________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે ત્યારે ક્યાંથી ઉભો રહી શકે? અલબત ઉભે રહી શકે નહિ. આત્માભિમુખવૃત્તિ રાખવામાં જ્ઞાનગુણની પેઠે ધેર્યની પણ અત્યંત આવશ્યકતા સિદ્ધ કરે છે. હાલના કાલમાં છઠ્ઠા ગુણસ્થાનકની અને કવચિત્ સાતમા ગુમુસ્થાનકની હદ પ્રમાણે અન્તવૃત્તિ સાધી શકાય છે.
વ્યવહાર અને નિશ્ચયનયથી અન્તવૃત્તિનું સ્વરૂપ અવબોધીને, બે નવડે અન્તવૃત્તિની સાધના સાધવી જોઈએ. અન્તવૃત્તિને સાધવા માટે જે જે નિમિત્ત કારણેને અવલંબવાં પડે અને જે જે વ્રતો તથા શરીરાદિની બાહ્ય ક્રિયાઓ કરવી પડે, તેને વ્યવહારથી અન્તવૃત્તિ કહેવાય છે. રાગ દ્વેષાદિના પરિણામની મન્દતા અને આત્મામાં મનની સ્થિરતાવડે જે જે અંશે રમણતા અને સ્થિરતા થાય –મનની અમુક સાધન વડે એકાગ્રતા થાય, તેને નિશ્ચયનયથી અન્તવૃત્તિ કથે છે. પાતજલ ગની પરિભાષા–ધારણા, ધ્યાન અને સમાધિને સંયમ કહેવામાં આવે છે; તેવી સંયમ દશામાં રહેવાની ઈચ્છાવાળાને અન્તત્તિની સાધના કર્યા વિના છૂટકે થતો નથી.
ધર્મધ્યાનમાં અને શુકલધ્યાનમાં પ્રવેશ કરવાની ઈચછાવાળાએ અતવૃત્તિની સાધના કરવી જોઈએ. પ્રભુપૂજા અને ભક્તિ આદિની આવશ્યકતા સ્વીકારવાનું કારણ પણ એ છે કે, તેથી અન્તવૃત્તિની પ્રાપ્તિ થાય છે. તીર્થયાત્રાની આવશ્યકતા પણ અન્તવૃત્તિની પ્રાપ્તિ કરવા માટે જ છે. જે વખતે મન અસ્તવૃત્તિવાળું હોય છે, તે વખતે વક્તા, શ્રોતા, તથા લેખકને અમુક વિષયનું અલૌકિક જ્ઞાન થાય છે. જે વખતે કઈ પણ બાબતમાં મન લાગી (ચોંટી) જાય છે ત્યારે, નામ રૂપનું ભાન ભૂલાય છે અને તેથી તેને તે તે બાબતનું અભિનવજ્ઞાન થયા વિના રહેતું નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, મનોવૃત્તિ જે આત્માની સન્મુખ લાગી રહી હોય છે તો,-બાઇનું નામ રૂપ ભૂલાતાં આત્મતત્ત્વ સંબધી અપૂર્વ જ્ઞાન પ્રગટી શકે છે. આમાના તાબામાં થએલું મન દુનિયાના પદા
માં લેપાયમાન થઈ શકતું નથી અને રાગ દ્વેષની અલિપ્તતાએ– પ્રારબ્ધગે આવેલી ઉપાધિ, શાન્તિથી દવા આત્મ સમર્થ થાય છે. અન્તવૃત્તિના સામર્થ્યને કોઇની ઉપમા આપી શકાતી નથી. અન્તવૃત્તિનું સામર્થ્ય જ્યારે ઉત્પન્ન થશે, ત્યારેજ કેવલજ્ઞાનની ઉત્પત્તિ થશે. પાતાળી કુવાનું જલ કદાપી ખૂટી જાય, પરંતુ અન્તવૃત્તિનું સામર્થ્ય કદાપિ ખૂટતું નથી. મોટા મોટા મુનિવરે અન્તવૃત્તિના સામર્થ્યને પ્રાપ્ત કરવા પ્રયત્ન
અન્તવૃત્તિની પ્રાપ્તિ કરવામાં મેહનું કુટુંબ વિશ્વ નાખે છે. કામ ક્રોધ, લોભ, માયા, મત્સર, અહંકાર, હાસ્ય, ભય, શેક, નિન્દા અને
For Private And Personal Use Only