________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) ભાવાર્થ:–શ્રી તીર્થકર ભગવાનના મુખરૂપ ગગનમંડળમાં વાણુંરૂ૫ ગાય વિહાણી, અર્થાત વાણુરૂપ ગાયને પ્રકાશ થશે અને વાણુંમાંથી નીકળેલા ઉપદેશરૂપ દુધને જગતમાં જમાવ થયો. તે દૂધમાંથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, અખંડાનંદરૂપ માખણને વિરલા-જ્ઞાનયોગિઓ. પામ્યા અને પામે છે અને પામશે; બાકી સ્વમત કદાગ્રહ, કલેશ, વાદવિવાદરૂપ ખાટી છાશથી જગતના લોક ભરમાયા, ભરમાય છે અને ભવિષ્યમાં ભરમાશે. દૂધનો અસારભાગ છાશ કહેવાય છે તેમ, ભગવાન નના ઉપદેશનો સારભાગ મૂકીને અસારતા ગ્રહણ કરનારા પિતાની અવળી મતિના વેગે, છાશ જેવા કદાગ્રહ, લેશરૂપ ભાગને ગ્રહણ કરે છે. ભગવાનની વાણીથી-હેય, રેય અને ઉપાદેય તત્ત્વોનો પ્રકાશ થાય છે. નવતત્ત્વમાં હેય, રેય અને ઉપાદેય તત્ત્વોને વિવેક કરીને જેઓ સમ્યકત્વ શુદ્ધચારિત્રરૂપ સમાધિને ગ્રહણ કરે છે; તે માખણરૂપ સારાંશને ગ્રહણ કરનારા જાણવા. શ્રોતાના શ્રોત્રાકારારૂપ ગગનમંડલમાં શ્રી ભગવાનની વાણીરૂપ ગાય વિહાણ અને તેના દૂધને હૃદયરૂપ ધરતીમાં જમાવ છે, તેમાંથી એટલે ઉપદેશરૂપ દૂધમાંથી ઉપાદેય સારરૂપ શુદ્ધધર્મમાખણને કઈ વિરલા પામ્યા, બાકી અસાર ભાગરૂપ જે છાશ તેમાં આખું જગત ભરમાયું છે; એવો અર્થ ગ્રહણ કરવો.
બહિર્ન તંબુરાથી પ્રભુના ગુણો ગવાય છે, એમ સર્વ લોકે જાણે છે. બાહ્ય તંબુરાની ઉત્પત્તિ પ્રથમ તપાસતાં માલુમ પડે છે કે, પ્રથમ તંબડાના બીજમાંથી અંકરે પ્રગટે છે, તેમાંથી વેલાનું થડ ઉદ્દભવે છે અને તેમાંથી વેલો મોટો થતાં પત્ર નીકળે છે અને પશ્ચાત્ કુલ પ્રગટે છે, પશ્ચાત્ મોટું તુંબડું–ફળ ઉત્પન્ન થાય છે, તેને તંબુરે કરવામાં આવે છે; તંબુરાની જનક કારણ પરંપરા આ પ્રમાણે જોવામાં આવે છે. આત્મારૂપ તંબુરાને થડ, પત્ર, ફૂલ, વગેરે કંઈ નથી. આત્મારૂપ તંબુરે પરાભાષાથી પ્રભુના ગુણ ગાય છે. આત્મારૂપ તંબુરાને ગાનાર પરાભાષાવડે આત્મારૂપ ગવૈયો છે. તેનું રૂપ વારે
ખા કઈ નથી - તે કોઈનાથી ઉત્પન્ન થયો નથી, તેથી તેની બાધના તંબુરાની પેઠે કારણુ પરંપરા નથી. અસંખ્યાત પ્રદેશરૂપ તંબુરાને આત્મારૂપ ગ –પરાભાષાવડે વગાડે છે. એ આત્મા, સુગુરૂએ બતાવ્યો છે, તેને જે જાણે છે તે પોતાના આત્મારૂપ તંબુરાવડે પરમાભાનું, જિહાવિના–પરાભાષાવડે ભજન કરે છે. આત્મા નિર્વિકલ્પદશામાં પિતાના સ્વરૂપને સેવે છે. પોતાના શુદ્ધસ્વરૂપને ગાનાર આત્મા પોતેજ છે. આત્મરૂપ તંબુરાની સાથે બંધબેસતું કાવ્ય નીચે પ્રમાણે છે, તે સમજવાથી વિશેષ પ્રકાશ પડશે, માટે અત્ર તે દાખલ કરવામાં આવે છે.
ભ. ૫૭
For Private And Personal Use Only