________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૯ ) બહિર્મુખવૃત્તિ પિતાનાં સાધન તરીકે ફેરવી નાખે છે, આને કારણ? એ સ્વાભાવિક પ્રશ્ન ઉઠે, તેના ઉત્તરમાં કહેવાનું કે, અન્તર્મુખવૃત્તિમાં જ્યારે પ્રેમ લાગતું નથી ત્યારે, બાહ્ય પદાર્થમાં પ્રેમ લાગે છે અને તેથી વૃત્તિનું મુખ બહિરૂ થાય છે. મનુષ્યને એટલું તે અનુભવમાં આવે છે કે યત્ર યત્ર (જ્યાં જ્યાં) પ્રેમની લગની લાગે છે, તત્ર તત્ર મનની પ્રવૃત્તિ થાય છે. બાહ્ય પદાર્થોમાં વિશેષ પ્રેમ હોય છે તે અન્તરમાં વૃત્તિ લાગતી નથી, પણ આત્મસ્વરૂપમાં જ પૂર્ણ પ્રેમ લાગે છે તે, અનેક જાતના ઉપસર્ગો એ છતે પણ, શ્રી વીર પ્રભુની પેઠે અન્તરમાંજ વૃત્તિ લાગી રહે છે. જે મનુષ્યોને આત્મતત્વના પ્રેમની લગની લાગી હોય છે, તેઓની વૃત્તિને બહિર્મુખ કરવા ગમે તેટલું પ્રયત્ન કરીએ તે પણ તેઓ સ્વસ્વરૂપ ચૂકતા નથી; &ધક મુનિના શિષ્યો મુનિશ્રી મેતાર્ય અને ગજસુકમાલની અન્તરમાં પ્રેમની લગની લાગી હતી, તેથી તેઓની અાખવૃત્તિ થઈ હતી અને તેથી તેના ઉપર અનેક ઉપસર્ગ આવ્યા પણ બહિર્મુખવૃત્તિધારક બન્યા નહિ. જેની પ્રીતિ ખરેખરી રીતે આત્મામાં ચોંટી છે તેને શુદ્ધધર્મ પ્રેમની લગની લાગેલી હોય છે; એમ અનુભવ થાય છે.
પ્રથમ–દેવ, ગુરૂ અને ધર્મમાં પ્રેમ પ્રગટવાથી અન્તર્મુખવૃત્તિ સહેલાઈથી સાધી શકાય છે. મનુષ્યની વૃત્તિ જેણે તરફ પ્રેમ હોય છે તેણે તરફ વર્તે છે; પ્રેમનદીનો પ્રવાહ જેણી તરફ વહેતે હેય છે તેણી તરફ મનોવૃત્તિ લાકડાની માફક તણાતી જાય છે; પ્રારંભાવસ્થામાં વૃત્તિની ગતિ ખરેખર પ્રેમના ઉપર આધાર રાખે છે. પ્રારંભાવસ્થામાં શ્રદ્ધા, આત્મભેગ, ઉદ્યમ અને ઉત્સાહ ઈત્યાદિ ગુણે ખરેખર પ્રેમની પાછળ ગતિ કરે છે. મનોવૃત્તિને પ્રેમ પિતાની શક્તિ પ્રમાણે ખેંચી શકે છે. તેથી, અન્તર્મુખવૃત્તિ સાધકોએ અન્તરમાં પ્રેમના પ્રવાહને વહેવરાવ જોઈએ; કે જેથી અન્તર્મુખવૃત્તિની સાધના સિદ્ધ થઈ શકે; બાહ્ય પદાર્થોના પ્રેમથી બહિર્મુખવૃત્તિ બળવાન થઈને પોતાના કાર્યમાં તત્પર રહે છે, તેને એકદમ હઠાવવી એ કાર્ય ઘણું મુશ્કેલ લાગે છે. આત્મામાં રૂચિ વા પ્રેમ પ્રગટાવિના બહિર્મુખવૃત્તિને કરડો ઉપાયોથી પણ રેધી શકાતી નથી. પ્રેમ વા રૂચિ એમાં શું! માહાસ્ય છે કે જેનાવિના અન્તર્મુખવૃત્તિ પ્રાપ્ત થતી નથી? આવી જિજ્ઞાસા પ્રગટ થતાં પ્રેમનું સ્વરૂપ જણાવવામાં આવે છે.
“પ્રેમ છદ્મસ્થાવસ્થામાં પ્રેમ એ આત્માની એક પરિણતિરૂપે વર્તે છે, પ્રેમના બે ભેદ છે, (૧) ઘર અને (૨) મરાય, જેનાથી આત્માના
For Private And Personal Use Only