________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૯ )
અહિર્મુખવૃત્તિના જે જે અંગે નાશ થાય છે, તે તે અંશે અન્તમુખવૃત્તિ થતી જાય છે. બહિર્મુખવૃત્તિથી સત્યસુખની પ્રાપ્તિ થતી નથી અને પરિણામે દુઃખનીજ પ્રાપ્તિ થાય છે, પણ એ જ્યારે સમજાય છેત્યારેજ બહિર્મુખવૃત્તિની ચેષ્ટાઓ કરવી યોગ્ય લાગતી નથી. અહિર્મુખવૃત્તિથી મનુષ્યો, રાગ અને દ્વેષના યેાગે મનુષ્ય મનુષ્યને પણ શત્રુ કલ્પે છે અને પૃથ્વી, ઘર અને દેશના માટે મહા યુદ્ધો કરી અમૂલ્ય મનુષ્ય જીંદગીના નાશ કરે છે. હાલમાં ચાલતી કેટલી અને તુર્કની લડાઈ એક ત્રીપેાલીને માટે છે, તેમાં હજારો મનુષ્યેાના પ્રાણના નાશ થાય છે. બંને તરફના હજારો મનુષ્યોનેા ઘાણ નીકળી જાય છે અને તેથી બંને દેશના મનુષ્યાપર અનેક પ્રકારનાં સંકટા આવી પડથાં છે. ચીનમાં પણ અહિમુખવૃત્તિના સામ્રાજ્યમાટે સરકાર અને પ્રજા વચ્ચે યુદ્ધ જાગ્રત થયું છે અને તેમાં અદ્યાપિ પર્યંત સહસ્રશઃ મનુષ્યેાના ઘાણ વળી ગયા છે. ઈરાનમાં પણ અહિર્મુખવ્રુત્તિના યોગે યુન્હો થયા કરે છે. અહે ! અહિર્મુખ વૃત્તિથી મનુષ્યોની પાયમાલી કેટલીબધી થાય છે. અહિર્મુખવૃત્તિથી રાજ્યના અધિપતિયા અન્ય દેશોને સ્વાયત્ત કરવાને અનેક પ્રકારનાં પ્રાણાપહારક યન્ત્રોને બનાવે છે અને તેથી મનુષ્યેાના થતા નારામાટે હૃદયમાં અંશમાત્ર પણ દયા લાવતા નથી. અહિવૃત્તિથી મનુષ્યોની ધારણાઓ કદી પરિપૂર્ણ સિદ્ધ થતી નથી અને તેને ખરૂં સુખ મળતું નથી. હર્ધિત્ત એક મહાશક્તિ છે તે આખી દુનિયાને પેાતાના વશ રાખીને મટની પેઠે નચાવે છે, રડાવે છે અને પરિભ્રમણુ કરાવે છે. બહિર્મુખવૃત્તિથી મહા ચક્રવર્તયોને પણ હૃદયમાં સુખ ઉત્પન્ન થતું નથી. ઇન્દ્રોને પણ બહિર્મુખવૃત્તિથી સત્ય સુખ પ્રાપ્ત થતું નથી, અહિર્મુખવૃત્તિની સત્તા નીચે દુનિયા દબાયલી દેખાય છે. બહિર્મુખવૃત્તિથી મનુધ્યેાને ખરેખર તેમના કાર્ય પ્રમાણે સ્વપ્રમાં પણ ખરૂં સુખ મળતું નથી; ઉલટું સ્વમું પણુ મનુષ્યના મનને સંતાપ કરવાને અશુભતા દર્શાવે છે. અહિર્મુખવૃત્તિ થતાં કાયસૃષ્ટિ અને કર્મસૃષ્ટિની રચના થવા માંડે છે અને અન્તર્મુખવૃત્તિ થતાં કાયસૃષ્ટિ અને કર્મસૃષ્ટિને નાશ થવા માંડે છે; એમ બહિર્મુખવૃત્તિ અને અન્તર્મુખવૃત્તિને પરસ્પર વિશધત્વ છે અને તે જો અન્તરમાં ઉંડા ઉતરીને તપાસીએ તા માલુમ પડ્યાવિના રહેતું નથી. બહિર્મુખવૃત્તિનાં સાધના જ્યારે તૈયાર હાય છે ત્યારે તે બહિર્મુખવૃત્તિ, નદીના પૂરની પેઠે પાંચે ઇન્દ્રિયાદ્વારા વહ્યા કરે છે અને અન્તર્મુખવૃત્તિનું આચ્છાદન કરી દેછે, પણ અતર્મુખવૃત્તિના પ્રબલ સાધનાના યોગ થાય છે ત્યારે, અહિર્મુખવ્રુત્તિના પ્રવાહનું અલ મન્દ પડી જાય છે અને અન્તર્મુખવૃત્તિનું ખળ નદીના પ્રવા
For Private And Personal Use Only