________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ ) સમજાવવા પ્રેરણું કરે છે. આત્મા ત્રણ ભુવનનો નાથ અને ઉત્તમ હોવાથી અન્તર્મુખવૃત્તિએ તેની સાથે સગાઈ કરી, પણ આમાએ ક્ષયેપશમ ભાવે સગાઈ કરી હોવાથી; પુનઃ તે મેહ અને તેના કુટુંબના પાશમાં પડ્યો અને તેથી, અતર્મુખવૃત્તિ, કાણું પાપ ઉદયમાં આવ્યું? એમ કહીને અત્યંત દિલગીરી જાહેર કરે છે. આત્મા મેહના યોગે અન્તર્મુખવૃત્તિનો ત્યાગ કરીને, બહિર્મુખવૃત્તિની સાથે લયલીન બને છે અને અન્તર્મુખવૃત્તિથી પરા-મુખ થાય છે તેમાં ખરેખર મેહને દોષ છે. મોહના યોગે આત્મા પોતાની ખરી સ્ત્રીનું ભાન ભૂલી જાય છે અને અનન્તકાળથી દુઃખ દેનારી બહિત્તિના પાશમાં સપડાય છે. કેઈ વખત અન્તર્મુખવૃત્તિની સાથે રમે છે અને પાછો બહિર્મુખવૃત્તિની સાથે રમે છે, અર્થાત્ જેનું પ્રાબલ્ય વિશેષ હોય છે તેની પાસે તે ખેંચાઈ જાય છે. સંસારમાં આસક્તિ હોય છે ત્યાં સુધી બહિર્મુખવૃત્તિનું વિશેષ પ્રાબલ્ય હોય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે અને તેથી અન્તર્મુખવૃત્તિની સાથે રમતા કરે છે. આત્મજ્ઞાન થવાથી બહિર્મુખવૃત્તિમાં રમતા કરવી એ અસત્ય છે, એમ માલુમ પડે છે અને તેથી અન્તર્મુખવૃત્તિ તરફ રૂચિભાવ પ્રગટે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રયત્ન કરવાથી અન્તર્મુખવૃત્તિ પ્રગટે છે. છ આવશ્યકમાં પ્રવૃત્તિ કરવાથી અન્તર્મુખવૃત્તિમાં રમતા થાય છે અને તેથી અન્તરના સદ્ગુણે ખીલવા માંડે છે. મનુષ્ય, અતર્મુખવૃત્તિની પ્રાપ્તિ માટે જેનાગમને અભ્યાસ કરે છે અને તેથી ઈન્દ્રજાળની લીલાવત બાહ્યસૃષ્ટિની ક્ષણિકતાનો નિશ્ચય થાય છે અતએ ક્ષણિકતાના જ્ઞાનથી, નિત્ય એવા આત્મસુખની પ્રાપ્તિ અર્થે મનુષ્યો–અધ્યાત્મ શાસ્ત્રો વડે અન્તવૃત્તિ ખીલવવા પ્રયત્ન કરે છે. બાહ્યવૃત્તિના વેગને શમાવવાને માટે આતરિક ભાવનાઓને ભાવવી જોઈએ. સાત નવડે આત્મતવાદિનું
સ્વરૂપ જાણુને અન્તરમાં રમણતા કરવાથી, બહિર્મુખવૃત્તિના વેગે ઉપશમે છે. અન્તર્મુખવૃત્તિના અભ્યાસથી અનેક પ્રકારની લબ્ધિ પ્રગટે છે અને અન્ય મનુષ્યોને પણ પોતાના આત્મબળથી અસર કરી શકાય છે; અાખવૃત્તિના અભ્યાસથી મનુષ્યએ કદાપિ કંટાળવું ન જોઈએ. પ્રતિદિન અતર્મુખવૃત્તિના અભ્યાસથી હૃદયમાં, તેના સંસ્કાર પડે છે અને તેનાથી ભવિષ્યમાં અન્તર્મુખવૃત્તિના શુભ સંયોગોની પ્રાપ્તિ થાય છે. વર્તમાનમાં પડેલા સંસ્કારે ભવિષ્યમાં ઉત્તમ ફળ પેદા કરી શકે છે. વિશે શું કહેવું? અતર્મુખવૃત્તિના હેતુઓને સદાકાળ સેવવા, કે જેથી અન્તર્મુખવૃત્તિ રહે. મેહ કુટુંબના સામુ મનુષ્યએ આત્મબળથી લડવું જોઈએ અને મેહની પ્રકૃતિને ઉદયમાં આવતીજ વારવી જોઈએ, દુર્જન મનુષ્યોના સમાગમમાં રહેવાથી અને તેમના વિચારને હૃદ
For Private And Personal Use Only