________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) શ્રી સર્વર વીતરાગદેવ કથિત આત્મધર્મની શ્રદ્ધારૂપે અતિ પરિણમે છે ત્યારે, સમ્યગુમતિ કહેવાય છે. સમ્યકત્વમતિને ઉત્પાદ થતાં આત્મા ખરેખર બહિરાત્મભાવનો ત્યાગ કરીને અન્તરાત્મભાવને પામે છે. મિથ્યાત્વધર્મમાં પરિણામ પામેલી મતિ, ખરેખર સંસારની વૃદ્ધિ કરવામાં બળવતી હોય છે અને સમ્યકત્વરૂપ પરિણામને પામેલી મતિ, ખરેખર સંસારનું કારણ એવા, રાગ અને દ્વેષનો છેદ કરવાને સમર્થ બને છે. મિથ્યાત્વરૂપ પરિણામને પામેલી મતિ, ખરેખર આસવના હેતુઓમાં પરિણમે છે અને સમ્યકત્વરૂપ પરિણામને પામેલી મતિ, ખરેખર ભાવસંવર, અર્થાત્ ભાવસંવરના હેતુઓમાં રૂચિને ધારણ કરે છે. મિથ્યાત્વમતિ ખરેખર અશુદ્ધ પ્રેમમાં તન્મય બનીને રહે છે અને સમ્યકત્વ પરિણામ પામેલી મતિ શુદ્ધ પ્રેમરૂપે સરોવરમાં ઝીલીને શાતતારૂપ શીતલતાને પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વ પરિણામને પામેલી મતિરૂપ સ્ત્રી, ખરેખર જડમાં સુખ માનીને બાહ્યદષ્ટિને ધારણ કરે છે અને અનેકાન્ત ધર્મવડે સમ્યકત્વપરિણામને પામેલી મતિરૂપ સ્ત્રી, આત્મારૂપ પિતાના પુરૂષના અસંખ્ય પ્રદેશે પૈકી; પ્રતિપ્રદેશે અનન્તગણું સુખ રહેલું છે તેની પ્રતીતિ કરીને અન્તર્દષ્ટિને ધારણ કરે છે. મિથ્યાત્વરૂપ પરિણામને પામેલી મતિ, ખરેખર બાહ્યપદાર્થોમાં હેય, રેય અને ઉપાદેયરૂપ વિવેકને કરતી નથી અને સમ્યકત્વરૂપ પરિણામને પામેલી મતિ, ખરેખર વસ્તુતઃ આત્માના ધર્મને ઉપાદેય ધારે છે અને પૌગલિક ધર્મને હેય માને છે, તથા ચેતન અને જડ એ બન્નેને રેય તરીકે માને છે. સમ્યકત્વરૂપ પરિણામને પામેલી બુદ્ધિ, ખરેખર પ્રત્યેક વસ્તુને સમ્યકપણે જાણીને તેને નિશ્ચય કરે છે. કેટલાક વાદીઓ આત્માને એકાતે નિત્ય ધર્મવાળ માનીને અનિત્ય ધર્મને અ૫લાપ કરે છે. કેટલાક વાદીઓ આત્માને એકાતે અનિત્ય માનીને નિત્ય ધર્મને અપલાપ કરે છે, આત્મામાં અનેક ધર્મ રહ્યા છે અને તે ભિન્ન ભિન્ન નની અપેક્ષાએ અવબોધી શકાય છે. સાત ન આદિની અપેક્ષાએ આત્મામાં રહેલા અનેક ધર્મોને જણાવનારી સમ્યકત્વમતિ છે. સમ્યકત્વમતિની પ્રાપ્તિ થતાં વસ્તુમાં અનેક ધર્મોને-અપેક્ષાએ જાણી શકાય છે, તેથી પૂર્વકાલમાં મિથ્યાતિવડે કરેલા એકાત ધર્મના નિશ્ચયો ટળી જાય છે. આત્માની મતિરૂપ સ્ત્રી, પોતાનું સ્વરૂપ સમજીને પિતાની દશાને નીચેપ્રમાણે વર્ણવે છે. ससरो हमारो बालो भोलो, सासु बाल कुंवारी ॥ पियुजी हमारो पोढ्यो पारणीए तो, मेहुं झुलावनहारी॥अबधू०॥२॥
For Private And Personal Use Only