________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૭) છે. ખરેખર સમતાને પરિણામથી સંસારમાં રહ્યા છતાં પણ સંસારથી નિર્લેપ રહી શકાય છે.
મનુષ્ય, પ્રત્યેક કાર્યો કરતી વખતે હૃદયમાં સમતાને ધારણ કરે તે, ખરેખર તેમને આત્મા ઉચ્ચ થયા વિના રહે નહીં. જગતમાં ગંગાનદી આદિ નદીઓ કરતાં અનતગણી શીતલ એવી સમતા નદી છે; તેમાં મહાત્માઓ ઝીલ્યા કરે છે. સમતાથી મન સ્થિર રહે છે અને તેથી બુદ્ધિ પણ વૃદ્ધિ પામે છે. જેને શ્રી મહાવીર પ્રભુના પગલે ચાલી સમતાને આદર કરવો જોઈએ. સમર્થ પુરૂષોજ સમતાને સેવી શકે છે. અસમર્થ મનુષ્ય મનને કાબુમાં રાખવાને શક્તિમાન્ થતા નથી, તેથી તેઓ સમતાના પ્રદેશમાં વિચારી શકતા નથી. મનના વેગને કાબુમાં રાખવાની જેનામાં શક્તિ પ્રગટી છે, તે સમતાના પ્રદેશમાં વિચરી શકવા સમર્થ થાય છે. સાધુઓ અને સાધ્વીઓ ખરેખર સમતા ભાવવિના ઉચ્ચ થઈ શકતાં નથી. સમતા એ આત્માનો ભાવ પ્રાણ છે. પ્રાણુવિના શરીર ટકી શકતું નથી, તેમ સમતાવિના આત્મા પોતાના સ્વરૂપે રહી શકતું નથી. સમતાને પ્રાપ્ત કરીને યોગીઓ જગતમાં અભુત કાર્ય કરવાને સમર્થ થાય છે. સમતા વિનાનાં તપ, જપ, વગેરે અનુષ્કાને સફળ થતાં નથી. જગતના કેઈ પણ પદાર્થોને ઈષ્ટ વા. અનિષ્ટ ગણ્યાવિના –પ્રારબ્ધને પ્રત્યેક પદાર્થના સંબન્ધમાં જ્ઞાનિયે આવે છે તોપણ, તેઓ ઘણે ભાગે નિર્લેપ રહી શકે છે અને કરડે મનુષ્પો૫ર સાત્વિક ગુણની અસર કરે છે. અસમતાવત મનુષ્ય અનેક પ્રકારનાં ભાષણે વા લેખે લખીને, જેવી સારી અસર દુનિયાપર કરી શકતો નથી, તેવી સારી અસર ખરેખર સમતાવન્ત મનુષ્ય મૌન રહ્યો છતો પણ કરી શકે છે. સમતા ધારક મનુષ્ય, પશુ પંખીઓ વગેરે પ્રાણીઓ ઉપર પણ શાન્તિની અસર કરવા સમર્થ થાય છે. ઉત્તમ પ્રકારની ક્ષમા અને ઉત્તમ પ્રકારની દયા તથા ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ સંન્યાસને પણ સમતામાં સમાવેશ થાય છે. સમતાથી આત્માની સર્વ પ્રકારની શક્તિનો પ્રકાશ થાય છે, માટે ભવ્ય મનુષ્યએ સર્વ પ્રકારનાં વ્યાવહારિક કાર્યો તથા પારમાર્થિક કાર્યો કરતી વખતે સમતાને હૃદયમાં ધારણ કરવી. સમતાનું સ્વરૂપ જાણુને તેને આચારમાં મૂકવાની દરરેજ ટેવ પાડવી. ક્ષણે ક્ષણે સમતાના પાઠનો અભ્યાસ કરવાથી આત્મા સમતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને જાગ્રત થએલી સમતા પિતાના પરમાત્મા પ્રભુને પ્રાપ્ત કરે છે,
For Private And Personal Use Only