________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) રહેલા અનુભવઅમૃતનું પાન કર્યું. આત્માના અસંખ્યાત પ્રદેશમાં ઉડા ઉતર્યાવિના અનુભવ અમૃતનું પાન થતું નથી. જ્યાં સુધી રાગદ્વેષના ઉછાળાથી મન ચંચળ રહે છે, ત્યાં સુધી આત્માના પ્રદેશમાં ઉંડા ઉતરી શકાતું નથી. મમતાનું એટલુંબધુ બળ હોય છે કે, આત્માના પ્રદેશમાં સમતાને પ્રવેશ કરવા દેતી નથી. મમતા આત્માની સાથે સમતાનો સંબન્ધ થવા દેતી નથી, પણ સમતાએ તે-તેજ કારણથી પ્રથમજ મમતાને નાશ કર્યો, તેથી તેને આમ સ્વામિને મળતાં અને આત્મસ્વામિના પ્રદેશમાં તલ્લીન થતાં, કોઈ વિઘ કરનાર રહ્યું નહીં; સમતા તેથીજ તેરમા ગુણસ્થાનકની પૂર્વ શુકલધ્યાનદશામાં અનુભવામૃત જલનું પાન કરનાર બની, અર્થાત અનન્તકાળથી લાગેલી તૃણું તૃષાને શીધ્ર નાશ કર્યો, અને તેણે મમતાનું નામ માત્ર પણ રહેવા દીધું નહીં.
સુમતિ કલ્થ છે કે, સમતારૂપ મેટી વધૂએ પિતાનું પરાક્રમ ફેરવી બતાવ્યું. સુમતિ મેટી એવી સમતા વધૂનું ચરિત્ર બતાવવાનો પ્રયત્ન કરે છે અને થે છે કે, તેણીએ પોતાની શુદ્ધદષ્ટિરૂપ ચક્ષુના કટાક્ષાક્ષેપથી છાની છાની રીતે છકડાં, એટલે પિતાના સ્વામિને રીજવવાની લઘુલાઘવી કળાઓ-ચેષ્ટાઓ કરીને સ્વકીય શુદ્ધચેતનનું મન વિંધી નાંખ્યું, અર્થાત્ પિતાના વશમાં સ્વામિને લેઈ લીધા. તેણીએ શુદ્ધદષ્ટિના કટાક્ષાક્ષેપોથી તેના સ્વામીનું મન ખેંચી લીધું. બાહ્ય દેહધારી મનુષ્યને તે સ્ત્રીઓ કટાક્ષાક્ષેપથી મોહિત કરી નાખે છે, પણ અન્તરમાં રહેલા શુદ્ધચેતનને સ્વવશમાં કરવા એ કાર્ય કંઈ સાધારણ નથી. શુદ્ધદષ્ટિરૂપ ચક્ષનું સ્વરૂપ સમજવાની તથા તેને પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. સમતાવિના શુદ્ધદષ્ટિ હેઈ શકતી નથી. સમતા સર્વ પ્રકારના પદાર્થોને રાગ અને ષ વિનાની-શુદ્ધદષ્ટિથી અવલોકી શકે છે. શુભ રાગ અને શુભ ષથી જે જે પદાર્થો અવલોકવામાં આવે છે તેને શુભદષ્ટિ કહે છે. અશુભ રાગ અને અશુભ ષથી જે જે દશ્યપદાર્થો દેખવામાં આવે છે તેને અણુમદદ કથે છે. અશુભદષ્ટિને ત્યાગ કરીને શુભદષ્ટિ પ્રાપ્ત કરવાની છે. અશુભદષ્ટિને ત્યાગ કરીને પ્રથમાભ્યાસ દશામાં શુભદષ્ટિથી સર્વ પદાર્થો દેખવાની જરૂર છે. આત્માના સદ્ગુણે પ્રાપ્ત કરવાના જે જે ઉપાય હોય, તેને શુભ રાગથી નિરીક્ષવા જોઈએ. જે જે પદાર્થોના સંબન્યથી આત્મા બંધાતો હોય, તે તે પદાર્થોને શુભષદષ્ટિથી એવી રીતે નિરીક્ષવા કે, તેથી તે તે પદાર્થોથી કર્મ બાંધવાનો પ્રસંગ પડે નહીં. શુભ દૃષ્ટિથી પણ આગળ વધીને સર્વ પદાર્થોને રાગ અને દ્વેષની પરિણતિ વિના દેખી શકાય, એવી સમતાદષ્ટિની અભ્યાસ દશા આદરવી જોઈએ. જળમાં કમલ રહે છે પણ નિર્લેપ રહે છે, તેવી રીતે આત્માની દશા
For Private And Personal Use Only