તરાત્મારૂપે પરિણુમ પામે છે. પ્રથમ ગુણસ્થાનકમાં જે મતિ હોય છે તે મિથ્યાત્વદશા પરિણમવડે યુક્ત હોય છે. નિશ્ચય સમ્યકત્વ પામતાં, પહેલા ગુણસ્થાનકમાં પણ છેલ્લી વખતે મિથ્યાત્વનો રસ ઘણો પાતળે પડી ગયું હોય છે,–એવી મતિ હોય છે. વ્યવહારનયની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનકમાં પ્રવેશ કરતાં, પ્રથમ ગુણસ્થાનક, હેતુભૂત હોવાથી કારણ ગણાય છે અને સમ્યકત્વ ગુણસ્થાનક કાર્યરૂપ ગણાય છે. નિશ્ચય સમ્યકત્વરૂપ કાના ઘણું હેતુઓ-માર્ગનુસારીના ગુણે વગેરે, પહેલા ગુણસ્થાનકમાં હોય છે. પહેલા ગુણસ્થાનકમાં મિથ્યાત્વના અસંખ્ય ભેદ પડે છે. સમ્યકત્વ સમ્મુખ થએલા જીવને પ્રથમ ગુણસ્થાનકમાં પણ મિથ્યાત્વના રસ બહુ લુખા હોય છે. પહેલા ગુણસ્થાનકમાં પણ કેઈ
જીવને-ચારિત્રના એકદેશ તપશ્ચરણ આદિની અપેક્ષાએ–સકામ નિર્જરા હોય છે. પ્રથમ ગુણસ્થાનકમાં પણ નિશ્ચય સમ્યકત્વ હેતુભૂત એવા ઘણુ ગુણ મેળવવાના હોય છે, તેથી તે ગુણનું સ્થાનકભૂત એવું ખરેખર મિથ્યાત્વ છતાં પણ પહેલું ગુણસ્થાનક ગણાય છે. વ્યવ
ભ, ૫૮
For Private And Personal Use Only