________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) યમાં ઉતારવાથી, બહિર્મુખવૃત્તિને ઉત્તેજન મળે છે અને અન્તર્મુખવૃત્તિ જે અંશે પ્રગટી હોય છે તે અંગે પણ રહેતી નથી. સાધુઓને ધાર્મિક ક્રિયાઓ કરવાની આવશ્યકતા પણ અન્તર્મુખવૃત્તિને માટે સિદ્ધ કરે છે. ધાર્મિક ક્રિયાઓનાં રહસ્યોને અવબોધ્યાવિના અન્તર્મુખવૃત્તિને પ્રયa સિદ્ધ થતું નથી. આવશ્યકાદિ ક્રિયાઓમાં અન્તર્મુખવૃત્તિ કરવાનું રહસ્ય સમાયું છે. સૂક્ષ્મ રહસ્યોને અવબોધ્યાવિના અન્તર્મુખત્તિ સાધી શકાતી નથી. સાધુએ અગર શ્રાવકની સદાકાલ અન્તર્મુખવૃત્તિ રહેવી દુર્લભ છે, કિન્તુ સતત અભ્યાસબળથી અન્તર્મુખવૃત્તિને અમુક કાલાવછેદને પ્રાપ્ત કરી શકાય છે. અન્તર્મુખવૃત્તિનાં સાધનને સાધન તરીકે અવબોધવાં જોઈએ અને તેઓને અવલંબવાં જોઈએ. અન્તર્મુખવૃત્તિથી ક્ષાપથમિક જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિ થાય છે અને ધારણા તથા દયાન ગુણની સિદ્ધિ થવામાં પણ વાર લાગતી નથી. જે મનુષ્ય, અન્તર્મુખવૃત્તિનાં બાહ્ય સાધનોના પડેલા ભેદની લડાઈએ અને તેના વિવાદમાં જીવન સમય વ્યતીત કરે છે, તેઓ અન્તર્મુખવૃત્તિને સ્પર્શ કરી શકતા નથી અને અમૃત ક્રિયાના સુખને આસ્વાદી શકતા નથી. જગતની ભૂલ ભૂમિકામાં પણ ગમે તે કાર્ય કરવામાં તે તે કાર્યપર અતર્મુખવૃત્તિ થયા વિના જોઈએ તેવી સિદ્ધિ મેળવી શકાતી નથી. ચિત્રકાર અને વ્યાખ્યાતાઓ અન્તર્મુખવૃત્તિથી પોતાના વિષયમાં વિજય વરમાળાને પ્રાપ્ત કરે છે. વિવા અન્તર્મુખવૃત્તિથી વિદ્યાભ્યાસમાં વિજયવંત નીવડે છે. અન્તર્મુખવૃત્તિથી દયમાં રમતા થાય છે અને તેથી દયેય વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે. બહિર્મુખવૃત્તિવાળા કરતાં અન્તર્મુખવૃત્તિવાળા સૂક્ષ્મ પદાર્થોનું જ્ઞાન કરવામાં આગળ વધે છે અને જગતમાં નવીન અનુભવોને પ્રગટ કરી પિતાનું અમર નામ કરે છે.
બહિર્મુખવૃત્તિથી મનની ચંચળતા વધે છે અને તેથી મનરૂપ આદશિમાં ય પદાર્થો બરાબર ભાસતા નથી. જગતની સ્થૂલભૂમિકામાં અન્તર્મુખવૃત્તિનો પરિભાષાવડે મનની એકાગ્રતા એ અર્થ લે. જગતના સ્થલવ્યવહારમાં દરેક કાર્ય કરતાં તે તે કાર્યમાં અનઅવૃત્તિ થાય છે તે, તે બાબતમાં વિજય મળ્યા વિના રહેતું નથી. અન્તર્મુખવૃત્તિ કરવામાં પ્રેમ, ઉત્સાહ અને તે તે વિષયના જ્ઞાનની અત્યંત જરૂરી છે. અન્તર્મુખવૃત્તિથી મહાકાર્યોની સિદ્ધિ થાય છે અને ગમે તે કાર્ય કરવું સહેલું થઈ પડે છે.
આત્મામાં અતર્મુખવૃત્તિ થવાથી જન્મ જરા અને મરણને ભય રહેતું નથી, પણ ઉલટું અતર્મુખવૃત્તિથી પિતાને આત્મા અમર છે
For Private And Personal Use Only