________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૪) જે યથાયોગ્ય સેવા સ્વીકારે છે તે મતિની નિર્મલતા કરવાને સમર્થ થાય છે. મતિને આત્મામાં પરિણુમાવવી જોઈએ. બાહ્ય ભાવમાં મતિનું પરિણમન થવાથી મતિની પરિણતિ સાથે રાગદ્વેષની પરિણતિ પણ ભેગી થઈને પ્રવહે છે. ભતિને સમભાવે પરિણુમાવીને તેવડે આત્માની ઉપાસના જેઓ કરે છે, તેઓના આત્માની વિશુદ્ધિ થયાવિના રહેતી નથી. રાગદ્વેષના પ્રવાહમાં ભતિ પણ તેની સાથે પરિણમીને કમરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે એમ કહેવામાં આવ્યું છે તે પણ અનુભવમાં આવે છે. અનેક પ્રકારના બાહ્ય સંયોગોમાં વર્તવા છતાં જે મતિમાં રાગદ્વેષને ભાવરસ પરિણમતો નથી, તે મતિ ખરેખર નિર્મલ અને આત્મભાવે પરિણામ પામનારી હોવાથી, ધર્મરૂપ વા પરમાત્મરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે; એમ મતિએ કહ્યું છે તેપણું અનુભવમાં આવે છે. મતિની આવી અવસ્થા જાણુને વિવેકી મનુષ્યો, મતિને આત્મભાવે પરિણુમાવવા પ્રયત્ન કરે છે. આત્મભાવમાં મતિને પરિણુમાવતાં આત્માની શક્તિ ખીલવા માંડે છે. ચોથા ગુણસ્થાનકથી-દેશ થકી આત્મસ્વભાવમાં મતિનું પરિણમન થાય છે. બારમા ગુણસ્થાનક પર્યન્ત મતિવડે ધ્યાન થાઈ શકાય છે. તેરમા ગુણસ્થાનકમાં પશમ ભાવ ન હોવાથી ત્યાં મતિ નથી.
મતિને કેવા રૂપે પ્રવર્તાવવી જોઈએ? એ બાબતને ઉત્તમ વિવેક કેઈ વિરલ મનુષ્ય અવધી શકે છે. સંસારરૂપ સમુદ્રની પાર મતિથી ઉતરી શકાય છે. મતિવિના કદાપિ ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. મતિની કિસ્મત આંકી શકાતી નથી. મતિથી મહાન કાર્યો કરી શકાય છે. જેઓને દ્રવ્યમાન હોય છે તેઓને વિશેષ પ્રકારે ભાવ મતિ હોય છે. મનોવણું જેઓને હોય છે તેનામાં ભાવમતિને વિશેષ પ્રકાશ જોવામાં આવે છે. મનુષ્ય અઢી દ્વીપમાં ઉત્પન્ન થાય છે તેથી મનુષ્યોની અપેક્ષાએ, મતિનું સ્થાન પણ તેટલું થાય છે. મતિ, તેજ અધિકાર પોતાની મેળે સર્વને જણાવતી હતી, નીચે મુજબ કથે છે. अढी द्वीपमें खाट खटूली, गगन ओशीकुं तलाइ ॥ धरतीको छेडो आभकी पीछोडी, तोय न सोड भराइ०॥अवधू०॥४॥
ભાવાર્થ–મતિ અર્થાત્ બુદ્ધિ કયે છે કે, જેમાં મનુષ્ય વસે છે એવા અઢી દ્વીપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ ચાર પાયાના ય વસ્તુરૂપ ખાટલામાં હું આળોટું છું, અથવા પરભાવ પરિણતિના-દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ખાટલામાં હું આળોટતી છતી ૫ડી રહું છું.
For Private And Personal Use Only