________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૪) રીતે કંચન અને કામિનીની લાલચમાં મનુષ્યને ફસાવીતેમની અત્તરની લક્ષ્મી મેહે લૂંટી લીધી. અરે મેહ ! તારું અપરંપાર જેર છે. બ્રહ્મા અને મહાદેવ સરખા પણ તારા સેવક બની ગયા છે!!
રાજાઓના મનમાં રાજ્યલોભ અને દેશલેભ કરાવનાર તું છે. અરે મેહ! તું જ્યાં પેસે છે ત્યાં ક્રોધ, માન, માયા, લેભ, કલેશ, નિન્દા, હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, મારામારી, લડાઈ ઈષ્ય, અવિશ્વાસ, અશ્રદ્ધા, વિશ્વાસઘાત, આળ અને સ્વાદિ દેજ દેખવામાં આવે છે. અરે મહ! તું મનુષ્યને રાક્ષસ અને વિકરાળ સિંહ જેવો બનાવે છે. અરે મેહ ! તું જેને વળગે છે તે મનુષ્ય, ચંચળ બને છે અને માયાના પાશમાં સપડાય છે. અરે મેહ! તું પિપલીલાના પાખંડને વિસ્તારીને જગતના જીવોને બહુ હેરાન કરે છે. અરે મેહ! તું જેને દુઃખી કરે છે તેમાં તને શું લાભ છે? ક્રોધ, માન, માયા અને લોભાદિ આકૃતિને ધારણ કરનાર મેહ મહામલ્લ છે, તેને જે જીતે છે તેને કરોડો વખત નમસ્કાર થાઓ. મોહે બ્રાહ્મણનું પ્રાબલ્ય ટાલ્યું. મોહે મુસભાનું પ્રાબલ્ય હર્યું. મેહે મરાઠાઓનો ઉદય ર્યો. મોહે રજપુતેને રજ જેવા હલકા કરવા પ્રયત્ન કર્યો અને હજી કરે છે, અર્થાત કામ, ક્રોધ, મોજમઝા, ઈર્ષ્યા, અભિમાન, વ્યભિચાર, લેભ અને સ્વાર્થ આદિ દેવરૂપ મહ, જે દેશમાં, જે પ્રજામાં, જે નાતમાં અને જે કુટુંબમાં પ્રવેશ કરે છે તેની તે પાયમાલી કરે છે. યાદવોને પણ પરસ્પર લડાવી મારનાર મહ હતા. મેહના અશુભ વિચારોથી મન પર ખરાબ અસર થાય છે અને તેની અસર શરીરપર થાય છે, તેથી શરીરમાંથી મળ પણ પૂર્ણ બહિર. નીકળતો નથી અને શરીરમાંના રક્તપ્રવાહની ગતિને પણ મન્દ કરી દે છે. મોહના અશુભ વિચારોથી શરીર, વાણું, મન અને આયુષ્ય ઉપર ખરાબ અસર થાય છે. મોહના કુવિચારે સેવવાથી મનુષ્યોનું બાહ્ય તથા આન્તરિક બળ ઘટે છે. મેહના આવેશથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ઘણી હાનિ થાય છે. મોહના કવિચારોથી કૃષ્ણલેશ્યાનું જોર વધે છે અને તેની અસર શરીરપર થાય છે અને તેથી-કાયાથી પાપકૃત્યો પણ તુર્ત થઈ જાય છે.
મેહના આવેશેથી પ્રમાણિકપણું ટળી જાય છે અને આત્માના ગુણેને તિભાવ થાય છે. બાલ, યુવાન અને વૃદ્ધ મનુષ્યોને નાટકીયાની પેઠે નચાવનાર, એવા મેહની લીલાનો પાર પામી શકાતો નથી. મોહ પરસ્પર મનુષ્યોનાં હૃદય મળવા દેતા નથી. આ મારું અને આ તારું આવો. બાહ્ય વસ્તુઓમાં ભેદભાવ કરાવીને મનુષ્યોને અન્તરમાં ન ઉતરવા દેનાર મેહ છે. આશાની મીઠી હવામાં ગુલ્તાન કરાવનાર મેહ છે.
For Private And Personal Use Only