________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) મારા હૃદયના નાથ તે તેજ છે એમ હું માનું છું, તેથી બાથમાં હું જે જે દેખું છું તે મારી નજરમાં આવતું નથી, અર્થત આત્મસ્વામિવિના બાહ્ય દસ્થવસ્તુઓ ગમે તેવી હોય છે તો પણ તે મારી ધ્યાનમાં આવતી નથી, અને તે દશ્ય વસ્તુઓ મને પસંદ પડતી નથી. હે આત્મસ્વામિન્ ! તમે સર્વના હૃદયમાં વસે છે, કિન્તુ મારા હૃદયમાં સંપૂર્ણ આવિર્ભાવપણે હું તમને દેખી શકતી નથી. ગુણકર વિશેષ વસ્તુ રૂપ તમારા સિવાય હે ચેતન ! અન્ય જે જે જડવસ્તુઓ દેખું છું, તે મારી નજરમાં આવતી નથી, હું કયારની અવધે, એટલે મર્યાદાવડે તમારી વાટ જોઉં છું કે, આજ ચેતન આવશે, કાલ ચેતન (ઘરમાં) આવશે, એવા પ્રકારની અવધિથી તમારી આવવાની વાટ જોઉ છું અને તેમ કરીને મારું જીવન વ્યતીત કરૂંછું. આપને આવવાની અવધિ વિના હું હૃદયમાં અત્યંત ઝરું છું, અર્થાત આપને આવવાની અવધિથી આશામાં ને આશામાં દિવસ વ્યતીત થાય છે, કિન્તુ અવધિવિના તે. દિવસો પણ જતા નથી અને પૂરવાનું થાય છે. વિરહિણી સ્ત્રી, પતિને આવવાની અવધિની રાહ જોઈને દિવસ વ્યતીત કરે છે. સમ્યકત્વદૃષ્ટિ સ્ત્રી હવે વિરહથી અત્યંત તપ્ત થઈને કથે છે કે, હે આનન્દના સમૂહભૂત ચેતન ! તમે હવે વહેલા, અર્થાત જલદી મારા ઘરમાં પધારો ! કે જેથી મારા મનની સર્વ પ્રકારની ઉત્તમ આશાઓને હું પૂર્ણ કરૂં.
સમ્યકત્વદષ્ટિ અને અધ્યાત્મદૃષ્ટિની પ્રેમદશા અને તે બેના ઉદ્ધાર ખરેખર હૃદયને અસર કરે છે. અધ્યાત્મદષ્ટિના પણ અતરાત્મપતિના વિરહ ઉપર્યુક્ત ઉદ્ધાર સદશ ઉદ્વારે નીકળે છે. અધ્યાત્મદષ્ટિ અને અધ્યાત્મવૃત્તિમાં ઘણે ભેદ છે. આત્મા અને જડવસ્તુને પક્ષ પ્રમાણુથી ભેદ જાણવો અને આત્માને આત્મા તરીકે માનો તેને અધ્યાત્મદષ્ટિ કહે છે. અધ્યાત્મદષ્ટિને પ્રારંભકાલ ચોથા ગુણસ્થાનકથી છે અને અધ્યાભચારિત્ર તો ગુણસ્થાનકના અધિકાર પ્રમાણે પ્રાપ્ત થાય છે. અધ્યાત્મવૃત્તિ વા નિશ્ચયચારિત્ર કે-જે કષાયની મદતાના યોગે આત્માના નિર્મલ શુભાદિ અધ્યવસાયપણે-કમળ્યાદિમાં દર્શાવ્યું છે તે-તત૬ ગુણસ્થાનકમાં જે જે અંશે કષાયની પરિણતિ ટળે છે, તે તે અંશે ઉદભવે છે. આત્યંતરચારિત્ર, અધ્યાત્મવર્તન, અધ્યાત્મવૃત્તિ અને નિશ્ચયચારિત્રની ઉપર ઉપરના ગુણસ્થાનકમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. અધ્યાત્મદષ્ટિ થઈ એટલે કંઈ દેશવિરતિપણું અને સર્વવિરતિપણું તુર્તજ પ્રાપ્ત થઈ શકે એ નિયમ નથી. અધ્યાત્મદષ્ટિ અને ચારિત્રમાં ઘણું અત્તર છે. અધ્યાત્મદૃષ્ટિમાં જ્ઞાન અને સમ્યકત્વનો સમાવેશ થાય છે, કિન્તુ
For Private And Personal Use Only