________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૧) બનેલાઓને પણ બહિર્મુખવૃત્તિ છેડતી નથી, અર્થાત તેઓને ઉપર પણ તે પિતાને હુકમ ચલાવીને દાસની માફક પ્રવૃત્તિ કરાવે છે.
બહિર્મુખવૃત્તિ ધારકે પૂલ જગતની પૂલ-ક્ષણિક ઉન્નતિ અર્થે પિતાના પ્રાદિકનું સ્વાર્પણ કરે છે, કિન્તુ અન્ત ક્ષણિક ઉન્નતિને વેગ શિથિલ પડે છે અને તે ઉદધિ તરંગની પેઠે પિતાનું ચલત્વ દર્શાવીને વૈરાગ્યને ઉપદેશ દેવાની પેઠે આચરણ કરે છે. બહિર્મુખવૃત્તિવાળાઓ, બાહ્યમાં સુખના ધાર્થ પ્રોફેસર બને છે, બાહ્ય વસ્તુઓના અનેક આકારે બનાવીને તેઓને ભેગ અને ઉપભેગમાં લે છે, પણ અને તેઓ મક્ષિકાની પેઠે હાથે ઘસે છે અને નિરાશાના ઉદ્ધાર કાઢીને દિલગીરી જાહેર કરે છે, તે બહિવૃત્તિએ આત્માને ભૂતકાળમાં અંશમાત્ર પણ શાન્તિ આપી નથી અને ભવિષ્યમાં અંશમાત્ર પણું શાન્તિ આપનાર નથી. શ્રી કેવલજ્ઞાનીએ વસ્તુનું જે સ્વરૂપ કહ્યું છે, તે કદી અન્યથા થનાર નથી. બહિર્મુખવૃત્તિથી સંસાર છે, અર્થાત્ બહિમુખવૃત્તિ એજ સંસાર છે. બહિર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષને રસ હોય છે તેથી, આત્માને કર્મ પણ ચીકણું બંધાય છે. બાહ્ય પદાર્થોમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વ ઉત્પન્ન થતાં રાગ દ્વેષને ઉદય થાય છે અને તેથી બહિર્મુખવૃત્તિ પ્રગટી એમ કહેવાય છે. પાંચે ઇન્દ્રિયોના વ્યાપારની સાથે રાગ અને દ્વેષના અધ્યવસાયને પ્રાદુર્ભાવ થાય છે તેથી કર્મને રસબંધ વિશેષતઃ પડે છે અને તે કર્મરસ, ભવમાં ભ્રમણ કરીને આત્માને ભોગવવો પડે છે. બહિર્મુખવૃત્તિની સાથે કુમતિને ગાઢ સંબન્ધ છે. કુમતિની પ્રેરણુથી બહિર્મુખવૃત્તિ વૃદ્ધિ પામે છે અને સુખતિનાં કૃત્યોને ઉછેરવા તત્પર થાય છે. અન્તર્મુખવૃત્તિનો આત્માની સાથે અત્યંત પ્રેમ સંબંધ છે, પરંતુ આત્મા બહિવૃત્તિના યોગે અન્તમુખવૃત્તિપર અરૂચિ ધારણ કરે છે. બહિર્મુખવૃત્તિને કુમતિને પિતા મેહ ઉરકેરે છે; તેથી કમતિના પિતા–મેહને પણ મહાન અપરાધ છે. મેહ વારંવાર બક્યા કરે છે અને બહિવૃત્તિની સાથે ચેતનને જોડે છે અને ચેતનનું આન્તરિક ધન લુંટે છે, તેથી મેહ અપરાધી ઠરે છે. અન્તર્મુખવૃત્તિ વિદુષી હોવાથી, કુમતિના પિતા–મહને અપરાધી જાણે છે અને તેથી તે આન્તરિક ઉદ્વારથી મેહના કુટુંબને દુષ્ટ તરીકે જણાવે છે અને તેના ઘરના કુટુંબથી કંટાળી જઈને તેના ઉપર અરૂચિ ધારણ કરે છે, અર્થાત્ તેને ધિક્કારની દૃષ્ટિથી નિરીક્ષે છે, તથા પોતાના સ્વામિના સંયોગને વિયોગ કરાવનાર મોહના ઘરનું કુટુંબ છે; એમ જાણીને તેનું પિતાની સખીઓ આગળ પ્રાકટય કરે છે, અર્થાત્ તે પ્રમાણે કથીને તે પિતાની સખીઓને જાગ્રત કરે છે અને ચેતનને
For Private And Personal Use Only