________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૧) છતી કળે છે કે, કેઈ એ કાળી દાઢીવાળે મનુષ્ય નથી કે જેને મે અપરિણતિવડે સંસારમાં ન રમાડ હોય! પરભાવદશાના સમયમાં સર્વ આત્માઓને મેં જોગવ્યા છે. અશુદ્ધપરિણામવડે મે સર્વે આત્માઓને મારા તાબામાં કરીને તેઓને પરભાવ રમણતામાં લયલીન કર્યા છે. પૂર્વ મિથ્યાત્વદશામાં મારું બળ ખરેખર-પરભાવમાં પરિણામ પામીને–આત્માને પરભાવમાં રમાડવા સમર્થ બન્યું હતું. પૂર્વની દશા મારી જોઉં છું તો મિથ્યાત્વદશામાં પણ મારી વિચિત્ર ગતિ હતી. મિથ્યાત્વ પરિણામ પામેલી એવી હું પૂર્વસમયમાં પણ પરણેલી નહોતી અને કુમારી પણ નહોતી; તેમ સમ્યકત્વ પરિણુમને પામેલી એવી હું કેઈની સાથે પરણેલી નથી. અદ્યાપિ પર્યન્ત હું બાલકુમારિકા છું. સામાન્ય મિથ્યામતિ અને સામાન્ય સમ્યકત્વમતિની અપેક્ષાએ સર્વ આત્માઓની સાથે સંબંધ ધરાવનારી એવી મતિનું, આ પ્રમાણે બોલવું થાય છે; એમ વાચકેએ લક્ષ્યમાં રાખવું. પિતાની પૂર્વાવસ્થાની શક્તિ અને સમ્યકત્વાવસ્થાની અપૂર્વ શક્તિને, મતિ પોતે પોતાની મેળે કળે છે.
શ્રીમદ્ આનન્દઘનજી મિથ્યામતિ અને સમ્યકત્વમતિનું જાતિની અપેક્ષાએ, તેના મુખે માહાસ્ય જણાવીને દુનિયાની આગળ અપૂર્વભાવ ખડે કરે છે. મિથ્યાત્વપરિણામ પામેલી મતિ, ખરેખર કર્મરૂપ પુત્રને ઉત્પન્ન કરે છે. મિથ્થામતિની સાથે રાગદ્વેષાદિની પરિણતિને સંબન્ધ ગાઢ હોય છે, તેથી–મિથ્થામતિથી મનુ પિતાના આત્માના બળને દુરૂપયોગ કરીને, આત્માના બળને પરવસ્તુમાં પરિણમાવીને -કર્મરૂપ જડ વસ્તુના કર્તા અને ભક્તિા બને છે અને કર્મના સંબંધમાં ક્ષીર-નીરની પિઠે આત્માવડે પરિણમીને શુદ્ધધર્મને પ્રગટ કરી શકતા નથી. રાધાવેધ વગેરેની સાધના કરવી સહેલ છે, પણ મતિને સમ્યપણે પરિણાવવી મુકેલ છે. મિથ્થામતિની પરિણતિ સાથે જ્ઞાનાવરણીયાદિ કર્મની પરિપતિ પણ સામેલ થાય છે અને તેથી તેઓ સંસારની વૃદ્ધિ કરવામાં પિતાનું સર્વ બળ વાપરે છે. અજ્ઞાનદશામાં સર્વ જીવોને આવી પરિણતિનાં નાટક ભજવવાં પડે છે. મિથ્થામતિના જોરથી રાજા-રાણુ-રકને લક્ષ્મીદારે પણ કર્મની પરંપરા પ્રતિદિન વધારે છે. અજ્ઞાની છે એવા તે મિથ્યાત્વપરિણતિના પાસમાં સપડાયા છે કે, તેઓને છૂટકે ખરેખર સદ્ગુરૂના ઉપદેશવિના થઈ શકતો નથી. મિથ્યાત્વ વિચારોના પ્રવાહમાં અનેક મનુષ્ય તણાય છે અને તેઓ પોતાનું જીવન શામાટે ગાળે છે! તેને પણ વિચાર કરતા નથી. આત્માની શક્તિોને સમ્યક પ્રકારે જાણીને-તેઓને પ્રકાશ કરીને, અન્યોને પણ તેવી રીતે બનાવવા માટે ઉત્તમ મનુ જીવે છે. અજ્ઞાની જીવો પિતાના એકદેશીય
For Private And Personal Use Only