________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૬ )
पद ९७. ( રાગ ત્યાળ )
या पुगलका क्या विसवासा, हे सुपनेका वासारे ॥ या पुद्गलका ० ॥ चमत्कार विजली दे जैसा, पानी बीच पतासा ॥
या देहीका गर्व न करना, जंगल होयगा वासा. ॥ या पुद्गलका ० ॥ १॥ जूठे तन धन जूठे जोचन, जूठे है घरवासा ॥
आनन्दघन कहे सबही जूठे, साचा शिवपुरवासा. ॥ या पुद्गलका ० ॥२ ભાવાર્થ:--શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ પોતે જે શરીરમાં રહ્યા છે તેને દેખીને કથે છે કે, અહા! આ શરીરરૂપ પુદ્ગલના શેશ વિશ્વાસ ધારણ કરવા? સ્વપ્રમાં, કેાઈ ઘરમાં-મહેલમાં-રહેવાના ભાસ થયા હોય છે અને આંખ જ્યારે ઉઘડી જાય છે ત્યારે તેમાંનું કશું કંઈ હેતું નથી, તદ્વેત્ આ પ્રત્યક્ષ દેખાતું શરીર પણ ક્ષણિક હાવાથી તેના શો વિશ્વાસ કરવા? શરીર અનેક પ્રકારના રોગવડે ક્ષય થાય છે; ગમે તેટલા ઉપાયે કરવામાં આવે છે તાપણુ શરીર અન્તે ક્ષય પામે છે. આકાશમાં વિષ્ણુતા, જેવા ક્ષણિક ભાસ થાય છે તāત્, શરીરના પણુ અણુધાર્યો નારા થાય છે. જલમાં પતાસું જેમ ક્ષણવારમાં ઓગળી જાય છે, તેમ શરીરપણ ક્ષણવારમાં અણધાર્યું નષ્ટ થઈ જાય છે; આવા ક્ષણિક દેહના ગર્વ કરવા બિલકુલ યોગ્ય નથી. શરીરના અન્તે જંગલમાં વાસ થશે, અર્થાત્ જંગલમાં શરીરને બાળી નાખવામાં આવશે, વા અન્યરીત્યા પણુ તેના નાશ થશે, માટે શરીરપર મમતા ધારણ કરવી યેાગ્ય નથી. શરીર અને રૂપપર અહંત્વ કરવું બિલકુલ યોગ્ય નથી. શ્રીમદ્ આનન્દઘનજી પોતાના આત્માને કહે છે કે, હું ચેતન ! ખાદ્ય પદાર્થોની મમતા કરવી બિલકૂલ યાગ્ય નથી. જડ પદાર્થોમાં તું નથી અને જડ પદાર્થો તારા નથી. તનુ, ધન અને યોવન અસત્ય છેજ;-ઘરબાર, મહેલ, હવેલી વગેરે સર્વ અસત્ય છે; કેમકે દુનિયામાં મોટા મોટા ચક્રવાતૈયો થઈ ગયા પણ કાઈનીસાથે પૃથ્વી,-ઘરબાર વગેરે જડ વસ્તુએ ગઈ નથી અને જવાની નથી. શ્રીમદ્ આનન્દઘનજી પેાતાના મનમાં સત્યને અનુભવ કરીને ક૨ે છે કે, દુનિયામાં આત્મતત્ત્વવિના સર્વ વસ્તુએ જૂડી છે;-એક મુક્તિપુરીમાં વાસ કરવા, અર્થાત્ મુક્ત થઈને માક્ષમાં વાસ કરવા તેજ સત્ય છે. દુનિયાના જડ પદાર્થો કદી કોઈ આત્માના થયા નથી અને થવાના નથી, માટે હું ચેતન ! સર્વ પરવસ્તુનું અહં અને મમત્વ રિહરીને તું પેાતાના શુદ્ધાત્મસ્વરૂપમાં રમણતા કર !!
For Private And Personal Use Only