________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનાર ઉચ્ચશુદ્ધપ્રેમ જેના હૃદયમાં પ્રગટો હોય છે, તે ઇચ્છિત વસ્તુને પ્રાપ્ત કરી શકે છે. પ્રેમરસમાં મન પણ એકતાર બની જાય છે; માટે અન્તવૃત્તિ કરવામાં ઉચ્ચપ્રેમની અત્યંત આવશ્યકતા છે; એમ. સિદ્ધ થાય છે.
આત્મામાં મનોવૃત્તિને રમાડવાની જેની ઈચ્છા હોય, તેણે પ્રથમ અધ્યાત્મજ્ઞાન મેળવવું જોઈએ અને આત્માને પ્રેમરસ પાત્રભૂત કલ્પ જોઈએ, અર્થાત આત્મામાં જ પ્રેમરસ કવો જોઈએ. આ પ્રમાણે આભાપર પ્રેમમય વૃત્તિ બની રહેવાથી અન્તવૃત્તિ પ્રતિદિન વિશેષતઃખીલ્યા કરે છે. આત્મામાં પ્રેમ લાગતાં હક્રમ અને રોમોક્રમ થાય છે અને મન આનંદકારી રહે છે. આત્મામાં પ્રેમ લાગતાં દોષદૃષ્ટિનું મૂળ નષ્ટ થાય છે અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, તેમજ કેઈની નિન્દા આદિમાં પ્રવૃત્તિ થતી નથી; આવા શુદ્ધ પ્રેમની બલિહારી છે! જે મનુષ્યને આ આત્મિક-શુદ્ધ પ્રેમ પ્રગટયો છે, તેઓને મારે નમસ્કાર થાઓ ! ! આત્માપર પ્રેમની લગની લાગતાં મનના સંકલ્પવિકલ્પ ટળે છે અને તેથી સમાધિની પ્રાપ્તિ થાય છે. પ્રથમાવસ્થામાં શુભપ્રેમવિના ધર્માનુછાનમાં ચિત્ત લાગતું નથી અને ધર્મક્ષિાઓ કરતાં છતાં પણ,–તે તે કિયાઓને પ્રેમ નહિ હોવાથી શૂન્યતા ભાસે છે. પ્રેમથી પરમાત્માની શ્રદ્ધા થાય છે. ધર્મ પ્રેમથી સમ્યકત્વનું બીજ રેખાય છે, માટે અશુભ, રોગ, છેષ અને ઈર્ષ્યા વગેરે જેમાં ન હોય એવા શુદ્ધ પ્રેમથી વર્તવું જોઈએ. સર્વ જીવોપર પ્રેમથી મિત્રીભાવના ધારણ કરવી; કેટલાક જીવો અશુભ કરવા પ્રવૃત્તિ કરે તે પણ સામું અશુભ ન કરતાં તેઓના આત્માનું શ્રેય: ચિંતવવું –આવા ઉત્તમ પ્રેમને જૈનધર્મના ઉત્તમ મુનિવરે ધારણ કરે છે. શ્રી મહાવીર પ્રભુએ સર્વ પર પ્રેમ ધારણ કર્યો હતે-જ્યારે તે છઠ્ઠા ગુણઠાણે હતા ત્યારે, સર્વ જીવોની સાથે મૈત્રીભાવને ધારણ કર્યો હતો તેથી ઉપસર્ગ કરનારાઓના ઉપસર્ગ સહન કરીને તેના પર મૈત્રીભાવના ભાવી હતી. ધમેની ક્લિાઓ કરતાં આ ઉત્તમ પ્રેમ ધારણ કરવાથી, મનરૂપ આકાશમાં મૈત્રીભાવનારૂપ ચન્દ્ર ખીલી શકે છે. શ્રી મહાવીરસ્વામીએ કેવલજ્ઞાન પામ્યા પૂર્વે -છદ્મસ્થ સાધુ અવસ્થામાં ઉત્તમ શુદ્ધ પ્રેમ ધાર્યા હતા તેવા પ્રેમને કેઈ ગીતાર્થ મુનિવર પારખી શકે છે. શઠ મનુ, કે જેઓ નિરક્ષર અને આગમ તત્ત્વજ્ઞાતા નથી અને અક્ષરના શત્રુઓ છે, તેઓ આવા ઉત્તમ પ્રેમનું રહસ્ય અવબોધી શકતા નથી. અનુભવજ્ઞાની આવા ઉત્તમ-શુદ્ધ પ્રેમને અનુભવ પામી શકે છે. જે અનુભવજ્ઞાની આ ઉત્તમ પ્રેમ ધારણ કરે છે, તેના મનમાં આનન્દની સૃષ્ટિ ખીલી ઉઠે
For Private And Personal Use Only