________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૮) પદાર્થોમાં ધર્મ માનીને સત્ય ધર્મથી પરા મુખ રહે છે. જેઓની સ્થલ બુદ્ધિ છે એવા બાળજીવો, વા સાક્ષર પણ કદાગ્રહી મનુષ્યો, સત્ય ધર્મના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી અને બહિર્મુખવૃત્તિથી ધર્મના નામે અધર્મની વૃદ્ધિ કરે છે. જે સમયમાં ધર્મોપદેશકે બહિર્મુખવૃત્તિના સેવકે બને છે તે સમયમાં, ધર્મના ભેદે, ધર્મના નામે કલેશે, ફાંટા અને કુસંપનું જોર વિશેષ હોય છે. જે કાલમાં ધર્મોપદેશકે વ્યાકરણ અને ન્યાયાદિ શાસ્ત્રને અભ્યાસ કરે છે, પણ અધ્યાત્મ અને
ગજ્ઞાનથી પરાશમુખ રહે છે તે કાલમાં, ગમે તે પત્થમાં અંધાધુંધીનું રાજ્ય પ્રવર્તે છે અને બહિર્મુખવૃત્તિનું પ્રાબલ્ય વધવાથી, મોહનું કુટુંબ પણ મનુષ્યના હૃદયમાં સ્વતંત્રતાથી પિતાનું કાર્ય બજાવે છે. જે કાલમાં મનુષ્યો બહિર્મુખવૃત્તિને ઉભવતા સામાન્ય ક્રિયાના કદાગ્રહી ભેદની અસહિષ્ણુતાથી એક બીજાના ઉપર આક્ષેપ કરે છે, તે કાલમાં જેનધર્મની પ્રગતિ મન્દ થવા માંડે છે અને ઓઘથી જૈનધર્મ માનનારાએની પણ જૈન ધર્મથી પરા મુખ દષ્ટિ થાય છે; આનું કારણ ખરેખર બહિર્મુખવૃત્તિ જ છે. બહિર્મપ્રવૃત્તિથી મનુષ્ય મનુષ્યત્વની કિસ્મત અવબોધી શકતા નથી. બહિર્મુખવૃત્તિ જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં મેહનું કુટુંબ તે અવશ્ય હોય છે. બહિર્મુખવૃત્તિનો સંચાર થતાં મનની ચંચળતા વૃદ્ધિ પામે છે અને તેથી જે જે પદાર્થોથી સુખની આશાને નિશ્ચય થાય છે, તે તે પદાર્થોથી અંશમાત્ર પણ સુખ મળતું નથી, પણ ઉલટ કલેશવડે મનમાં પરિતાપ થાય છે. બહિર્મુખવૃત્તિના પોષક હેતુઓ પૈકી, અવિદ્યા (અજ્ઞાન) વિશેષ પ્રકારે બલવતી છે. બાહ્ય પદાર્થમાં સુખના વિશ્વાસુઓ બહિર્મુખવૃત્તિ ધારણ કરીને સર્વ પ્રકારનાં પાપોને સેવે છે અને પિતાના ત્રણ યોગને પાપમય બનાવી દે છે અને તેથી તેવા મનુષ્યોના સંસર્ગથી અલ્પ શક્તિધારકેને પણ પાપની અસર થાય છે, અર્થાત્ તેઓ પણ બહિર્મુખવૃત્તિરૂપ સિધુના પ્રવાહમાં તણાય છે અને સત્ય ધર્મના સમ્મુખ થઈ શકતા નથી.
અન્તર્મુખવૃત્તિથી બહિર્મુખવૃત્તિને જ્યારે ત્યારે પણ પરાજય થાય છે. અન્તર્મુખવૃત્તિ કરવામાં પ્રથમ ઘણી મુશ્કેલીઓ પડે છે, પણ જે સતત અભ્યાસ સેવવામાં આવે છે તે અને બહિર્મુખવૃત્તિને પરાજય કરી શકાય છે. બહિર્મુખવૃત્તિના સંસ્કારે એકદમ કંઈ ટાળી શકાતા નથી, પણ શનૈઃ શનૈઃ અન્તર્મુખવૃત્તિના અભ્યાસથી ટાળી શકાય છે. એકદમ અન્તર્મુખવૃત્તિ ન થાય તેથી હિંમત હારવી નહિ, પણ અન્તમુંખવૃત્તિને અભ્યાસ સદાકાલ કર્યા કરવો અને બહિર્મુખવૃત્તિને રોધ થાય તેવા સંકલ્પ કર્યો કરવા. અન્તર્મુખવૃત્તિને પણ કઈ વખત
For Private And Personal Use Only