________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૩ )
કરે છે. મુકિત જનારા કેઈપણ જીવને શુભમતિએ ભગવ્યો નથી એમ નથી, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરનારા સર્વ જીવોને સમ્પમતિએ ભગવ્યા છે. સામાન્ય મતિની વિરક્ષાવડે શ્રીમદ્ આનન્દઘનજી મતિની પાસે જ કહેવરાવે છે કે, ઉપર્યુક્ત મિથ્યા અને સમ્યમ્ એ બે દશામાં સર્વ જીવોને મેં જોગવ્યા છે. મિથ્યાદશામાં પણ કેઈ એક જીવની સાથે જ માત્ર સગપણ નહિ બાંધવાની અપેક્ષાએ બાળકુંવારી ગણુઉછું; તેવી રીતે સમ્યકત્વ પામ્યા બાદ પણ સર્વ જીવોની સાથે સદાકાળ સગપણ નહિ બાંધવાથી, વા એક જીવની સાથે પણ સદાકાળ સંબધ બાંધીને અને ત્યાગ નહિ કરવાની અપેક્ષાવાળી હું હેવાથી, બાળકુમારી ગણુઉં છું. સમ્યકત્વમતિ અને મિથ્યાત્વમતિનું ઉપર્યુક્ત સ્વરૂપ વાંચીને મનુષ્યોએ, સમ્યમતિની પ્રાપ્તિ કરવી જોઈએ. એક જીવની અપેક્ષાએ સમ્યગમતિ સાદિ સાંત કહેવાય છે. સર્વ કાલ, સર્વ ક્ષેત્ર અને સર્વ ભાવ અને સર્વ જીવ દ્રવ્યોની અપેક્ષાએ અનાદિ અનંત ભંગવાળી સમ્યભૂતિ કહેવાય છે–સમ્પમતિને પામેલા છે અસંખ્ય અવબોધવા. પાંચ ઇન્દ્રિય અને છઠું મન અને તે પ્રત્યેકના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણું, એ ચાર ભેદ ગ્રહણું કરતાં સર્વે મલી ચોવીશ ભેદ થાય છે અને તેમાં વ્યંજનાવગ્રહના ચાર ભેદ ઉમેરતાં અઠ્ઠાવીશ ભેદ થાય છે. તે પ્રત્યેકના બહુ, બહુતર આદિ બાર ભેદ થાય છે; તેથી બારે ગુણતાં ત્રણસે છત્રીશ ભેદ થાય છે અને તેમાં ઓત્પાતિકી, વૈનાયિકી, કર્મણિકી અને પારિણુમિકી એ ચાર પ્રકારની બુદ્ધિનો ઉમેરો કરતાં ત્રણસેં ચાલીશ ભેદ થાય છે. વિશેપાવશ્યક વગેરેમાં અમોએ મતિનું ઘણું વિવેચન વાંચ્યું છે, પણ તેને અત્ર વિસ્તાર કરતાં ગ્રન્થ વિસ્તાર ભયના લીધે અત્ર ઉતારો કર્યો નથી. વિશેષ જીજ્ઞાસુઓએ વિશેષાવશ્યક વગેરે ગ્રન્થ જોઈ લેવા. મિથ્યા મતિવાળાને મતિના ત્રણસો ચાલીશ ભેદ, મિથ્થારૂપે પરિણમે છે અને સમ્યગ્દતિવાળાને ત્રણ ચાલીશ ભેદ, સમ્યગ્ર પરિ
મે છે. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણું એ ચાર ભેદે મતિજ્ઞાન, સદાકાલ ઉત્તરોત્તર થયા કરે છે. ધારણાના પણ ઉત્તરોત્તર અવગ્રહાદિ લક્ષણભેદ, ભેદ ઉત્પન્ન થયા કરે છે. વિશેષાવશ્યક ભાષ્યમાં મતિનું બહુ વિસ્તારથી સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે.
શ્રીમદ્ આનન્દઘનજી મતિની બે પ્રકારની અવસ્થા તેના સ્વકીય ઉદ્ધારથી જણાવે છે. પ્રત્યેક આત્માઓની સાથે મતિ હોય છે. મતિરૂપ ચૈતન્યશક્તિ સર્વત્ર રહી છે. જે સર્વ આત્માઓને આત્મબુદ્ધિથી નિરખે છે અને સર્વ આત્માઓને પિતાના આત્મસમાન માનીને તેની
For Private And Personal Use Only