________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) હોય છે, તેની આગળ તદનુકૂલ મનોવૃત્તિ પ્રમાણે વદવાથી તેના મનમાં આનન્દ પ્રગટે છે અને તેની મને વૃત્તિથી પ્રતિકૂળ વદવાથી તેને જન્મપર્યત અરૂચિ થાય છે. આત્મા પ્રથમ ગુણસ્થાનકની ભૂમિમાં પ્રવેશ કરે છે ત્યારે, સમ્યકત્વદષ્ટિ સ્ત્રીની વૃત્તિ પણ-અન્તરાત્મ સ્વામિવિના–જુદા પ્રકારની થઈ જાય છે.
અન્તરાત્મવિના સમ્યકત્વદષ્ટિ રહી શકતી નથી. આત્મા જ્યારે ચોથા ગુણસ્થાનકથી પહેલા ગુણસ્થાનકમાં આવે છે ત્યારે, સમ્યકત્વદૃષ્ટિનું પરિણુમન પણ મિથ્થારૂપે થઈ જાય છે અને તેથી તે સ્યાદ્વાદન વિના એકાતવાદથી જે દર્શનને પક્ષ લે છે, તે દર્શનવાળા ખુશી થાય છે અને જેના દર્શનનું ખંડન કરવામાં આવે છે તેને મનમાં કલેશ ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિના ગે બાહ્યમાં વૃત્તિ વહે છે અને જેવી મને વૃત્તિ હોય છે તે સામે પદાર્થ દેખાય છે. જે જે દર્શનના વા જે જે પક્ષના વિચારોમાં ચિત્ત દેવામાં આવે છે, તેવી જ મિથ્યા દષ્ટિનાયોગે મનોવૃત્તિ થઈ જાય છે. બાહ્ય સમ્મુખ મનોવૃત્તિ વહેવાથી આત્માભિમુખ ચેતના પ્રવર્તતી નથી. આવું સમ્યકત્વદષ્ટિનું કથન અન્તરમાં ઉંડા ઉતરીને વિચારીએ છીએ તો ખરેખર અનુભવમાં આવે છે.
અન્તરામ સ્વામિથી વિરહિત થએલી સમ્યકત્વદષ્ટિ કથે છે કે, હે આત્મસ્વામિન ! તમારી જ વાત મારા મનમાં આવે છે, અર્થાત હું તમારું સ્મરણ કર્યા કરું છું; તમારી વાર્તાને હું જરા માત્ર ભૂલતી નથી. તમારાવિના ચેતનતત્વનું વર્ણન કેણું આગળ કહી શકું? લલિતવચન બેલનાર ખલને દેખું ત્યારેજ હું સર્વ આત્મિક ધનની વાત હદયને ખુલ્લું કરી કહું. લલિતવચન બેલનાર આત્માને, સમ્યકત્વદષ્ટિ પ્રેમના આવેશમાં ખલ કહીને વ્યંગ્યાર્થમાં બોલાવે છેસમ્યકત્વદષ્ટિ કથે છે કે, અન્તરામસ્વામિ મળે તો જ હું સર્વ ધનને ખુલ્લું કરી બતાવું. આત્મામાં અનઃ ઘણુ ઋદ્ધિ રહી છે, કિન્તુ તે સમ્યકત્વદષ્ટિ થયાવિના જણાતી નથી. પ્રતિશરીર ભિન્ન ભિન્ન હૃદયમાં અન્તર્યામી આત્માઓ છે, અર્થાત સમ્યકત્વદષ્ટિ કથે છે કે, પ્રત્યેક દેહધારીઓના હૃદયમાં ભિન્ન ભિન્ન આત્માઓ છે, પણ સમ્યકત્વદૃષ્ટિ થયાવિના કેઈ સમ્યગ્રીત્યા આત્માનું સ્વરૂપ અવલોકી શકતો નથી.
સમ્યકત્વદષ્ટિ કથે છે કે, જગતમાં અનન્ત આત્માઓ છે. મારામાં પણ અન્તર્યામી આત્મા છે પણ હું કેમ નથી દેખાતી? અર્થાત હું દેખું છું, કિન્તુ જ્યારે તે સમકિત વમીને પ્રથમ મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં ગમન કરે છે ત્યારે, મારે તેમની સાથે વિગ થાય છે,
For Private And Personal Use Only