________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
આત્માએ સંસારમાં પરિભ્રમણ કરતાં ધારણ કર્યા–તેમાં તેણે પતિને પરિમાવી, પણ તેથી સંસારને અન્ન આવ્યો નહિ. આત્માની મતિરૂપ સ્ત્રી, અનેક ધર્મરૂપે પરિણમી. કેઈ વખતે કોઈ ધર્મરૂપે પરિ
મીને તે ધર્મનું નાટક ભજવી બતાવ્યું અને બીજો ધર્મ ગ્રહણ કર્યો ત્યારે, પૂર્વના મિથ્યાત્વધર્મનો ત્યાગ કર્યો. મિથ્યાત્વદશાના અનેક ધર્મોને મતિએ ગ્રહણ કર્યા અને પશ્ચાત તેઓને મૂકી દીધા. આ સંસારમાં મિથ્યાત્વધર્મને હેતુઓ ઘણા છે. મિથ્યાત્વબુદ્ધિનો નાશ થયાવિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાધર્મમાં પરિણામ પામેલી એવી બુદ્ધિવડે, આત્મા ચાર ગતિમાં યથાપ્રવૃત્તિકરણ કરીને ભટક, તેપણ તેને પાર આવ્યો નહિ. અનેક પ્રકારના મિથ્યા ધર્મોમાં પરિ. ણામ પામનારી મતિ છે અને તે તેનાથી જુદી પણ થાય છે. મિથ્યાત્વધર્મના આચારે માટે મિથ્યા ધર્મમાં પરિણામ પામેલી મતિ, અનેક પ્રકારના વિચારે ચલાવીને તેઓનું પિષણ કરે છે. એકાન્ત ધર્મને ગ્રહણ કરીને મતિએ, અનેક મનુષ્ય સાથે ધર્મ યુદ્ધ કરીને, અનેક મનુષ્યો પર દ્વેષ ધારણ કરીને, આત્માને અનન્તકાલ પર્યન્ત સંસારમાં રાખે. એકાન્તધર્મને માનનારી મતિવડે, રાગદ્વેષની વૃદ્ધિ થાય છે, પણ રાગ અને દ્વેષને ક્ષય થતો નથી. જ્યાં એકાન્તધર્મ માનનારી મતિ હોય છે ત્યાં, રાગ અને દ્વેષને રહેવાનું અને પુષ્ટ બનવાનું સ્થાન મળે છે. મિથ્યાધર્મમાં પરિણામ પામેલી બુદ્ધિના પણ અનેકમિથ્યાધર્મના પ્રસંગો પામીને-ભિન્ન ભિન્ન પરિણામ થયા કરે છે. મિથ્યા
ધર્મમાં પરિણામ પામેલી મતિના ગે, આત્માનું વીર્ય પણ પરભાવમાં પરિણમે છે અને તેથી આત્મા, કર્મના પાસમાં વિશેષ પ્રકારે ફસાતો જાય છે. આખી દુનિયામાં કરે. મનુષ્યની, ધર્મની બાબતની મતિ ભિન્ન ભિન્ન હોવાથી, તેઓ એક બીજાને પ્રાયઃ મિથ્યાત્વધર્મવાળા ગણે છે. મનુષ્યનો આત્મા, કારણ સામગ્રી પામીને મિથ્યાત્વધર્મમાં પરિણમેલી બુદ્ધિના ગે, યથાપ્રવૃત્તિકરણ કરીને આઠે કર્મની સાગરેપમ કેડાછેડી હીન સ્થિતિ કરે છે, પણ તેથી તે સમ્યકત્વને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની શકતો નથી. જ્યારે સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં, શ્રી સર્વ વીતરાગદેવપ્રરૂપિત ધર્મના ધારક, એવા કેઈ સરનો સમાગમ થાય છે અને તેમનાં વચનો રૂચે છે અને આત્માની મતિ, અનેકાન્તધર્મ સમજીને તે રૂપે પરિણમે છે ત્યારે, આત્મા, ખરેખર બહિરુ આત્મત્વનો ત્યાગ કરવાને સમર્થ થાય છે. શ્રી સર્વર વીતરાગદેવના શુદ્ધધર્મને ઘણું મનુષ્ય સાંભળે છે, પણ જેની ભવસ્થિતિ પાકી હોય છે તેઓને વીતરાગદેવના ધર્મની રૂચિ થાય છે,
For Private And Personal Use Only