________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(કરપ) રમણતા કરવાની લગની લાગે છે અને પૂર્વે ભગવેલા બાહ્ય પદાર્થોમાં રમણતા કરવાની રૂચિ વિલય પામે છે. અન્તર્મુખવૃત્તિના અભ્યાસથી મન, વાણું અને કાયાની પવિત્રતા વૃદ્ધિ પામે છે, તેમજ શુભ લેશ્યાને પ્રાદુર્ભાવ થાય છે અને અશુભ લેસ્થાનો નાશ થાય છે; તેથી અન્ત
ખવૃત્તિ સાધકના સહવાસમાં જે જે મનુષ્ય આવે છે તે તે સર્વે શાન્ત તથા પવિત્ર બને છે અને તેથી જગતની અશાન્તિ પણ દૂર કરી શકાય છે. દુનિયાના પ્રત્યેક મનુષ્ય, યદિ અન્તર્મુખવૃત્તિ સેવે તો–તેઓની વૃત્તિ ઉત્તમ થવાથી, સ્વર્ગ સમાન મનુષ્ય લેક બની શકે. જે દેશના મનુષ્યો અન્તર્મુખવૃત્તિના સાધકે છે, તે દેશમાં શાનિત સુલેહને વાવટો ફરક્યા કરે છે. બહિર્મુખવૃત્તિના પ્રબળ સાધનોથી અને તાબે કરવામાં તથા અન્યનું સુખ હરવામાં કદી સફલતા મેળવી શકાય ! પરન્તુ તે સદાકાળ-પાકેલા પાનની પેઠે રહેતી નથી. બાહ્યની ઉત્કાન્તિ ક્ષણિક સ્વભાવવાળી છે, તેથી કઈ પણ દેશમાં બાઘની ઉત્કાન્તિ સદાકાળ રહેતી નથી; બહિમુખવૃત્તિની સ્વતંત્રતા સદાકાળ એક સરખી રહેતી નથી, કારણ કે બહિર્મુખવૃત્તિથી થતી ઉલ્કાન્તિની અવાધ દેશકાલાવચ્છિન્ન છે. બહિમુખવૃત્તિથી ગમે તેટલી ઉન્નતિ થાય, તે પણ માનસિક દેષ કન્યાવિના હૃદયમાં સુખની લહેરો પ્રગટતી નથી. માનસિક દેષો જ્યાં સુધી છે ત્યાં સુધી, બાહ્ય દેશ-હુન્નર આદિની ગમે તેટલી ઉલ્કાન્તિ થઈ હોય, તે પણ આત્માની તો અવકાન્તિ અવાધાય છે. આત્માના સગુણેની ઉત્કાનિત થયા વિના ગમે તે દેશમાં ફરે અને ચકવર્તિ બનો, તથાપિ સત્ય સુખની ઝાંખી થવાની નથી, પણ માખીના પેઠે હાથ પગ ઘસવા પડશે; એમાં જરા માત્ર પણ શંકા નથી. બહિર્મુખવૃત્તિથી પ્રથમ તો સુખનું ઝરણું દેખાય છે, કિન્તુ અને કિંપાકફળની પેઠે સુખનું નામમાત્ર પણ રહેતું નથી.
- અન્તર્મુખવૃત્તિથી મનુષ્યો, ભેગ અને ઉપભેગનાં સાધનો માટે લડી મરતા નથી અને સન્તોષવૃત્તિથી બાહ્યની આજીવિકાવૃત્તિને ચલાવી શકે છે. આત્માભિમુખવૃત્તિ થવાથી બાહ્ય વસ્તુઓ સંબન્ધીનું મમત્વ ઘટે છે અને તેથી અનેક પ્રકારની ઉપાધિ ટળવા માંડે છે. આત્માભિમુખવૃત્તિને સેવક બનેલે એક રાજા વા એક કડાધિપતિ, બાહ્યલક્ષ્મીને કંજુસની પેઠે સંગ્રહી રાખતો નથી, પણ દુનિયાના શ્રેય માટે ખર્ચ છે. અન્તર્મુખવૃત્તિના ઉપાસકે તન, મન અને ધનને અન્ય જીવોના ભલા માટે વાપરે છે. અન્તર્મુખવૃત્તિ પ્રાપ્ત કરવાથી મહાત્માની કેટીમાં પ્રવેશ કરી શકાય છે. અન્તર્મુખવૃત્તિના પ્રતાપે મોટા મોટા ભૂપતિયો
ભ. ૧૪
For Private And Personal Use Only