________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૫) કલેશ આદિ મેહના સુભટને છત્યાવિના અન્તવૃત્તિના પ્રદેશમાં ગમન કરી શકાતું નથી.
મેહના ક્રોધાદિક સુભટોને જીતવામાં ધર્મ સમા છે. મેહના કુટુંબને જીતવા માટે જે પ્રયત્ન કરે છે, તે જિનને અનુયાયી–જૈન કહે વાય છે; જેન એવું નામ ધારણ કરવાથી વા જૈન કુળમાં ઉત્પન્ન થવા માત્રથી કંઈ જૈન કહેવાતો નથી, પણ મોહના કુટુંબને જીતવાના પ્રયાસો જે કઈ કરે છે તે જૈન કથાય છે. જે મનુષ્ય, મેહના કુટુંબના પાશમાં ફસાતા જાય છે, તે મનુષ્ય થવાને માટે પણ લાયક નથી. સવિના મનુષ્ય ખરેખર પશુસમાન છે. વિશ્વાસ, એકટેકી, ઉપકાર, આદિગુણે પશુઓમાં રહ્યા હોય છે,–તેવા ગુણો, જે મનુષ્યમાં હેતા નથી તે મનુષ્ય, મનુષ્ય તરીકે ગણી શકાય નહિ. મેહના કુટુંબ ઉપર જીત મેળવવાથી આખી દુનિયા પર જીત મેળવી શકાય છે. આખી દુનિયા મેહના કુટુંબને જીતવા પ્રયત્ન કરશે તે, દુનિયાની ઉન્નતિ થયાવિના રહેશે નહિ. વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિમાં વિશ્વ નાખનાર મેહનું કુટુંબ છે. ઘરની, શેરીની, જાતિની, દેશની અને સમાજની ઉન્નતિમાં પણ વિધ્રના કાંટા વેરનાર મેહનું કુટુંબ છે. દુનિયાની પાયમાલી કરનાર મેહનું કુટુંબ છે. જે મનુષ્ય રાગ દ્વેષરૂપ બહિવૃત્તિના ઉપાસક બને છે, તેઓની સબત મેહનું કુટુંબ કરે છે. રાગ દ્વેષરૂપ આહ્યવૃત્તિથી કઈ પણ દેશની ઉન્નતિ થઈ નથી. જગતના ઉદાર વિચારેને સાંકડા કરાવી નાખનાર બાહ્યવૃત્તિ છે. મનુષ્યમાત્રના ગંભીર અને ઉદાર વિચારેને હરી લેનાર બાહ્યવૃત્તિ છે, માટે શ્રીમદ્ આનન્દઘનજી બાહ્યવૃત્તિ અને અન્તવૃત્તિનું પાત્ર ચીતરીને પિતાને તથા અન્યોને બધ આપે છે. પિતાના આત્મામાં સ્થિર થઈને, શ્રીમદ્ આવા ઉચ્ચ ઉદ્ધાર કાઢે છે માટે, તેમના વિચારેની અસર અન્યોને સારી રીતે થાય છે. શ્રીમદ્ પિતાના હૃદયમાં ઉત્પન્ન થતી બહિર્ અને અન્તવૃત્તિને ચિત્રીને પિતાના આત્માને અવૃત્તિ સન્મુખ કરવા પ્રેરણું કરે છે. મેહના કુટુંબે અનાવૃત્તિનું કાર્ય બગાડ્યું, એમ અન્તવૃત્તિના મુખે કહેવરાવીને અન્તવૃત્તિનું વિવેકબળ પ્રકટ કરે છે. શ્રીમદે આ બે પાત્ર અને આત્માની દશા જવીને વિવેક જ્ઞાનનો માર્ગ ખુલ્લો કર્યો છે. આ પદનો સારાંશ એ છે કે, બાહ્યવૃત્તિને ત્યાગ કરીને અન્તવૃત્તિનો આદર કરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પિતાના અધિકાર પ્રમાણે, અન્તવૃત્તિને આદર કરવો જોઈએ. અનવૃત્તિની પ્રાપ્તિ માટે સદ્ગુરૂદ્વારા પ્રયત્નશીલ થવું એજ મનુનું મુખ્ય કર્તવ્ય છે.
For Private And Personal Use Only