________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) ભાવાર્થ–મતિ અર્થાત બુદ્ધિ કહે છે કે, મારો વ્યવહાર સમ્યકવરૂપ સાસરે-શ્વસુર છે અને માર્ગાનુસારીના ગુણો આદિ વ્યવહાર ધર્મ આચરણુરૂપ મારી સાસુ છે. વ્યવહાર સમ્યકત્વ સસરો બાળભોળ અર્થાત બાળક છે. નિશ્ચય નયની અપેક્ષાએ ઉપશમાદિ સમ્યકત્વ તે વસ્તુતઃ સમ્યકત્વ ગણાય છે અને તેની અપેક્ષાએ વ્યવહાર સમ્યકત્વરૂપ સસરે બાળ કહેવાય છે અને તેમાં સરલતા હોવાથી ભોળો ગણાય છે; ભોળાને અર્થ અત્ર સરલ ગ્રહણ કરો. વ્યવહાર ધમોચરણુરૂપ સાસુ પણ અન્તરંગ ધ્યાનક્ષિાની અપેક્ષાએ બાળ અર્થાત બાલિકા છે અને તે કેઈપણ એક જીવની સાથેજ સદાકાલનો સંબન્ધ બાંધતી નહિ હોવાથી, તે કુંવારી (કુમારી) ગણાય છે. વ્યવહાર સમ્યકત્વ અને સત્ય વ્યવહાર ધર્માચરણુવડે અત્તરાત્માની ઉત્પત્તિ થાય છે, તેથી વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્માચરણે બે જનક હોવાથી અન્તરાત્માનાં, પિતા અને માતા ગણાય છે અને તે બેથી અન્તરાત્માની ઉત્પત્તિ થતી હોવાથી, અત્તરાત્મા તે ઉપમાએ પુત્રરૂપ ગણાય છે અને તે મતિને સ્વામી કહેવાય છે. મતિ અથૉત્ બુદ્ધિ કર્થ છે કે, હું મારા સ્વામીને અનેક પ્રકારના પરિણામરૂપ પારણામાં ઝુલાવનારી છું.
દ્વિતીય પક્ષ ભાવાર્થમાં નીચે પ્રમાણે પણ અર્થ થાય છે. આત્મારૂપ સ્વામિની મતિ અર્થાત્ બુદ્ધિ, સ્ત્રી છે; મતિ કહે છે કે, મારે મિથ્યાવરૂપ સસરે છે અને તે બાલકની પેઠે અજ્ઞાનની ચેષ્ટા કરનાર હેવાથી બાળક ગણુય છે, તેમજ તે ભળે અર્થાત મૂર્ખ છે. મિથ્યાત્વના સ્પષ્ટ ઉદયે મિથ્યાત્વ ગુણસ્થાનક ગણાય છે-પહેલા ગુણસ્થાનકમાં રહેલે બહિરાત્મા તે બુદ્ધિનો સ્વામી છે, તેમજ મતિ કહે છે કે મારી મિથ્યાત્વની આચરણરૂપ સાસુ છે; મિથ્યાત્વની આચરણું, અજ્ઞતા યોગે થાય છે તેથી મિથ્યાત્વ ક્રિયારૂપ સાસુને બાળ કહેવામાં આવે છે અને તે મિથ્યાત્વ ક્રિયા, કોઈ અમુક જીવનીજ સાથે માત્ર સંબન્ધ ન ધરાવતી હોવાથી, કુમારી ગણાય છે. કર્મરૂપ પારણુમાં બહિરાત્મારૂપ સ્વામી, પ્રમાદભાવે પિઢયો છે તેને મતિ અર્થાત્ બુદ્ધિ કહે છે કે, પરભાવ પરિણતિરૂપ દેરીવડે હું તેને ઝુલાવનારી છું.
તૃતીય પક્ષ ભાવાર્થમાં નીચે પ્રમાણે અર્થ થાય છે. મતિ અર્થાત બુદ્ધિ કથે છે કે, મારે આત્મારૂપ સ્વામી છે અને સરૂપ સસરે બાળકની પેઠે શુદ્ધાન્તઃકરણધારક અને ભેળ અર્થાત સરલ છે, તેમજ બાલકની પેઠે સત્ય કથનારી અને સદાકાલ કુમારી એવી ગુરૂની વાણુરૂપ સાસુ છે; ઘેડીયાના ચાર પાયારૂય ચતુર્ગતિવડે યુક્ત; કર્મરૂપ
For Private And Personal Use Only