________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) એ નિશ્ચય થાય છે અને તેથી વૈર્યરૂપ ચારિત્રબળ ખીલવાથી અન્તરમાં રમણતા થાય છે. આવું અન્તર્મુખવૃત્તિનું સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત્ અન્તર્મુખવૃત્તિ સેવવાને ઉત્સાહ પ્રગટી નીકળે છે. આત્મા ઉપર શુદ્ધ પ્રેમ થવાથી આત્મામાં વૃત્તિ ચુંટે છે અને તેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણની વૃદ્ધિ થાય છે. આત્માભિમુખવૃત્તિને પરિભાષામાં અન્તર્મુખવૃત્તિ કહેવામાં આવે તેથી તેનું સ્વરૂપ બદલાતું નથી. આત્માભિમુપ્રવૃત્તિને સેવવાથી મનની શાતતા પ્રતિદિન વૃદ્ધિ પામે છે અને જગતમાં મનની સમાનતા જાળવવાનો માર્ગ ખુલ્લો થાય છે. મનુષ્યો દરેક કાર્ય કરતી વખતે અન્તર્મુખવૃત્તિ ધારણ કરવાને સ્વભાવ સેવે તે અન્ત ઉચ્ચ સામ્યભાવના અધિકારી અને તેમાં કંઈ આશ્ચર્ય નથી. અતર્મુખવૃત્તિથી દેવતાઓને પણ દાસ બનાવી શકાય છે. અતર્મુખવૃત્તિવિના કેઈ પરમાતમપદ પ્રાપ્ત કરી શકતો નથી. ભૂતકાળમાં જેટલા જીવો સિદ્ધપદ પામ્યા, વર્તમાનમાં–મહાવિદેહ ક્ષેત્રમાં પામે છે અને ભવિષ્યમાં પામશે, તે સર્વે અન્તર્મુખવૃત્તિ થકીજ સમજવું. - અન્તર્મુખવૃત્તિથી યોગીઓ સમાધિનું સત્યસુખ ભેગાવીને સ્વકીય જન્મની સફલતા કરી શકે છે.
આત્માભિમુખવૃત્તિના આરાધકેએ મેહના કુટુંબથી સાવચેત રહેવું જોઈએ; એમ શ્રીમદ્ આન્દઘનજીના કથનનું રહસ્ય અવબોધાય છે. બહિર્મુખવૃત્તિ કરાવનાર મેહનું કુટુંબ જગતમાં જ્યાં ત્યાં પ્રવૃત્તિ કરી રહ્યું છે. મેહના કુટુંબના સામે થયાવિના એનું જોર હઠતું નથી. સાંસારિક પદાર્થોની સિદ્ધિમાં પણ ભય, શોક, રતિ અને અરતિ વગેરે મેહની પ્રકૃતિને જીતનાર, અન્ય મનુષ્યોને ઉપરી બને છે. મરણ ભયને ત્યાગ કરનાર એક મરણો દ્ધો, યુદ્ધમાં આત્મબળ સ્કુરાવીને વિજયલક્ષ્મી પ્રાપ્ત કરે છે ! ત્યારે આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે, મરણુભય, શોક, રતિ અને અરતિ આદિની સાથે યુદ્ધ કરનાર વિજય લક્ષ્મીની પ્રાપ્ત કરે તેમાં કંઈ આશ્ચર્ય નથી. મરણને ભય ત્યાગ કરનાર દ્ધાના મનમાં આનન્દની ઝાંખી જણાય છે, તે પ્રમાણે મેહ કુટુંબની સાથે યુદ્ધ કરીને આમાભિમુખવૃત્તિ કરનારના મનમાં આન્ટની ઝાંખી જણાય છે અને તેથી તે અત્તરાત્મવૃત્તિની ધૂનમાં અહં અને મમત્વ ભાવને ભૂલે છે. આત્માભિમુખવૃત્તિથી મરણ અને જીવનની ઈચ્છા ટળે છે. અન્તર્મુખવૃત્તિમાં સામ્યરૂપ સૂર્યને પ્રકાશ પડવાથી અજ્ઞાનરૂપી અંધકારને રહેવાનું સ્થાન મળતું નથી. અન્તર્મુખવૃત્તિ થવાથી બાહ્ય પદાર્થોમાં સુખની કલ્પના રહેતી નથી અને પ્રતિષ્ઠા તે સૂકરીવિષા જેવી લાગે છે. અન્તર્મુખવૃત્તિના ગે અસંખ્ય પ્રદેશોમાં
For Private And Personal Use Only