________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪પ ) नटुआ नाचे चोकमें रे, लोक करे लखसोर ॥ वांस ग्रही वरते चढे, वाको चित्त न चले कहुं ठोर रे॥ऐ०३॥ जुआरी मनमें जुआरे, कामीके मन काम ॥ आनन्दधनप्रभु युं कहे, तमे ल्यो भगवंतको नाम रे॥ऐंसे०॥४॥
ભાવાર્થ: શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ, દષ્ટાંત આપીને અરિહતમાં સુરતા ધારણ કરવાનું કથે છે. નટુ–નટ, અર્થાત્ નટ ચોક વાવ નાચે છે અને તે વખતે મનુષ્ય લાખ બુમ પાડે છે, તથા નટો વાંસ ગ્રહને વરત ઉપર ચઢે છે, હેઠળ લેકે ગમે તેટલ શેરબકેર કરે છે તો પણ તેનું ચિત્ત અંશમાત્ર ચલતું નથી;લેકોના તરફ તે હદયથી લક્ષ્ય રાખતા નથી. તે વરત (દોરડા) ઉપર ખેલે છે, કુદે છે, નાચે છે, અનેક પ્રકારની અંગચેષ્ટાઓ કરે છે તો પણ તેનું ચિત્ત તેના લક્ષ્યમાં જ સ્થિર હોય છે, તે પ્રમાણે છે ચેતન ! તું પણ અત્તરથી પ્રભુપર પ્રેમથી સ્થિરતા ધારણ કર ! આભાની પવિત્રાઈ કરવા વિષયવાસનાનો ત્યાગ કર! નક્કી જાણજે કે ગમે તે વેષમાં પણ સદ્ ગુણવિનાને ઘટાટોપ નકામે છે. સાધુઓને પણ ગુરૂની આજ્ઞામાં રહીને, આવી પ્રભુ ભજવાની દશા ધારણ કરવાની છે. હૃદયની શુદ્ધિ કરવા માટે અનેક પ્રયો કરવા જોઇએ, તિલક, છાપાં, માળા, વગેરેને ધારણ કરનારાઓ પણ જો અન્તરથી આ પ્રમાણે આત્માની દશા ન કરે તે, કદી ઉચ્ચ બની શકતા નથી. સાધુ અગર ગૃહસ્થ અન્તરથી આ પ્રમાણે પ્રભુના સગુણોમાં સુરતા ધારણ કરવી જોઈએ. પ્રભુનો એક દિવસમાં લાખ વખત જાપ જપવામાં આવે, પણ પ્રભુનામાં રહેલા સદ્ગુણે પ્રાપ્ત કરવામાં લક્ષ્ય ન હોય, તે હૃદયની શુદ્ધિ થતી નથી, માટે પ્રભુના ગુણોને સમજી પ્રભુના ગુણેમાં સુરતા ધારણ કરવી જોઈએ. હે ચેતન ! તું પણ ગુણ લેવાને માટે હૃદયમાં પ્રભુની સુરતાને ધારણ કરે ! પોપટની પેઠે સમજ્યા વિના પ્રભુનું નામ લેવાથી, આત્મામાં દયા, પ્રેમ, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો પ્રગટી શકતા નથી, માટે હે ચેતન ! આ દષ્ટાંત હૃદયમાં ઉતારીને બરાબર શુદ્ધ વિચાર, ઉત્તમ આચાર અને ઉત્તમ વાણુની પ્રાપ્તિ કર ! જુગારીના મનમાં ગમે તે કાર્ય કરતાં પણ અન્તરમાં જુગારની રટણું લાગી રહી હોય છે અને કામીના મનમાં જેમ કામની રટન, ગમે તે કાર્ય કરતાં પણ લાગી રહી હોય છે, તે પ્રમાણે હે ચેતન ! તું પણ હૃદયથી પ્રભુના સગુણે લેવા પ્રભુના નામને જાપ કર્યા કર ! ! આ પ્રમાણે અત્તરથી
For Private And Personal Use Only