________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૭) ભલું કરી શકાય, પણ તેવિન અને મારી નાખવામાં પ્રવૃત્તિ થાય, તે વ્યાધ્રાદિની પેઠે પાશવીય પ્રેમ અવધે. શરીરની સુન્દરતાને દેખી કેઈના ઉપર પ્રેમ થાય છે તે શારીરિક પ્રેમ કહેવાય છે; એ પ્રેમ પણ ઉત્તમ નથી, કારણ કે તેવા પ્રકારના પ્રેમને તે પશુઓ અને મૂઢ મનુષ્યો-ચામડીના મોહે ધારણ કરે છે. અલ્લાઉદ્દીન અને એરંગજેબની પેઠે પોતે જે ધર્મ પાળતા હોય તેને વિસ્તાર કરો અને સ્વાભિમત ધર્મ માનનારાઓ ઉપર પ્રેમથી મરી મથવું અને અન્ય ધર્મ પાળનારાઓની કત્તલ કરવી, તેમનું સર્વસ્વ નષ્ટ કરવું અને તેઓના દેવોને ગાળે ભાંડવી, તે તે સંકુચિત ધબ્ધ પ્રેમ ગણાય છે. આવા સંકુચિત ધર્મેન્દ્ર પ્રેમને પ્રેમ જ કહેવામાં મોટામાં મોટી ભૂલ કરાય છે. આવા પ્રકારને સંકુચિત ધમો પ્રેમ, સ્વપરનું હિત કરવા સમર્થ થતો નથી. કેટલાક આગમ નિરપેક્ષ, પિતાની બુદ્ધિની કલ્પનાથી પોતાના ધર્મ સાધુઓને સત્ય માની તેના ઉપર પ્રેમ ધારણ કરે છે અને તેથી અન્ય–જે જે સાધુઓ, કે જે પોતાના અભિમતથી ભિન્ન હોય તેઓને નાશ કરવા–તેઓનું ભૂંડું કરવા પ્રયત્ન કરે છે, તેઓ પણ સંકુચિત ધમધમધારક જાણવા. કેટલાક મનુષે પાંજરાપોળ બાંધે છે અને પશુઓ ઉપર પ્રેમ રાખે છે અને તેઓનું પાલન કરે છે, પણ કદાપિ કેઈ મનુષ્ય વ્યક્તિમાં વા અમુક શ્રાવક વા સાધુમાં કઈ જાતને દોષ સાંભળે છે વા દેખે છે, તે તેઓની હેલના કરવા તથા તેઓનું અશુભ કરવા-મન, વાણું અને કાયાથી પ્રવૃત્તિ કરે છે, અર્થાત વાઘ, સાપ, મગર અને હડકાયા કૂતરાની પણ દયા કરનારા અને તેના ઉપર પ્રેમ ધારણ કરનારા મનુષ્ય, અન્ય કઈ મનુષ્ય વ્યક્તિમાં, દારૂપાન, વ્યભિચાર વા અસત્ય ભાષણ વગેરે દેષ હોય છે તે, તેના ઉપર તૂટી પડે છે અને તેના પ્રાણુને નાશ કરવા પ્રયત્ન કરે છે, તેનાં આજીવિકાનાં સાધનોને પણ હરી લે છે અને નિન્દાદિવડે તેના મનને અત્યંત રમંતાપીને પરમાધામીની પેઠે વેદના કરવા બાકી રાખતા નથી, એ શું ખેદજનક નથી? અલબત અત્યંત ખેદકારક છે. કેટલાકે વાઘ, સર્પાદિ પશુઓની દયા કરે છે, પણ કેઈ સાધુમાં કંઈ દેવ આવી ગયું હોય, વા એવી વાત પણ સંભળાઈ હોય તો તેના મનને દુઃખવવા અને તેને ધૂળ જેવો હલકે કરવા નિર્દય પરિણુંમને ધારે છે; આવા પ્રકારના મનુષ્યના પ્રેમને વિવેકશૂન્ય-તુચ્છ પ્રેમની ઉપમા આપવામાં આવે તે, ખરેખર તે અયોગ્ય નહિ ગણુય. કેટલાક મનુષ્ય, પિતાના શ્રેયમાં જે સહાય કરે છે તેના ઉપરજ પ્રેમ ધારણ કરે છે અને અન્યના પ્રતિ પ્રેમની દષ્ટિથી કદી જોતા નથી; આવા પ્રકારના
For Private And Personal Use Only