________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૨) કરવા પ્રયત્ન કરે જઈએ. કેઈ જીવ ખરેખર મિથ્યાષ્ટિ હોય તોપણ તેના ઉપર જે બુરી દષ્ટિથી જોવામાં આવે તે પડ્યા ઉપર પાટુની પેઠે થાય છે. અનેકાન્તદષ્ટિધારકોએ એકાન્તદષ્ટિધારકના આત્માઓ ઉપર પણ શુદ્ધ પ્રેમ ધારણ કરવો જોઈએ. અનેકાન્તવાદીઓના શુદ્ધ પ્રેમથી અન્યજી પણ જૈનધર્મને અંગીકાર કરવાની ગ્યતાને પ્રાપ્ત કરે છે. આગમોનું જ્ઞાન કરીને જેઓએ નોની અપેક્ષાએ પરિપૂર્ણ ધર્મસ્વરૂપ જાણ્યું છે, એવા ગીતાર્થ મુનિવર પ્રોફેસરેએ, અન્ય મનુષ્યોને જૈનધર્મામૃતનું પાન કરાવવાના અનેક ઉપાયોને જવા જોઈએ. જૈનધર્મનું રજીષ્ઠર કેઈ જાતિને કરી આપ્યું નથી, અર્થાત જૈનધર્મ સર્વ જાતના મનુષ્યો પાળવા સમર્થ થાય છે. અનેક પ્રકારના સદ્દગુણોના ભંડારરૂપ જૈનધર્મને જેઓ આરાધે છે, તેવા મનુષ્યનું જીવન ખરેખર આખી દુનિયાને શાન્તિ આપવા શુભ આન્દોલનો (શુભ વિચારે વા ઉપાય) ને પ્રગટાવી શકે છે. સાપેક્ષદષ્ટિધારક મનુષ્ય, સર્વ ધર્મના સત્ય સત્ય અંશને જૈનધર્મરૂપી સમુદ્રના બિન્દુરૂપ માનીને, તેઓને સંચય કરીને, સર્વ મનુષ્યને અર્પણ કરે છે અને તેમ કરીને-દુનિયાને અનેકાન્ત દિવ્યચક્ષુનું દાન કરીને-ઉચ્ચ સુખમય ભૂમિકા પર આરહે છે. આવા ઉત્તમ અનેકાન્ત એવા જૈનધર્મવડે આખી દુનિયાના મનુની સેવા કરનાર જૈને, અને વીતરાગની દશાને પ્રાપ્ત કરીને અખંડ સુખ ભેગવે છે. હાલના કાલમાં વીતરાગ સંયમ નથી, કિન્તુ સરાગ સંયમ છે, તેથી અનેકાન્તવાદિ જૈનેએ શુભ રાગાદિ પરિ
તિવડે જૈનધર્મની સેવા કરવી જોઈએ. સર્વ જીવોને સાપેક્ષ નયધવડે સમ્યગુમતિધારક બનાવવા, એ પ્રભુની સેવા-ભક્તિ વા જૈન શાસનની સેવા વા જગન્ના ની ધમૅસેવા સમજવી. મિથ્યામતિથી
છો કર્મની રાશિ ગ્રહણ કરીને ચોરાશીલક્ષ જીવનમાં પરિભ્રમણ કરે છે, તેઓને સમ્યગુમતિધારક બનાવવાથી તેઓ ધર્મની પ્રાપ્તિ કરીને અખંડાનંદની પ્રાપ્તિ કરે છે.
સમ્યગતિ ઉત્પન્ન થવાથી બહિરાભા તે પહેલું ગુણસ્થાનક તને ચોથા ગુણસ્થાનકમાં આવે છે. ચોથાથી તે બારમા ગુણસ્થાનક પર્યન્ત અન્તરામાની સ્થિતિ હોય છે. સમ્યગુમતિ પિતાના સ્વામને શુભાષ્યવસાયરૂપ પારણામાં ઝુલાવે છે અને તે અન્તરાત્માના પૂર્ણસંબધે પરમાત્મરૂપ પુત્રને જણે છે. પૂર્વોક્ત ની સાપેક્ષતાથી સમ્યગમતિ પ્રગટવાથી વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધમૅક્રિયારૂપ સસરા અને સાસુને પ્રાપ્ત કરીને સમ્યગુમતિ ખરેખર ઉપશમાદિ નિશ્ચય સમ્યકત્વરૂપ ધર્મપુત્રને ઉત્પન્ન કરે છે, વા પરમાત્મરૂપ પુત્રને ઉત્પન્ન
For Private And Personal Use Only