________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૫)
પાળી શકાય છે. દયા, દાન અને શીયલ પાળવામાં પણ પ્રેમનું પ્રથમ પ્રાબલ્ય હોય છે. ન્હાનાં બાળક ઉપર માતાને અત્યન્ત પ્રેમ હોય છે, તેમ ન્હાના બાળકને પણ માતાના ઉપર અત્યન્ત પ્રેમ હોય છે, પરંતુ બાળક મોટી ઉમરનું થાય છે ત્યારે પ્રેમના સૂત્રને મલીન કરી દે છે, તેથી તેના ઉપર જનની વગેરેને પૂર્વના જે પ્રેમ રહેતો નથી. મનુષ્ય, સ્વાર્થીદિ દેવડે વસ્ત્રની પેઠે પ્રેમને પણ મલીન કરી દે છે. ઉચ્ચ પ્રેમનો પ્રાદુર્ભાવ કરવો હોય તે ઉચ્ચ જ્ઞાન અને સત્વગુણની પ્રાપ્તિ કરવી જોઈએ. જેમ જેમ આત્માની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ ઉચ્ચ પ્રેમની પણ શુદ્ધિ થતી જાય છે.
સ્વર્ગીય પ્રેમમાં વૈધવ્ય, કલેશ, વગેરે કંઈ પણ અનર્થ હોતું નથી. શરીર રૂપ આદિના પ્રેમને પ્રેમ કહેવામાં ઘણું વિરોધો આવે છે. મૂઢ મનુષ્ય શરીરના રૂપમાં પ્રેમ ધારણ કરે છે પણ તેમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે, તે મૂઢ મનુષ્ય શરીરના પ્રેમની ભૂલ સમજી શકે છે. અમુક કારણથી પ્રેમ બાંધવામાં આવે છે અને અમુક કાર્ય નહિ કરવાથી પ્રેમને ઉતારવામાં આવે છે, આવી દશાના પ્રેમને શું શુદ્ધ પ્રેમ કહી શકાય કે ? “અમુક મનુષ્યના ઉપર પ્રથમ તો બહુ પ્રેમ હતો, હવે તે તેના સામું પણ જેવું ગમતું નથી; અમુક મનુષ્ય પ્રથમ તે સાર હતો તેથી તેના ઉપર પ્રેમ કર્યો હતે, હવે તે તે ભ્રષ્ટાચારી બની ગયો છે તેથી તેના ઉપર પ્રેમ આવતું નથી, પણ ઉલટ ક્રોધ આવે છેઆવાં વચનો બોલનારના મનમાં શું ખરા પ્રેમનો આવિર્ભાવ કહેવાય છે? ઘડીમાં પ્રેમ બંધાય અને ઘડીમાં પ્રેમ ચાલ્યો જાય ! આ સર્વ કૃત્રિમ પ્રેમનાં લક્ષણ છે. કેટલાંક કાર્યો સાધી લેવાં હોય ત્યારે ધવલશેઠની પેઠે પ્રેમ કરવામાં આવે અને પશ્ચાત પ્રાણપહાર કરવામાં પણ વાર ન લગાડવામાં આવે! એ કદીશુદ્ધ પ્રેમ જ કહેવાય નહિ. કેટલીક વખતે કહેવાય છે કે “તમારા ઉપરથી બે કલાક પહેલાં પ્રેમ ઉતરી ગયો હતો, પણ હવે તે પાછો તમારા ઉપર પ્રેમ થયે છે” “હાલમાં તે કંઈ પ્રેમ દેખાતે નથી” “હવે તો હું પ્રેમ કરનાર નથી” “હવે તે હું ઉપર ઉપરથી પ્રેમ રાખીશ” “તમારો પ્રેમ હાલમાં કંઈ જતો નથી” “તું પ્રેમના સેગન ખાય તે તું પ્રેમી છે” “મારા ઉપર પ્રેમ છે કે?” ઈત્યાદિ વાકોમાં કૃત્રિમ પ્રેમનું પિકળ સ્પષ્ટ અવબોધાય છે. પિતા અને પુત્ર, પતિ અને પતી, સ્વામી અને સેવક, મિત્ર અને અન્યમિત્ર, ગુરુ અને શિષ્ય, રાજા અને કેટવાળ, માતા અને દીકરી, રાજા અને પ્રજા, સાધુ અને શ્રાવક, ભક્ત અને
For Private And Personal Use Only