________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૧ ) કરવી જોઈએ, અર્થાત્ સર્વ પદાર્થોને નિલપદશાથી દેખી શકાય એવી શુદ્ધદષ્ટિ અન્તરમાં રહેલી છે, તેને અધ્યાત્મ ભાવવડે પ્રગટ કરવી જોઈએ.
શુદ્ધદષ્ટિથી જોતાં સર્વ પદાર્થોનું યથાતથ્થસ્વરૂપ અવબોધાય છે. આ મારું અને આ હારૂં એવી દષ્ટિને પરિહાર કરીને શુદ્ધદષ્ટિથી પ્રત્યેક પદાર્થોનું સ્વરૂપ વિલેકવું જોઈએ. શુદ્ધદષ્ટિથી મનુષ્ય ઉચ્ચ કોટી પર ચડી શકે છે અને તે ભવિષ્યકાળમાં થનાર પરિણામને પણ પ્રથમથી નિર્ધારી શકે છે. શુદ્ધદષ્ટિમાં એવી અદ્ભુતશક્તિ રહેલી છે કે, તે દરેક પદાર્થોને તેઓના મૂળસ્વરૂપે જણાવે છે. શુદ્ધદષ્ટિની આગળ સત્યનો પ્રકાશ પડે છે અને અસત્યનો નાશ થાય છે, માટે શુદ્ધ દષ્ટિથી દરેક પદાર્થો દેખવાનો અભ્યાસ પાડવાની ખાસ જરૂર છે. આપણે દૃશ્ય પદાર્થોને વારંવાર દેખીએ છીએ, પણ શુદ્ધદષ્ટિથી દેખતા. હોઈએ તો નો સત્યનો પ્રકાશ પચાવિના રહે નહીં. પ્રત્યેક પદાર્થોને તેઓના મૂળધર્મ જોવાની ટેવ પાડવી જોઈએ. અહં અને મમત્વના સંબન્ધથી પ્રત્યેક પદાર્થોને દેખતાં તે તે વસ્તુઓનું સત્યરૂપ દેખી શકાતું નથી. કેઈ પણ ધર્મનાં તત્ત્વો જેવાં હોય તે શુદ્ધદષ્ટિવડે દેખવાં જોઈએ. અમુક ધર્મ પિતાને છે એવો મમતાભાવ ત્યાગ કરીને, શુદ્ધદષ્ટિથી દરેક ધર્મોમાં રહેલું સત્ય નિરીક્ષવાથી, સત્યને પ્રકાશ વૃદ્ધિ પામે છે અને સત્યના સમુખ ગમન કરી શકાય છે. અહત્વથી ધર્મની શ્રદ્ધાને પૂર્વ ધારણ કરવામાં આવી હોય છે તે, તે માન્યતાવાળા ધર્મનું સ્વરૂપ શુદ્ધદષ્ટિથી નિરખી શકાતું નથી. શુદ્ધદષ્ટિથી પ્રત્યેક ધર્મમાં નાની અપેક્ષાએ જે સત્ય રહ્યું હોય છે, તે સમ્યકરીત્યા અવબોધી શકાય છે. શૃંગીમસ્ય સમુદ્રમાં રહીને પણ મિષ્ટ જલનું પાન કરે છે, તેમ શુદ્ધદષ્ટિ ધારક આત્મા જ્યાં ત્યાંથી સાપેક્ષવાદ પ્રમાણે, પ્રત્યેક ધર્મોનું સ્વરૂપ સમજે છે અને નાની સાપેક્ષાએ ધર્મોની સત્યતાનો સ્વીકાર કરે છે અને તેથી તેને “સત્ય” જ્યાં ત્યાંથી સુઝી આવે છે - આવી શુદ્ધદષ્ટિથી આત્મપ્રભુનું સમ્યફપણે અવલેકન કરી શકાય છે. શુદ્ધદષ્ટિ ખીલવાથી મનુષ્યો શ્રુતજ્ઞાનના સિદ્ધાતોને સાપેક્ષાએ હૃદયમાં ઉતારી શકે છે. જેટલા વચનના માગે છે, તેટલા નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા પરસમય છે. નયકચમાં કચ્યું છે કે,
જાથા जावइया धयण पहा, तावइया चेव हुंति नयवाया ॥ जावया नयवाया, तावड्यया चेव पर समया. ॥१॥
For Private And Personal Use Only