________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૭) તું જ્યાં દૂધ પીવાનું હોય છે ત્યાં વિષ પીવાનું કાર્ય કરે છે. એકરસરૂપ જેનાં હદય થવા આવ્યાં છે એવા મિત્રોમાં પણ અનેક હેતુઓદ્વારા કલેશ કરાવનાર હે મેહ! તું છે. જેઓને પરસ્પર ઉત્તમ પ્રેમ છે એવા મનુષ્યોમાં પણ કેલેશની હોળી પ્રગટાવનાર અરે મેહ ! તુંજ છે. પ્રીતિનું પાત્ર બનેલી બેનને લડાવી મારનાર મેહ છે. ગુરૂ અને શિમાં કપટ, ઈર્ષ્યા, સ્વાર્થ આદિ દોષે પ્રગટાવીને ગુરૂ શિષ્યને ભેદ પડાવનાર મહ છે. જેની કિસ્મત ન થાય એવા શુદ્ધ પ્રેમનો નાશ કરીને, તેને ઠેકાણે દ્વેષ, અપ્રીતિ અને વૈર વૃદ્ધિરૂપ કુસંસ્કારનું બીજ રોપનાર મોહ છે. સમુદ્રમાં જેમ તરંગે અનેક આકારરૂપે ઉત્પન્ન થાય છે, તેમ મેહ પણ મનુષ્યના હૃદયમાં અનેકાકારરૂપે ઉત્પન્ન થાય છે. ભિન્ન ભિન્ન દેશમાં ઉત્પન્ન થએલા મનુષ્યના હૃદયમાં, હે મેહ! તું દેશાભિમાન, જાત્યાભિમાન, મૂળાભિમાન અને રૂપાભિમાન આદિ આકારવડે દાખલ થઈને, દેશ દેશના મનુષ્યના હૃદયમાં ભેદભાવ, કુસંપ અને સ્વસ્વાર્થના દોષે પ્રગટાવીને, પ્રત્યેકને હેરાન કરીને તેઓનું અહિત કરે છે. હે મેહ! તારી સંગતિથી મનુષ્ય, સિંહ,
અને બાજની પેઠે કૂર બનીને મનુષ્યનાં હદય ચૂસે છે અને જીવતાં છતાં પિતાના હૃદયમાંજ દુ:ખની ચિતા સળગાવે છે. હે મેહ! તું મંગલના ઠેકાણે સમશાન બનાવે છે અને તેમાં પ્રાણીઓને હોમે છે. હે મેહ! તું સમતારૂપ નંદન વનને બાળવામાટે દાવાનલની ઉપમાને ધારણ કરે છે. હે મેહ! હવે તો તું દુર જા !! તારો નાશ શ્રીમન્મહાવીર પ્રભુએ કર્યો અને તેથી તે પરમાત્મા થયા. આજ કારણે નક્કી અમો વીરપ્રભુના સેવક બન્યા છીએ; એમ પ્રસંગોપાત્ત લેખક જણાવે છે. મેહની આવી અશુભ વૃત્તિથી ખરેખર તે ભૂત છે, એમ અનુભવજ્ઞાન પરિણતિ કથે છે તે યથાતથ્ય છે. ભૂતમાં પણ મેહ પ્રવેશ કરે છે, તેથી તે ખરાબ ગણાય છે, માટે મેહ છે તે ભૂતને પણ ભૂત છે.
અનુભવજ્ઞાન પરિણતિને મેહને સંબન્ધ બિલકુલ ગમતો નથી, અને તેથી પિતાના સત્ય હૃદદ્વારથી જણાવે છે કે–નિયા નાદીયા
મહારે નરાવ નગર નોર મનને સગુણવડે મોહ પમાડનાર, અર્થાત્ મનને આકર્ષવાર એવા આત્મસ્વામિવિના મને તે આ જગત ઉજડ, બીડ જેવું લાગે છે; સારાંશ કે મનુષ્યવિનાના શૂન્ય બીડવાળા જંગલ જેવું જગતું લાગે છે. મને મારે આત્મસ્વામીજ પ્રિય લાગે છે. મારા આત્મસ્વામી મિષ્ટ બેલનારા છે. તેઓ અનુભવરૂપ અમૃતનાં વચનોવડે મને શાત કરી દે છે. શુદ્ધ સ્વભાવને પ્રગટ કરાવનારાં તેમનાં વચન છે.
For Private And Personal Use Only