________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ ) ઉચ્ચ થઈ શકતું નથી અને તે કેઈને ઉપકાર કરવા પણ સમર્થ થઈ શકતો નથી. સમતાના ઉપાસકેથી જગતના મનુષ્યોને જે લાભ મળે છે તે લાભ અન્ય કેઈથી મળતો નથી. સમતાને ધારણ કરનારાઓ ખરી દયા પાળવાને માટે સમર્થ થાય છે. સમતાધારકોની વાણીથી અનેક મનુના રાગદ્વેષ છૂટી જાય છે. સમતાવંતને આખું જગત એકરૂપ દેખાય છે, અર્થાત્ તેમાં કઈ મિત્ર વા કેઈ શત્રુ તરીકે ભાસતું નથી; તેથી તે જે કંઈ કરે છે તે સર્વ પરમાત્માને હૃદયમાં ધારણ કરીને જ કરે છે એમ સમજવું.
સમતા યાને સમભાવની દશાથી વિમુખ રહેનારાઓ મહાત્માઓની પ્રાપ્તિ કરી શકતા નથી, અને તેવા પ્રકારના મનુ કેઈનું ઉત્તમ રીતે ભલું કરવા સમર્થ થતા નથી. સમતાની દશાને પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની અત્યંત જરૂર છે. જેઓ અધ્યાભજ્ઞાન પ્રાપ્ત કરવાને શક્તિમાન થયા નથી, તેઓ સત્તાધારી વા ગમે તેવા પંડિત હોય તોપણ પિતાના મનની ઉચદશા કરવાને શક્તિમાન, થતા નથી. અધ્યાત્મજ્ઞાનવિનાનું પાંડિત્ય જગતમાં અશાન્તિ વધારે છે અને તેના ધારકને અહત્વના ખાડામાં પાડે છે. અધ્યાત્મજ્ઞાનથી સમતાની આવશ્યકતા સમજાય છે અને આત્મસૃષ્ટિમાં ઉતરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી શરીર, વાણું અને મનની સ્વસ્થતા જાળવી શકાય છે, માટે સમતાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓએ પ્રથમ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. અધ્યાત્મજ્ઞાનથી ધર્મની ક્રિયાઓનાં ગુપ્ત રહસ્યો સમજાય છે અને માનસિકદશાની ઉગ્રતા માટે પ્રયત્ન કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી જેટલી ધર્મની ઉન્નતિ કરી શકાય છે તેટલી અન્યથી થતી નથી. અધ્યાત્મજ્ઞાનથી સર્વ જીવોને પોતાના આત્મસમાન લેખી શકાય છે. અનાદિકાળથી લાગેલી એવી મિથ્યાત્વ ભ્રમણું પણ અધ્યાત્મજ્ઞાન નથી ટળે છે. પિતાને અધિકાર કર્યો છે તે પણ અધ્યાત્મજ્ઞાનથી જાણી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી પરમાર્થ પ્રેમની દષ્ટિ પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનથી સર્વ જગતને પિતાના કુટુંબ સમાન લેખી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી દરેક ધાર્મિક ક્રિયાઓને સ્વાધિકાર પ્રમાણે આદરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનવિના શ્રમણપણું પ્રાપ્ત કરી શકાતું નથી. અધ્યાત્મજ્ઞાનવડે ગુણાનુરાગ પ્રગટે છે. અધ્યાત્મજ્ઞાનથી ગુણદષ્ટિ પ્રગટે છે અને દેષટષ્ટિને નાશ થાય છે.
જગતમાં ખરેખર અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિવિનાના કેટલાક મનુષ્ય, એવા પ્રકારના હોય છે કે તેઓ સદાકાલ ગમે તેના દેષ જ જોયા કરે છે. કેઈમાં હજારે ગુણે છતાં તેના સામી દષ્ટિ ન થતાં, તેનામાં રહેલા
For Private And Personal Use Only