________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬પ) નની સાપેક્ષતાએ સમ્યગુરાનીને-સમ્યકપણે સર્વે બાબતોનું જ્ઞાન થાય છે. એકાન્તનથી મિથ્યાત્વધર્મને સ્વીકાર કરીને મિથ્યાત્વમતિના જોરથી અનેકાંતવાદીઓ ધર્મયુદ્ધો કરીને કર્મની વૃદ્ધિ કરે છે. સાત નાની અપેક્ષાએ, એકેક નયકથિત સર્વ ધર્મઅંગોને જેમાં સમાવેશ થાય છે એવું જૈનદર્શન, જગતમાં સર્વ ધર્મોના અંગોનું સાપેક્ષતાએ પ્રતિપાદન કરતું છતું વિજયવંત વર્તે છે. સાપેક્ષવાદને માટે ભજનસંગ્રહ છઠ્ઠા ભાગમાંની નીચે લખેલી કવ્વાલિ વાંચવા ગ્ય છે અને મનન કરવા યોગ્ય છે. અપેક્ષાવાદની માન્યતા સંબધી ઉંડા ઉતરીને તેમાંથી સાપેક્ષ નયજ્ઞાનને ગ્રહણ કરવું જોઈએ.
(કવવાલિ.) અપેક્ષાએ સમજવાને,–સતત ઉદ્યમ અમારે છે. અમારાં ભાષણે સર્વે, અપેક્ષાથી ભર્યા સમજે. અધિકારી પરત્વે છે, અપેક્ષા જ્ઞાન ઉપદેશે, નથી સહુ એકના માટે, આધકારે વિચારી લે. અધિકારી વિષય ભેદે, જગતમાં જીવ છે જૂદા, અધિકારી નથી સરખા, અધિકારે પડે ભેદે. અધિકારેજ તરતમતા, જગની ભિન્ન દષ્ટિ, રૂચે નહિ સર્વને એકજ, અધિકારે રૂચે જૂદું. અસંખ્યાતા ગણ્યા છે કેગ, સકલ એ મુક્તિના હેતુ, રૂચિભેદે અપેક્ષાથી, લડે નહિ સાધનોમાંહિ. ટળે આવરણ જે ગુણનું, થતી તે યોગની રૂચિ, વિચિત્રાઈ નજર આવે, અનુભવથી વિચાર્યું એ. ઘણું મુક્તિતણું , સકલ સાથે નથી થાતા, ક્રિયા ને જ્ઞાન બે યુગે, હુને સાધનવિષે રૂચિ. કરૂં છું મુખ્ય જે યોગે, પ્રગટ રૂચિબળે સાધન, રહ્યા ગૌણત્વ જે યોગ, નથી તેનું જરા ખંડન. અમોને ગૌણ જે વેગો, પ્રગટ તે મુખ્ય અને, સકલને લક્ષ્ય મુક્તિનું, અનન્તા સુખ લેવાને. ઘણું આસન્ન મુક્તિના, ઘણું દૂરજ મુક્તિથી, રહ્યા તે મુક્તિ રસ્તામાં, મુસાફર મુક્તિના તે છે. ૧૦ દૂરાસન્નાદિ ભેદેતો, વિરોધી મુક્તિના નહીં તે, દૂરાસન્નાદિ કાલે પણ, પડે નહિ ભેદ, મુક્તને. ભ. ૧૮
For Private And Personal Use Only